• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

Load More

Will PNG Run Out? Here’s the Full Explained Story | મધ્ય-પૂર્વમાં જામેલા જંગને કારણે હાલમાં ભારતમાં કુદરતી ગેસની ગંભીર કટોકટી ઊભી થઈ છે. એક તરફ ઘરોમાં LPG સિલિન્ડર માટે બે અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે, તો બીજી તરફ PNG પાઇપલાઇન દ્વારા આવતા ગેસને લઈને ચિંતા વધી છે. આ કટોકટીનું કારણ એ છે કે ભારત પોતાની જરૂરિયાતના માત્ર અડધા જેટલો ગેસ પોતાના સમુદ્ર અને જમીનમાંથી ઉત્પન્ન કરે છે. બાકીનો અડધો ભાગ આયાત કરવો પડે છે, જેમાંથી મોટાભાગનો ગેસ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ ચોકી લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે ભારતમાં ગેસની આયાત ઠપ્પ થઈ છે. ગેસના અભાવે ખાતરના કારખાનાઓમાં પણ ઉત્પાદન ઘટ્યું છે, જેની અસર ખેતી પર પડી રહી છે. અન્ય ક્ષેત્રો પણ પ્રભાવિત થયા છે. દેશને ગતિમાન રાખનારો આ મહત્ત્વપૂર્ણ ગેસ ક્યાંથી આવે છે, કેવી રીતે આપણા ઘરો સુધી પહોંચે છે, અને શું આ ઊર્જા-કટોકટી આવનારા દિવસોમાં વધુ ગંભીર બનશે? ચાલો, જાણીએ.

ભારતમાં પણ ગેસનું ઉત્પાદન થાય છે

ગેસ માટે ભારત સંપૂર્ણપણે વિદેશ પર આધારિત નથી. આપણી પાસે પણ અમુક જગ્યાએ કુદરતી ગેસના ભંડાર છે. દેશની કુલ ગેસ માંગમાંથી આશરે 50 ટકા હિસ્સો આપણે પોતે જ ઉત્પન્ન કરીએ છીએ. 2023માં ભારતે 36.4 અબજ ઘન મીટર (bcm – બિલિયન ક્યુબિક મીટર) જેટલો ગેસ પોતાના સમુદ્રતળ અને જમીનમાંથી કાઢ્યો હતો.

ભારતના બે મુખ્ય ગેસ-ક્ષેત્રો કયા? 

સમુદ્રતળ (Offshore): પૂર્વ કિનારે આવેલું કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિન ગેસ દેશના ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો આપે છે. અહીંથી જ રિલાયન્સ અને ONGC ગેસ કાઢે છે. KG બેસિનના આર ક્લસ્ટર, સેટેલાઇટ્સ ક્લસ્ટર અને MJ જેવા ગેસ-ક્ષેત્રો દેશના કુલ ઉત્પાદનમાં લગભગ 25 ટકાનો હિસ્સો ધરાવે છે.

જમીન પર (Onshore): ઉત્તર-પૂર્વ રાજ્યો, ખાસ કરીને આસામ અને ત્રિપુરા, પણ ગેસ ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવે છે. આ બંને રાજ્યો ભારતના કુલ ગેસ પુરવઠામાં લગભગ 13 ટકા ફાળો આપે છે. મુંબઈ ઓફશોર અને કેમ્બે બેસિન (ગુજરાત) પણ જૂના અને મહત્ત્વના ગેસ-સ્ત્રોત છે.

અડધી જરૂરિયાત આયાત વડે પૂરી કરવી પડે છે

ભારતમાં ઉત્પાદન થતો ગેસ દેશની કુલ જરૂરિયાત કરતાં અડધો જ હોવાથી પચાસ ટકા જેટલો ગેસ આયાત કરવો પડે છે. સરકાર ઈચ્છે છે કે 2030 સુધીમાં દેશની કુલ ઊર્જા જરૂરિયાતમાં કુદરતી ગેસનો હિસ્સો 6-7 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવે. પરંતુ આપણું સ્થાનિક ઉત્પાદન 2030 સુધીમાં વધીવધીને માંડ 38 bcm સુધી પહોંચશે, જે 2023 કરતાં માત્ર 8 ટકા જ વધારે છે. આટલો ગેસ વધતી જતી જરૂરિયાતને પૂરી કરી શકે તેમ નથી. એટલે જ બાકીનો અડધો ભાગ આપણે LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ના રૂપમાં વિદેશથી મંગાવીએ છીએ. ભારત હાલમાં વિશ્વનો ચોથો સૌથી મોટો LNG આયાતકાર છે.

શું છે LNG અને તેનો ઉપયોગ ક્યાં થાય છે?

કુદરતી ગેસને ઠંડો કરીને પ્રવાહી બનાવવામાં આવે તે LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ). તેને માઈનસ 162 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો કરવામાં આવે છે, જેના કારણે તેનું કદ તેના મૂળ કદ કરતા લગભગ 600 ગણું નાનું થઈ જાય છે. આ રીતે તેને જહાજો (ટેન્કર)માં સ્ટોર કરીને સરળતાથી દરિયાપાર મોકલી શકાય છે.

ભારતમાં આ ગેસનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે:

– ઘરગથ્થુ ઉપયોગ: PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) રૂપે રસોઈ માટે અને CNG રૂપે વાહનોમાં.

– ખેતી: યુરિયા ખાતર બનાવવા માટે.

– ઉદ્યોગ: કારખાનાઓમાં મશીનો ચલાવવા અને વીજળી બનાવવા માટે.

ભારતનું LNG ક્યાંથી આવે છે?

આપણા LNG આયાતનું ચિત્ર જોઈએ તો કતાર દાયકાઓથી સૌથી મોટો ભાગીદાર છે. તાજેતરમાં અમેરિકા પણ ઝડપથી મોટો સપ્લાયર બની રહ્યું છે. 2013 અને 2023 વચ્ચે ભારતની LNG આયાતમાં 70 ટકાનો ભારે વધારો થયો છે. કતાર અને અમેરિકા ઉપરાંત UAE, ઓમાન, ઓસ્ટ્રેલિયા, રશિયા અને નાઇજીરીયા પણ ભારતને ગેસ મોકલે છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધથી ભારત પર શું અસર પડી?

અમેરિકા-ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલા યુદ્ધે ભારતની ઊર્જા સુરક્ષા ખોરવી નાંખી છે, કારણ કે આ યુદ્ધે હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ કરી દીધી છે. આ ચોકીમાંથી જ વિશ્વનો 20 ટકા LNG અને ભારતનો લગભગ 90 ટકા LPG આયાત થાય છે.

હાલમાં કેવીકેવી તકલીફો સર્જાઈ છે? 

– LPG (રસોડું ગેસ)ની ડિલિવરીમાં 7 થી 14 દિવસનો વિલંબ થઈ રહ્યો છે.

– કતારથી આવતા ગેસના ઘટાડાને કારણે ખાતરના પ્લાન્ટમાં ઉત્પાદન ઘટાડવું પડ્યું છે, જેની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.

– સરકારે સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક પગલાં લીધાં છે. 12,000 થી વધુ દરોડા પાડ્યા છે અને 15,000 થી વધુ સિલિન્ડર જપ્ત કર્યા છે.

શું PNG (પાઇપ ગેસ) ખતમ થઈ જશે?

તાત્કાલિક તો એવો કોઈ ભય નથી, કારણ કે શહેરોમાં ગેસ વિતરકો પાસે 15 થી 30 દિવસનો બફર સ્ટોક હોય છે. સરકાર પણ ફેક્ટરીઓ અને CNGની સરખામણીએ ઘરેલુ PNGને પ્રાથમિકતા આપે છે. ભારતની LPG સંગ્રહ ક્ષમતા આશરે 12 થી 14 લાખ ટન જેટલી છે.

જો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધો એપ્રિલ પછી પણ લાંબા સમય સુધી ચાલુ રહે તો PNGના ભાવમાં વધારો થાય તેવી આશંકા છે. 

ભવિષ્યમાં ગેસની ખપત સતત વધવાની છે 

ભારતમાં ગેસની ભૂખ સતત વધતી જ રહેવાની છે. 2030 સુધીમાં LNGની માંગ 64 bcm સુધી પહોંચવાની ધારણા છે. આ વૃદ્ધિ દર પાછલા દસ વર્ષ કરતા બમણો છે.

ભલે આપણે KG બેસિનમાં નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, પરંતુ મુંબઈ જેવા જૂના ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. એટલે કે, સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે તો પણ તે માંગ સામે તો ઓછો જ રહેશે. હવે પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે ભારતે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ગલ્ફ બંદરોથી શિપમેન્ટ ભારતમાં પહોંચવામાં માત્ર સાતથી આઠ દિવસ લાગે છે, જ્યારે કે અમેરિકાથી શિપમેન્ટ ભારતમાં પહોંચવામાં સરેરાશ 45 દિવસ લાગે છે. વધુ લાંબી સફર ખેડીને આવતી કોઈપણ ચીજ વધુ મોંઘી સાબિત થતી હોય છે, જે ગેસને પણ લાગુ પડે. ટૂંકમાં, ભવિષ્યમાં ભારતમાં નાગરિકોને ગેસ મળવાનો બંધ તો નહીં થઈ જાય, પરંતુ તે હવે વધુ મોંઘો થશે.

Next Post
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

'યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો...' નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…
GUJARAT

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

Ahmedabad News: તમને પણ આ તસવીરોને જોઈને નવાઈ લાગશે કે શું આ અમદાવાદ છે! એક બે નહીં અનેક એવી ઘટનાઓ...

Read more

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In