![]()
અમદાવાદ, સોમવાર
ખોખરામાં તારે કુતરું પાળવું હોય તો પાળજે પરંતુ મારા ઘરની પાસે આવવું ના જોઈએ કહીને તકરાર કરીને મારા મારી કરી હતી જેમાં માથામાં છરાથી હુમલો કર્યા બાદ લાકડીના ફટકા મારીથી યુવકને ઢોર માર મારતાં લોહી લુહાણ બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ બના અંગે ખોખરા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘાતક હુમલો કરીને લાકડીના ફટકાથી ઢોર માર મારતાં યુવક બેભાન હાલતમાં સારવાર હેઠળ ઃ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખોખરામાં રહેતી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પોતાની સોસાયટીમાં રહેતા પિતા અને પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ ગઇકાલે રાત્રે જમીને સોસાયટીની ગલીમાં આંટો મારતા હતા. ત્યારે તેમના મિત્રને સાથે કુતરું પાળવું જોઈએ કે નહી તે અંગે વાતચીત કરતા હતા. આ સમયે આરોપીનો પુત્ર આવ્યો હતો અને તારે કુતરું પાળવું હોય તો પાળજે પરંતુ અમારા ઘર પાસે આવવું ના જોઈએ નહીને કહીને ગાળો બોલતો હતો ગાળો નહી બોલવાનું કહ્યું હતું.
જેથી આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને છરો લાવીને મહિલાના પતિના માથામાં મારી દીધો હતો. મારા મારી કરીને આરોપીઓએ ઘાતક હુમલો કર્યો બાદ ફરિયાદીના પતિને લાકડીના ફટકા મારતાં તે લોહી લુહાણ બેભાન થઇ ગયા હતા. બુમાબુમ થતા લોકો દોડી આવતા ત્રણેય આરોપીઓ નાસી છુટયા હતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.















