સાડાત્રણ દાયકાથી સાહિત્ય રસ પીરસતા ક્ષત્રિય કલાકાર પર સમગ્ર ધારીને ગૌરવ

ગીર સરસીયાના માર્મિક લોક સાહિત્યકાર ભાભલુભાઈ ધાધલને સુરત શહેર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ વાર જ યોજાય રહેલા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે આવતીકાલે ૯ માર્ચે ક્ષત્રિય કલાકારને એવોર્ડ આપી પુરસ્કૃત કરાશે

સુરત ખાતે ગુજરાતમાં પ્રથમ વાર લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે જેમાં સરસીયા ગામના કાઠી ક્ષત્રિય માર્મિક લોક સાહિત્યકાર ભાભલુભાઈ ધાધલને નોમિનેટ કરવામાં આવ્યા છે
આવતીકાલે ૯ માર્ચે ભાભલુભાઈ ધાધલને આ એવોર્ડ આપી પુરસ્કૃત કરવામાં આવીયા હતા આ બહુમહત્વ ક્ષણે મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરીયા સહિત ઉપસ્થિત રહેશે
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પામનાર ભાભલુભાઈ ધાધલ લક્ષ્મણ બારોટ, શ્યામ લાઠીયા, નિરંજન પંડયા, યોગેશપુરી, હરસુર ગઢવી સહિત નામી કલાકારો સાથે અનેક વાર મંચ પરથી લોકસાહિત્ય રસ પીરસી ચુકયા છે















