![]()
Jamnagar Theft Case : જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂપિયા 11.70 લાખની કિંમતના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો માલ સામાન તેમજ બે બાઈક કબજે કરી લીધા છે, જ્યારે તેઓના એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે. તસ્કરોને શોધવા માટે પોલીસે કમાન એન્ડ કંટ્રોલના કેમેરા તથા મોબાઈલ ફોનના ટાવર લોકેશનની મદદ લઈ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પ્રણામી સ્કુલની વાડીની સામે શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી આજથી 3 માસ પહેલાં પીતળનો છોલ આશરે 7,800 કિલો કે જેની કિંમત રૂ.11,70,000 જેટલી થવા જાય છે. જેની ચોરી થયાની ફરિયાદ સિટી સી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલવા માટે જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસની ટીમે શોધખોળ હાથ ધરી હતી, અને ઉપરોકત ગુન્હો ડીટેકટ કરવા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલના તેમજ બનાવ સ્થળના આજુ-બાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા. ઉપરાંત મોબાઇલ ફોનના ટાવર ડમ્પ મેળવી મોબાલઇના ફોનની કોલ ડિટેઇલ મંગાવી એનાલીશ કરી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
જેમાં પોલીસે જામનગરના વિજયનગરમાં રહેતા મોહન ઉર્ફે ભોલો વિરમભાઇ ઓડિચ (ઉ.વ-36) અને ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ (ઉ.વ-36) ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો ચોરાઉ માલ સામાન તેમજ બે મોટરસાયકલ કબજે કરી લીધા છે. જેઓની પૂછપરછ દરમિયાન ત્રીજા સાગરીત લક્ષ્મણ હીરાભાઈ ઓડિચની સંડોવણી ખુલી હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.














