![]()
Jamnagar Gambling Raid : જામનગર તાલુકાના બેરાજા ગામમાં પાદરમાં આવેલા શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રઘુવીરભાઈ પાંચાભાઇ ભરવાડ, ભીખુભાઈ બચુભાઈ મકવાણા, અને ગોવિંદભાઈ પાંચાભાઇ કુંજડીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,750 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.















