• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

– ભારતને ક્રૂડ ઓઈલ પર હવે ડિસ્કાઉન્ટ આપવા રશિયાનો ઈનકાર

– ભારતીય રિફાઈનરીઓએ રશિયાનું બે કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદી લીધું, જેની ડિલિવરી માર્ચ-એપ્રિલમાં થશે : હવે પેટ્રોલ-ડીઝલની અછત નહીં રહે

– રશિયાએ ફેબ્રુઆરીમાં ભારતને પ્રતિ બેરલ 13 ડોલરના ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઈલ વેચ્યું હતું, હવે 4-5 ડોલર પ્રિમિયમથી વેચાણ

– માત્ર 30 દિવસ માટે મળેલી છૂટમાં ભારત દરિયામાં રશિયન ટેન્કરોમાંથી જ ક્રૂડ ખરીદી શકશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની ઝાળ હવે ભારતને દઝાડી રહી છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ પછી દુનિયામાં ક્રૂડ ઓઈલનું સંકટ ઘેરું બની રહ્યું છે અને ભારતમાં પણ ક્રૂડ ઓઈલના પુરવઠાની સમસ્યા જોવા મળી શકે છે. આવા સમયે ભારતને ક્રૂડ ઓઈલની જરૂરિયાત પૂરી કરવા અમેરિકા તરફથી મોટી રાહત મળી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી માટે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપી છે. જોકે, હવે રશિયાએ ભારત તરફથી મોં ફેરવી લીધું હોય તેમ જણાય છે. રશિયાએ ભારતને ક્રૂડ ઓઈલની ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો ઈનકાર કરી દીધો છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલનો સૌથી મહત્વનો માર્ગ એવી હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કર લઈ જતા જહાજોના પરિવહન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈરાને છેલ્લા કેટલાક દિવસમાં અમેરિકા સહિત અનેક દેશોના ઓઈલ ટેન્કર પર હુમલા કર્યા છે. 

વધુમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ૧,૦૦૦થી વધુ ક્રૂડ ઓઈલના ટેન્કરો ફસાઈ ગયા છે, જેથી ભારત સહિત વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછતનું સંકટ સર્જાવાનું જોખમ છે. ભારત માટે ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત મુશ્કેલ બની ગઈ છે ત્યારે તેણે ફરી એક વખત ક્રૂડ ઓઈલની ખરીદી માટે રશિયા તરફ નજર દોડાવી હતી. જોકે, ભારત સરકારને અમેરિકન પ્રતિબંધોનો ડર હતો.

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર રાખવાના પ્રયાસ તરીકે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ૩૦ દિવસ માટે ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. અમેરિકન વિદેશ મંત્રી બેસેન્ટે ભારતને અમેરિકાનું ભાગીદાર ગણાવતા સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, પ્રમુખ ટ્રમ્પના ઊર્જા એજન્ડાના પરિણામે ક્રૂડ અને ગેસ ઉત્પાદન અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે.

ભારતને રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ભારતે હવે રશિયન ક્રૂડ ઓઈલ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. કેટલાક રિપોર્ટ મુજબ ભારત હવે ઊંચી કિંમતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે. વેપારીઓ રશિયન યુરાલ ઓઈલને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની સરખામણીમાં ૪-૫ ડોલર પ્રતિ બેરલના પ્રિમિયમથી ભારતને વેચી રહ્યા છે. આ ઓઈલ માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં ભારતીય બંદરો પર પહોંચશે. 

આ પહેલાં રશિયાએ ફેબ્રુઆરીમાં ભારતને પ્રતિ બેરલ ૧૩ ડોલરની છૂટથી ક્રૂડ ઓઈલનું વેચાણ કર્યું હતું. અમેરિકાની છૂટ મળ્યા પછી ભારતીય રિફાઈનરીઓએ અત્યાર સુધીમાં વેપારીઓ પાસેથી અંદાજે ૨ કરોડ બેરલ રશિયન ક્રૂડની ખરીદી કરી છે. આ ક્રૂડ ઓઈલ એશિયાના દરિયામાં ફરી રહ્યું હતું અને તેનું કોઈ લેવાલ નહોતું. પરંતુ હવે ભારતીય રિફાઈનરીઓએ તેની ખરીદી કરી છે. 

જોકે, તેમણે આ અંગે કાયદાકીય સ્પષ્ટતાઓની પણ તપાસ શરૂ કરી છે. હકીકતમાં ભારતે અમેરિકાના દબાણ અને ૨૫ ટકા ટેરિફના પગલે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી લગભગ બંધ કરી દીધી હતી, જેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલના જથ્થા સાથે રશિયન ટેન્કરો સમુદ્રમાં ઊભા હતા, પરંતુ અમેરિકાના પ્રતિબંધો અને પેમેન્ટ, વિમાની અનિશ્ચિતતાના કારણે ભારતીય કંપનીઓએ રશિયન ક્રૂડની ખરીદી કરવાનું ટાળ્યું હતું. 

જોકે, હવે અમેરિકાએ છૂટ આપી છે ત્યારે રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ રેટથી ક્રૂડ ઓઈલ આપવાનો ઈનકાર કરી દીધો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Next Post
છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In