![]()
જરોદ ભણીયારા ગામ પાસે આવેલ જૈન મંદિર તથા વાઘોડિયા જીઆઇડીસીમાં અંબે માંના મંદિરમાંથી ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.
જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમા હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે, ભણીયારા પાસે આવેલ જૈન દેરાસરમાંથી ચોરી કરનાર આરોપી દાગીના વેચવા જરોદ થી રવાલ વાળા રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે આવનાર છે .પોલીસે વોચ ગોઠવીને આરોપી કલ્પેશ બદિયયાભાઈ ભાભોર ને ઝડપી પાડયો હતો.પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછ કરતા વાઘોડિયા જીઆઈડીસીમા આવેલ અંબે માંતાના મંદિરમાંથી માતાજીના ઘરેણાની પણ ચોરી કરી કબૂલાત કરી હતી. પોલીસે તેના અન્ય બે સાગરીતો અજીત છગનભાઇ ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે વિજય જોરસિંગભાઈ ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપી પાસેથી દાગીના, મોબાઇલ અને રોકડા રૃપિયા મળી કુલ ૩૨,૧૭૫ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.















