![]()
વડોદરાઃ અટલબ્રિજ યોગાસર્કલ પાસે સ્કૂલ બસે બે કારને ટક્કર મારતાં વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.
બપોરના સમયે સ્કૂલ બસ બ્રિજ નીચે ઉતરી ત્યારે બ્રેક નહિ વાગતાં ડ્રાઇવરે બસ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન બસે બે કારને અડફેટમાં લીધી હતી.આ સ્કૂલ બસની બ્રેક ફેઇલ થઇ હોવાનું મનાય છે.જેથી તેની ફિટનેસ તપાસનો વિષય છે.
સારાનસીબે આ બનાવને કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓને કોઇ ઇજા થઇ નહતી. પરંતુ મોડી સાંજ સુધી આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ નહિ થતાં સમાધાન થઇ ગયું હોવાનું મનાય છે.















