![]()
ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે એક મહાકાય મગર દેખાતાં લોકો ભેગા થઇ ગયા હતા.મગર હલનચલન નહિ કરતો હોવાથી કોઇ જીવદયા પ્રેમીને શંકા ગઇ હતી અને જીવદયા કાર્યકરોને જાણ કરી હતી.
ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર આવી જતાં મગર મૃત હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તેના મૃતદેહને કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.મહાકાય મગરનું આશરે ૫૦૦ કિલો જેટલું વજન હોવાથી તેને દોરડા વડે માંડમાંડ કિનારે લવાયો હતો અને ત્યારબાદ ક્રેન વડે વાનમાં મુકાયો હતો.
ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.જિલ્લા પશુપાલન કેન્દ્રના ડો.વિમલ પટેલે કહ્યું હતું કે,મગરના મોંઢે ઇજા જોતાં ફાઇટને કારણે મોત થયું હોવાનું મનાય છે.નોંધનીય છે કે,ગઇ તા.૨૩મી ફેબુ્રઆરીએ અકોટા બ્રિજ નીચેથી ૩.૫ ફૂટના મગરનો અને ત્યારબાદ તા.૧૪મી માર્ચે સમા મંગલપાંડે બ્રિજ પાસેથી છ ફૂટના મગરનો મૃતદેહ મળ્યો હતો.જેના મોતનું કારણ જાણી શકાયું નથી.