• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Load More

અમેરિકાની ૧૦ દિવસ રાહત સામે ઈરાન પર ઈઝરાયેલના ભયાનક હુમલાની ચેતવણી

મુંબઈ : કેન્દ્ર સરકારે એક તરફ પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝમાં ઘટાડો કરીને રાહત આપ્યા સામે ઈંધણની નિકાસ પર ફરી ટેરિફ લાગુ કરવાનું જાહેર કર્યાની અને અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને નવા ૯૫ નજીકના  તળીયે આવી જતાં અને ક્રુડ ઓઈલના ભાવ પણ વધતાં ભારતીય બજારો પર આજે માઠી અસર પડી હતી. જ્યારે  ઈરાનના મહત્વના એનજીૅ ઈન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ૧૦ દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યા સામે ઈઝરાયેલ દ્વારા ઈરાનને જડબાતોડ જવાબી ભયાનક હુમલાની ચેતવણી અપાતાં ઈરાન-ઈઝરાયેલ યુદ્વ અત્યંત સ્ફોટક બનવાના એંધાણ અને વિશ્વભરમાં એનજીૅ કટોકટી સર્જાવા લાગતાં પરિસ્થિતિ અંકુશ બહાર ઝઈ રહી હોઈ વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય શેર બજારોમાં બ્લેક ફ્રાઈડે પૂરવાર થયો હતો. ક્રુડ ઓઈલ, એલપીજી સહિતનો વિશ્વનો પુરવઠો તળીયે જવા લાગ્યાનું અને વિવિધ દેશો એનજીૅ કટોકટી જાહેર કરવા લાગ્યા હોઈ ભારતમાં પણ સરકારના પૂરતાં સ્ટોકના આશ્વાસન છતાં લોકોમાં સ્ટોક  જલદી ખૂંટી જવાનો ફફડાટ અફવાઓના કારણે  ફેલાઈ જતાં વિવિધ રાજયોમાં પેટ્રોલ પમ્પો પર લાઈનો લાગતાં પરિસ્થિતિ આગામી દિવસોમાં કથળવાના ભયે આજે સેન્ટીમેન્ટ અત્યંત ડહોળાયું  હતું. આ ઉપરાંત માર્ચ એન્ડિંગને લઈ નાણા વર્ષ ૨૦૨૫-૨૬ પૂરું થતાં પણ છેલ્લા દિવસોમાં ચોપડે નુકશાની બુક કરવા ફંડો, ખેલાડીઓએ શેરોમાં મોટું સેલિંગ કરતાં પડતાં બજારમાં પેનીક જોવાયું હતું. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી. સેન્સેક્સ ૧૬૯૦.૨૩ પોઈન્ટ તૂટીને ૭૩૫૮૩.૨૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૮૬.૮૫ પોઈન્ટ ગબડીને ૨૨૮૧૯.૬૦ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૫૪૬ પોઈન્ટ તૂટયો 

દેશભરમાં ફરી ઈંધણની અછતની અફવાઓએ પેટ્રોલ પમ્પો પર લાઈનો લાગતાં અને હવે યુદ્વને લઈ પુરવઠો કેટલો સમય પર્યાપ્ત જળવાઈ રહેશે એની અનિશ્ચિતતાના કારણે ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણને ફટકો પડવાના અંદાજોએ આજે ફરી ઓટો શેરોમાં ધબડકો બોલાયો હતો. જેગુઆર લેન્ડરોવરના પ્લાન્ટમાં ઉત્પાદન અટક્યાના અહેવાલો પાછળ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૪.૯૦ તૂટીને રૂ.૩૦૩.૨૦, અશોક લેલેન્ડ રૂ.૭.૯૫ તૂટીને રૂ.૧૬૩, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૭૦.૮૫ તૂટીને રૂ.૧૮૧૪.૭૦,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૭ ઘટીને રૂ.૩૦૪૦.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૧૪૫.૯૫ તૂટીને રૂ.૫૧૪૫.૦૫, મારૂતી સુઝુકી રૂ.૩૧૬.૪૦ ઘટીને રૂ.૧૨,૩૮૭.૯૦, એક્સાઈડ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૩૦૦.૮૦, બોશ રૂ.૭૫૮.૯૦ ઘટીને રૂ.૨૯,૬૨૯.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૪૬.૧૯ પોઈન્ટ તૂટીને ૫૩૮૭૧.૦૬ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૬૩૨ પોઈન્ટ ખાબક્યો 

ફરી ફંડો, મહારથીઓએ બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં આજે હેમરિંગ કરીને કડાકો બોલાવી દીધો હતો. બજાજ ફાઈનાન્સ રૂ.૩૮.૧૦ તૂટીને રૂ.૮૪૪.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૧૨.૭૫ તૂટીને રૂ.૨૫૯.૯૫, કેનેરા બેંક રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૩૦.૩૫, પીએનબી રૂ.૪.૯૦ ઘટીને રૂ.૧૦૫.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૦.૫૦ તૂટીને રૂ.૧૦૨૦.૦૫, એચડીએફસી બેંક રૂ.૨૫.૪૫ તૂટીને રૂ.૭૫૬.૨૫, એયુ બેંક રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૮૮૩.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૬૩૨.૦૯ પોઈન્ટ ગબડીને ૫૮૮૧૬.૯૩ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ તૂટયો 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો, ખેલાડીઓએ આજે ફરી ધૂમ વેચવાલી કરતાં વ્યાપક કડાકો બોલાઈ ગયો હતો. સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૪૩.૯૦ તૂટીને રૂ.૨૬૨૯.૩૦, મઝગાંવ ડોક રૂ.૯૨.૫૫ ઘટીને રૂ.૨૧૬૩.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૯૭૪.૧૫ ઘટીને રૂ.૨૪૬૯૧.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૩.૬૫ ઘટીને રૂ.૧૧૩૭.૧૦, સીજી પાવર રૂ.૨૪.૨૫ ઘટીને રૂ.૬૬૭.૮૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૭.૯૫ ઘટીને રૂ.૧૩૪૪.૪૦, જયોતી સીએનસી રૂ.૨૫.૬૦ ઘટીને રૂ.૭૫૧.૬૫, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૬૧ ઘટીને રૂ.૭૯.૨૫, વારી એનજીૅ રૂ.૮૭.૬૦ ઘટીને રૂ.૩૦૯૦.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૩૦.૩૫ પોઈન્ટ તૂટીને ૬૫૭૦૨.૫૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ગાબડાં 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે વ્યાપક વેચવાલીએ ગાબડાં પડયા હતા. બ્લુ સ્ટાર રૂ.૬૯.૬૫ ઘટીને રૂ.૧૬૭૫.૦૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૯૨.૧૦ ઘટીને રૂ.૧૦૦૨૦.૨૫, વોલ્ટાસ રૂ.૪૬.૭૫ ઘટીને રૂ.૧૩૨૨, હવેલ્સ રૂ.૩૭.૬૫ ઘટીને રૂ.૧૨૩૧.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૭૯.૭૫ પોઈન્ટ તૂટીને ૫૩૭૧૧.૪૯ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફરી ધોવાણ 

ક્રુડ ઓઈલના  પુરવઠાની અનિશ્ચિતતા અને બીજી તરફ મોંઘવારી વધવા લાગી હોઈ લોકોની ખરીદ શક્તિ ઘટવાના નેગેટીવ પરિબળે એફએમસીજી  શેરોમાં પણ આજે ફરી ફંડો વેચવાલ બનતાં મોટું ધોવાણ થયું હતું. સુખજીત સ્ટાર્ચ રૂ.૧૪.૮૫ ઘટીને રૂ.૧૪૦.૬૫, એન્ડ્રયુ યુલે રૂ.૧.૩૯ ઘટીને રૂ.૧૬.૬૬, ગોડફ્રે ફિલિપ રૂ.૧૫૮.૨૦ ઘટીને રૂ.૧૯૦૨.૧૦, ફૂડ્સઈન રૂ.૩.૯૧ ઘટીને રૂ.૪૯.૨૮, ટેસ્ટી બાઈટ રૂ.૩૭૫.૪૦ ઘટીને રૂ.૬૭૭૯.૮૫, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૨૧૭.૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૨૫.૯૩ પોઈન્ટ તૂટીને ૧૭૦૯૫.૩૪ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થયા 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે સાવચેતીમાં ફરી હળવા થવાનું પસંદ કરતાં નરમાઈ રહી હતી. સન ફાર્મા એડવાન્સ રૂ.૧૧ ઘટીને રૂ.૧૨૦.૭૫, થેમીસ મેડી રૂ.૫.૪૮ ઘટીને રૂ.૬૯.૭૨, ડીકાલ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૧૪૩, કોપરાન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૧૧૩.૫૦, હાઈકલ રૂ.૯.૬૫ ઘટીને રૂ.૧૫૫.૯૦, શેલબી રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૩૦.૭૦, યુનિકેમ લેબ.  રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૨૮૩.૮૦, વેનબરી રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૨૩૦.૭૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૧.૩૭ પોઈન્ટ ઘટીને ૪૨૪૨૭.૯૬ બંધ રહ્યો હતો.

૩૬૧૫ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આજે ફરી અસાધારણ કડાકો બોલાઈ જવા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલીએ વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૧૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૭૬૧  અને ઘટનારની સંખ્યા ૩૬૧૫  રહી હતી.

FIIની રૂ.૪૩૬૭ કરોડની વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૩૬૭.૩૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી.  જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૩૫૬૬.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. 

રોકાણકારોની સંપતિમાં ધોવાણ

સપ્તાહના અંતે ફરી શેરોમાં સાર્વત્રિક ધૂમ વેચવાલીએ ધબડકો બોલાઈ જતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૮.૮૬  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૨.૧૫  લાખ કરોડ રહી હતી.

Next Post
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

Ahmedabad Hit-and-Run: અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા...

Read more

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In