![]()
માણેજા ઓમકાર ગ્રીન ત્રિનેત્ર ટાવરમાં રહેતો સુનિલ ભાઈ વણકર અમદાવાદની હારડેન્ટ એસીડીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસથી ફિલ્ડ વર્કની નોકરી કરે છે જેના માલિક બ્રિજેશ કુસ્વાહા છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે, હું વડોદરા અને સુરત ખાતે ફિલ્ડમાં નોકરી કરું છું. ગત નવમી જાન્યુઆરીના રોજ સુરત કંપનીના કામથી ગયો હતો અને કામ પતાવીને બીજા દિવસે વડોદરા મારા ઘરે આવ્યો હતો. 11 મી તારીખે સવારે 9:30 વાગે કંપનીના માલિક બ્રિજેશ કુશવાહા (ઓફિસ. ગ્લેન પામ હોટલ પાસે ઓઢવ રીંગરોડ ઓઢવ અમદાવાદ) નેમું સુરત ખાતેના ફીલ્ડ કામગીરીનો રિપોર્ટ કર્યો હતો જેમાં મેં જણાવ્યું હતું કે મેં કેટલાક લોકોને હાઉસકીપિંગ માટે કંપનીના વીઝીટીંગ કાર્ડ આપીને આવ્યો છું અને તે પૈકી બે થી ત્રણ લોકોને મારા પર ફોન આવ્યા છે.
બ્રિજેશ કુશવાહાએ મને whatsapp પર ગાળો લખી મેસેજ કર્યા હતા. મેં પોલીસ સ્ટેશન જવાનું કહેતા તેમણે મારા પરિવારને પણ ગાળો બોલે મારો અપમાન કર્યું હતું અને તારું એડ્રેસ મને ખબર છે ત્યાં આવીને તને જોઈ લઈશ તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી.















