• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

Load More

Gujarat CAG Report: ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના CAG રિપોર્ટ(ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41% નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023-24માં જે પુરાંત રૂપિયા 33,477 કરોડ હતી, તે વર્ષ 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ પર આવી ગઈ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મહેસૂલી ખર્ચમાં થયેલો રૂપિયા 10,326 કરોડનો વધારો અને આવકમાં થયેલો રૂપિયા 4,208 કરોડનો ઘટાડો માનવામાં આવે છે. જો કે વર્ષ 24-25માં 18,943 કરોડની પુરાંત થઈ છે. પણ ગત વર્ષની સરખામણીએ ઘણી નબળી છે.

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર 2 - image

કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા

ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે 22 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. બજાર લોનનો આંક 3.11 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતા લગભગ 16 હજાર કરોડ રૂપિયા વધુ છે.

ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3.66 લાખ રૂપિયા

ગુજરાત રાજ્યના અર્થતંત્રનું કદ (GSDP) સતત વધીને રૂપિયા 26.72 લાખ કરોડે પહોંચ્યું છે, જે ભારતની કુલ જીડીપીના આશરે 8% જેટલો હિસ્સો ધરાવે છે. આર્થિક રીતે સધ્ધર ગુજરાતના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક પણ રાષ્ટ્રીય સરેરાશ રૂપિયા 2.34 લાખની સરખામણીએ ઘણી વધારે એટલે કે રૂપિયા 3.66 લાખ નોંધાઈ છે. સામાજિક રીતે પણ રાજ્ય 84.6% સાક્ષરતા અને નીચા ગરીબી દર (11.66%) સાથે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં મોટો ખર્ચ

બીજી તરફ, રાજ્યના દેવાના ટકાઉપણા (Debt Sustainability) અંગે પણ મહત્વની વિગતો સામે આવી છે. હાલમાં ગુજરાતનું કુલ દેવું રાજ્યના જીડીપી (GSDP)ના 16.99% જેટલું છે. જો કે, ચિંતાની બાબત એ છે કે રાજ્ય સરકાર પોતાની કુલ મહેસૂલી આવકના 12.82% જેટલો માતબર હિસ્સો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં ખર્ચી રહી છે. આ આંકડો સૂચવે છે કે રાજ્યની કમાણીનો મોટો ભાગ વિકાસકાર્યોને બદલે વ્યાજ ભરવામાં વપરાઈ રહ્યો છે.

રાજ્ય પર આર્થિક ભારણ સતત વધ્યું!

સમગ્ર રિપોર્ટથી એક બાબત સ્પષ્ટ થયા છે કે મહેસૂલી પુરાંત ઘટવાને કારણે રાજ્યની ‘રાજકોષીય જગ્યા’ સાંકડી થઈ છે. આ સંજોગોમાં મૂડી ખર્ચ એટલે કે નવા બ્રિજ, રસ્તાઓ અને માળખાગત સુવિધાઓના નિર્માણ માટે સરકારે બજારમાંથી વધુ ઋણ લેવાની ફરજ પડી છે. રિપોર્ટ અનુસાર, દેવાની વૃદ્ધિનો દર 12.24% રહ્યો છે, જે દર્શાવે છે કે રાજ્ય પર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે.

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર 3 - image

મોટી રકમનો હિસાબ વર્ષોથી બાકી!

વહીવટી સ્તરે પણ કેટલીક ગંભીર ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. વર્ષ 2002 થી 2024 સુધીના આશરે રૂપિયાના 7,431.84 કરોડના ‘વપરાશ પ્રમાણપત્રો’ હજુ પણ પડતર છે. આટલી મોટી રકમનો હિસાબ વર્ષોથી બાકી હોવો તે નાણાકીય શિસ્ત સામે પ્રશ્નો ઉભા કરે છે. આ ઉપરાંત, 11,650 કરોડથી વધુની વધારાની ચુકવણીઓનું નિયમિતકરણ કરવાનું પણ બાકી છે, જે વહીવટી પ્રક્રિયામાં વિલંબ સૂચવે છે.

બેટી બચાવો, બેટી પઢાઓ વચ્ચે સ્ત્રી-પુરુષના પ્રમાણ ચિંતાનો વિષય

વસ્તીવિષયક દ્રષ્ટિએ જોતા, ગુજરાત ઝડપથી શહેરીકરણ તરફ વધી રહ્યું છે અને રાજ્યની અડધાથી વધુ વસ્તી (50.29%) હવે શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે બાળ મરણ દર અને માતૃ મૃત્યુ દરમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતા સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ, સ્ત્રી-પુરુષના પ્રમાણ (Sex Ratio) માં ગુજરાત હજુ પણ પાછળ છે. 1,000 પુરુષો દીઠ માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ એ સામાજિક દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે.

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર 4 - image

1. શહેરીકરણમાં ગુજરાત આગળ

શહેરી વસ્તી: ગુજરાતમાં શહેરી વસ્તી 50.29% છે, જે રાષ્ટ્રીય સરેરાશ (35.70%) કરતા ઘણી વધારે છે. એટલે કે અડધું ગુજરાત શહેરોમાં વસે છે.

ગ્રામ્ય વસ્તી: ગુજરાતમાં 49.71% વસ્તી ગામડાઓમાં છે.

2. આરોગ્ય અને શિક્ષણના હકારાત્મક પાસા

સાક્ષરતા દર: ગુજરાતનો સાક્ષરતા દર 84.6% છે, જે ભારતની સરેરાશ (80.9%) કરતા વધુ છે.

બાળ મરણ દર: 1000 જીવિત જન્મ દીઠ ગુજરાતમાં મૃત્યુ દર 20 છે, જે રાષ્ટ્રીય સરેરાશ (25) કરતા સારો છે.

ગરીબી: નીતિ આયોગના ડેટા મુજબ ગુજરાતમાં ગરીબી રેખા નીચેની વસ્તી 11.66% છે, જે ભારતની સરેરાશ (14.96%) કરતા ઓછી છે.

3. ચિંતાજનક પાસા (સ્ત્રી-પુરુષ પ્રમાણ)

જાતિ પ્રમાણ: ગુજરાતમાં 1,000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ 904 છે, જે રાષ્ટ્રીય સરેરાશ (947) કરતા ઘણું નીચું અને ચિંતાજનક છે.

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર 5 - image

CAG અહેવાલ સ્પષ્ટ ચેતવણી આપે છે કે ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષના આંકડા નબળા પડ્યા છે. વધતો જતો મહેસૂલી ખર્ચ અને દેવાની પરત ચુકવણીની ટકાવારી જોતાં, આવનારા વર્ષોમાં રાજ્ય સરકારે નાણાકીય વ્યવસ્થાપનમાં અત્યંત સાવચેતી રાખવી પડશે. જો આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં નહીં આવે અથવા ખર્ચ પર અંકુશ નહીં મેળવાય, તો રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે બજેટની ફાળવણીમાં મુશ્કેલી પડી શકે છે.

ગુજરાત મોડેલ નિર્ણાયક વળાંક પર

ગુજરાત મોડેલ અત્યારે એક નિર્ણાયક વળાંક પર છે. એકબાજુ વધતું અર્થતંત્ર અને માથાદીઠ સમૃદ્ધિ છે, તો બીજી બાજુ ઘટતી મહેસૂલી પુરાંત અને વધતું દેવાનું વ્યાજ સરકાર માટે ચિંતાનો વિષય છે. આવનારા વર્ષોમાં જો વહીવટી શિસ્ત અને સામાજિક સૂચકાંકો, ખાસ કરીને જાતિ પ્રમાણ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આર્થિક વિકાસનો પાયો નબળો પડી શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.

Next Post
નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ | Gujara…

નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક' પાસ | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
GUJARAT

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: 25 માર્ચ, 2026ના રોજ વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો...

Read more

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In