• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

મુંબઈ : ઈરાનમાં તખ્તા પલટો કરાવવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના નેત્યાનયાહુનો મનસૂબો એટલો ઝડપી સફળ નહીં થવાના અને ઈરાનમાં નવા લીડર તરીકે મોજતબા ખામનેઈની પસંદગી થઈ જતાં અને નવા સુપ્રિમ લીડરે અમેરિકા-ઈઝરાયેલની દાદાગીરી સામે નમતું નહીં ઝુંકવાનો ઈરાદો સ્પષ્ટ કરી આ યુદ્વમાં અમેરિકા-ઈઝરાયેલને હંફાવવાનો નિર્ણય જાહેર કરી દેતાં આજે વૈશ્વિક શેર બજારોમાં મંદીના આંચકા ચાલુ રહ્યા હતા. વિશ્વનો ૨૦ ટકાથી વધુ ઓઈલ પુરવઠાનું વહન કરતાં સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસને બંધ કરીને વિશ્વમાં ઓઈલ પુરવઠાની અસાધારણ અછત સર્જવામાં આવતાં ક્રુડ ઓઈલના ભાવ ૧૧૯ ડોલરની સપાટી કુદાવી જતાં એશીયા, યુરોપના અનેક દેશોની હાલત કફોડી બનવાના સ્પષ્ટ સંકેતે ફંડોએ મળ્યા ભાવે શેરોમાં અઢળક વેચવાલી કરી હતી. વિશ્વને ભયાવહ મંદી ભરડો લેવાની તૈયારીમાં હોવાના સ્પષ્ટ સંકેતે આજે એક તરફ એશીયાના બજારોમાં જાપાનમાં કડાકા અને યુરોપના બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારો ક્રુડ ઓઈલની આગમાં હોમતાં જોવાયા હતા.  ઓટોમોબાઈ, બેંકિંગ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં અસાધારણ ગાબડાં પડતાં જોવાયા હતા. ઓલ રાઉન્ડ સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ   એક તબક્કે ૨૪૯૪.૩૫ પોઈન્ટના કડાકે નીચામાં  ૭૬૪૨૪.૫૫ સુધી ખાબકીને અંતે ૧૩૫૨.૭૪ પોઈન્ટ તૂટીને ૭૭૫૬૬.૧૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ  ઈન્ટ્રા-ડે ૭૫૨.૬૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૬૯૭.૮૦ સુધી ખાબકીને અંતે ૪૨૨.૪૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૨૮.૦૫ બંધ રહ્યા હતા.

આજે  રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮.૫૮  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૧.૧૦  લાખ કરોડ રહી ગયું હતું.

ઓટો શેરો તૂટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન યુદ્વના કારણે પુરવઠો અટકી પડતાં નાયમેક્ષ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ફયુચર્સમાં ભાવ ૧૫૦ ડોલર જેટલા બોલાઈ જતાં ટૂંક સમયમાં જ ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારો થવાના સ્પષ્ટ સંકેત અને એના કારણે કાર, ટુ-વ્હીલર સહિતના વાહનોની ખરીદી અટકી જવાની પૂરી શકયતાએ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફરી ફંડોએ મોટી વેચવાલી કરતાં ઘણા શેરોમાં અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૮.૭૫ તૂટીને રૂ.૩૩૧.૯૫, બોશ રૂ.૧૭૪૧.૫૫ તૂટીને રૂ.૩૧૬૧૦, મારૂતી સુઝુકી રૂ.૬૬૧.૯૦ તૂટીને રૂ.૧૩,૪૮૭.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪૬.૪૫ તૂટીને રૂ.૩૧૮૭.૨૫, રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૨૫.૪૦ પોઈન્ટ ગબડીને ૫૭૫૦૪.૪૬ બંધ રહ્યો હતો.

બેંકો પર  ડિફોલ્ટર, એનપીએનું જોખમ

ક્રુડ ઓઈલની આગ ભભૂકતાં અને બીજી તરફ ભારતીય ઉદ્યોગો, કોર્પોરેટ કંપનીઓનો મોટો આયાત-નિકાસ વેપાર ઠપ્પ થઈ જતાં બેંકો દ્વારા ઉદ્યોગો, કોર્પોરેટ કંપનીઓને આપેલું મોટું ધિરાણ ડૂબવાના અને અનેક કંપનીઓ ડિફોલ્ટર બનવાની સાથે બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ-એનપીએમાં આગામી દિવસોમાં જંગી વધારો થવાના જોખમે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓલ રાઉન્ડ ધબડકો બોલાઈ ગયો હતો.   યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૦ તૂટીને રૂ.૧૭૯.૩૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૩.૨૨ તૂટીને રૂ.૬૬.૭૬, ફેડરલ બેંક રૂ.૧૩.૦૫ તૂટીને રૂ.૨૭૩.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૪.૮૫ તૂટીને રૂ.૧૦૯૮.૭૦, કેનેરા બેંક રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૪૦.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૩૮૬.૦૫, પીએનબી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૧૫.૨૦ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૩.૭૭ પોઈન્ટ તૂટીને ૬૭૦૦૮.૭૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૨૦ તૂટયો 

આજે ફંડોએ ઓલ રાઉન્ડ મોટાપાયે વેચવાલી કરતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૪.૬૫ તૂટીને રૂ.૩૮૧૬.૧૦, મઝગાંવ ડોક શીપ રૂ.૮૩ ઘટીને રૂ.૨૩૮૬.૬૫, ટીમકેન રૂ.૧૦૩.૪૫ ઘટીને રૂ.૩૨૮૧.૭૫, થર્મેક્સ રૂ.૯૪.૫૦ ઘટીને રૂ.૩૦૬૪.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૨૦.૧૫ પોઈન્ટ તૂટીને ૬૯૦૯૮.૩૧ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં કડાકો 

મેટલ-માઈનીંગ ક્ષેત્રે ફંડો વૈશ્વિક આર્થિક-ઔદ્યોગિક કટોકટીના એંધાણે માંગ તળીયે જવાના ફફડાટ અને ઘણી કંપનીઓની સપ્લાય અટકી જવાની સાથે ગલ્ફ દેશોના પ્રોજેક્ટો અટકી પડતાં મેટલના વેચાણમાં તીવ્ર ઘટાડો થવાના સંકેતે આજે મેટલ-માઈનીંગ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ટાટા સ્ટીલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૧૯૧.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૧૧૯૩.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૫.૫૫ ઘટીને રૂ.૧૧૪૪.૪૫, એપીએલ અપોલો રૂ.૫૩.૯૫ ઘટીને રૂ.૨૦૯૭.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૧૪.૩૩ પોઈન્ટ તૂટીને ૩૮૫૮૩.૮૨ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરો તૂટયા 

ઈરાન યુદ્વના કારણે ક્રુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને યુદ્વ વકરી રહ્યું હોઈ ટૂંકાગાળામાં વધુ સપ્લાય ક્રાઈસીસ સર્જાવાના અને એના કારણે દેશની ઘણી રિફાઈનરીઓની હાલત કફોડી બનવાની શકયતાએ આજે ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં અસાધારણ કડાકો બોલાવી દીધો હતો. બીપીસીએલ રૂ.૨૧.૬૦ તૂટીને રૂ.૩૩૧.૧૦, એચપીસીએલ રૂ.૨૦.૪૫ ઘટીને રૂ.૩૮૪.૮૦, ગેઈલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૪૮.૯૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૧૬૧.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૨૭૮.૪૫, ઓએનજીસી રૂ.૮.૮૫ ઘટીને રૂ.૨૭૦.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૮૭૪.૯૫ પોઈન્ટ તૂટીને ૨૭૨૮૬.૩૭ બંધ રહ્યો હતો.

મહામંદીના એંધાણ 

ભારતીય બજારમાં મોટી મંદીના ભણકારાં વચ્ચે આજે ફંડો, ઓપરેટરોએ કડાકો બોલાવી દેતાં માર્કેટબ્રેડથ  ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૪૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૮૮૬ અને ઘટનારની સંખ્યા ૩૪૮૪ રહી હતી.

સવારના સેશનમાં ૧૩.૫ લાખ કરોડ સ્વાહા 

ટી -૨૦ વર્લ્ડ કપની જીતનો તમામ આનંદ  ૯ માર્ચના સોમવારે ધોઇ નાખ્યો છે.  ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારના કારોબારમાં BSE સેન્સેક્સ ૨,૪૦૦ પોઈન્ટથી વધુ તૂટયો હતો, જેના કારણે કામકાજના પ્રારંભીક તબક્કામાં રોકાણકારોના આશરે રૂા. ૧૩.૫ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. 

શેરબજારમાં આ મોટા ઘટાડા પાછળના મુખ્ય ૩ કારણો નીચે મુજબ છે :

૧. મધ્ય પૂર્વમાં વધતો તણાવ : બજારમાં આ ઘટાડાનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલો સંઘર્ષ છે.

૨. ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો : ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, તેથી તેલના વધતા ભાવ સીધી અસર કરે છે. સપ્લાય ખોરવાઈ જવાના ડરથી બ્રેન્ટ ક્રૂડનો ભાવ એક જ અઠવાડિયામાં લગભગ ૨૫% વધીને ૧૧૯ ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયો છે.

૩. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. આજે ભારતીય રૂપિયો ડોલર સામે ૯૨.૩૫ ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો નબળો પડવાને કારણે વિદેશી રોકાણકારોને નુકસાન થાય છે, તેથી તેઓ ભારતીય શેર વેચી રહ્યા છે.  

Next Post
ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi…

ડોલર સામે રૂપિયામાં કડાકો , 92.35ના તળિયે પટકાયો : હવે 93 થવાની ભીતિ | Rupee falls against dollar hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In