![]()
વડોદરાઃ તરસાલી વિસ્તારના એક ફાર્મની બહાર કારમાંથી કિંમતી ચીજોની ચોરી કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડયો છે.
તરસાલી બાયપાસ પાસેના ફાર્મની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી છ બેગ,સોનાની ચેન,૩હજાર ડોલર સહિતની ચીજોની ચોરીનો બનાવ બનતાં કપૂરાઇ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગાર મો.યાકુબ ઉર્ફે સલિમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ(અલ હાતિમ એપાર્ટમેન્ટ, કિસ્મતચોકડી,તાંદલજા મૂળ નાલબંધ વાડા)ને ઝડપી પાડયો છે.રીઢા ગુનેગારની અગાઉ પણ ૧૫ જેટલા ગુનામાં સંડોવણી હતી.















