![]()
ચાંણોદ , ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંણોદ નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયેલા અમદાવાદના યુવકનું પાંચ દિવસની સારવાર પછી મોત થયું છે.
પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદ ખાતે રામીની ચાલી સામે અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતો ૨૯ વર્ષનો અજયસિંહ ઉદયભાનસિંહ રાજપૂત ગત ૨૨ માર્ચના રોજ સવારે ૮ વાગ્યે ડભોઈ તાલુકા તીર્થક્ષેત્ર ચાંણોદમાં વિધિ કરાવવા અને દર્શન માટે પરિવાર સાથે આવ્યો હતો. તે વેળા માળી કુંડલના ઘાટે નર્મદા નદીમાં સ્નાન કરતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ દોડીને આવી તેને બહાર કાઢી ચાંણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોટા ફોફળિયા અને ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતા. પરંતુ, સારવાર પછી પણ તેનો જીવ બચી શક્યો નહતો.















