![]()
– 2 ઈસમ વિરૂધ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
– કંપનીમાં રોકાણ કરવાથી દર મહિને હપ્તા બેંકમાં જમા થઈ જશે તેવી લાલચ આપી બે શખ્સે વિશ્વાસઘાત કર્યો
ભાવનગર : ગઢડા તાલુકાના ઢસા ગામના યુવાન ખેડૂતને તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીમાં નાણા રોકવાથી દર મહિને હપ્તા બેંકમાં જમા થશે તેવી લાલચ આપી બે શખ્સે યુવાનના રૂ.૧૭.૫૩ લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.
ગઢડા તાલુકાના ઢસા ગામના ભંડારીયા ગામ તરફ જવાના રસ્તા પાસે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા નરેશભાઈ ભુરાભાઈ બારૈયાને ઢસા પોલીસ મથકમાં હોમવર્ડ તરીકે ફરજ બજાવતા મનજીભાઈ પરમારે તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીમાં નાણા રોકવાથી દર મહિને બેંક ખાતામાં રકમ જમા કરાવે છે.આ સલાહથી પ્રેરાયેલા નરેશભાઈએ તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રીસોર્ટ ઇંડીયા કંપનીનાં માલીક/વહીવટકર્તા કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ (રહે-જામનગર ) તથા આ કંપનીનાં મેનેજર વિનોદ પાટીલે પોતાની કંપનીમાં રૂ.૧,૨૫,૦૦૦ નુ રોકાણ કરો તો દર મહિને રૂ.૧૦,૯૨૦ ખાતામાં હપ્તો જમા કરશે અને આવા ૨૪ હપ્તા બેંક ખાતામાં જમા કરશે તેવી લાલચ આપતા નરેશભાઈએ વિશ્વાસમાં આવી કુલ રૂ.૧૯, ૫૦,૦૦૦ તુલસી આરાધ્યા કંપનીનાં બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. જેનાં બદલામાં મને આ કંપની તરફથી અલગ અલગ સમયે રૂ.૧,૯૬,૫૬૦ પરત આપવામાં આવ્યા હતા. અને રૂ. ૧૭,૫૩,૪ ૪૦ પરત લેવાનાં બાકી રહેલ જે પૈસા પરત નહી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે નરેશભાઈએ બે ઇસમ વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.















