રાજકોટ રેન્જના ૨૯ ફરાર આરોપીની યાદી જાહેર
હત્યા,
લૂંટ, ધાડ, સહિતના ગંભીર
ગુનાના આરોપીઓને પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ જતાં રાજકોટ રેન્જ આઇજીનો નિર્ણય
સુરેન્દ્રનગર – રાજકોટ રેન્જ આઈજીએ સુરેન્દ્રનગર જિલ્લાના ૬ સહિત
રેન્જના ૨૯ રીઢા ગુનેગારોની યાદી જાહેર કરી છે. આરોપીઓની સચોટ માહિતી આપનારને રૃ.૫,૦૦૦થી રૃ.૨૦,૦૦૦ સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે.
રાજકોટ રેન્જના આઈજી નિલપ્ત રાયે રેન્જની હદમાં આવતા વિવિધ જિલ્લાઓના ૨૯
જેટલા નાસતા ફરતા આરોપીઓની યાદી જાહેર કરી, પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, લખતર, સાયલા અને લીંબડી પોલીસ મથકના ૬ ગંભીર ગુનેગારોનો સમાવેશ થાય છે. જેઓને
છેલ્લા ઘણા સ્થાનિક પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે.
આ આરોપીઓ હત્યા, લૂંટ, છેતરપિંડી અને નાર્કોેટિક્સ
જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આઈજી દ્વારા આ આરોપીઓની ભાળ મેળવનાર માટે રોકડ
ઇનામની જાહેરાત કરવામાં આવી છે અને માહિતી આપનારનું નામ ગપ્ત રાખવામાં આવશે. આ
બાબતે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને પણ સૂચના આપી અલગ-અલગ ટીમો કામે
લગાડવામાં આવી છે.
વોન્ટેડ આરોપીઓ અને જાહેર થયેલી ઇનામની રકમ (ટેબલ)
આરોપીનું નામ અને સરનામું ગુનાનો
પ્રકાર / પોલીસ મથક ઇનામની રકમ
રાજલખાન શખીમહમ્મદ (મધ્યપ્રદેશ) પોક્સોનો
ગુનો (વઢવાણ) રૃ.૫,૦૦૦
મનુભા માનસિંહ ઝાલા (સુરેન્દ્રનગર) હત્યાનો
ગુનો (વઢવાણ) રૃ.૮,૦૦૦
અલીભાઈ નથુભાઈ ડફેર (લખતર) લૂંટ, હત્યાનો
પ્રયાસ (લખતર) રૃ.૧૦,૦૦૦
સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર (રાજસ્થાન) છેતરપિંડી, મારામારી
(લખતર) રૃ.૫૦૦૦
ડાલુરામ હાલુજી ગુર્જર (રાજસ્થાન) છેતરપિંડી, મારામારી
(લખતર) રૃ.૫,૦૦૦
ભીખાભાઈ ભુરાભાઈ કુના (મહારાષ્ટ્ર) નાર્કોટિક્સ/પ્રોહીબિશન
(સાયલા-ચોટીલા) રૃ.૨૦,૦૦૦















