• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Indian Census 2027: ભારતની 16મી વસ્તી ગણતરી હવે માત્ર આંકડા ભેગા કરવાની માથાકૂટ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આપણી સંપૂર્ણ જીવનશૈલીનો ‘ડિજિટલ રૅકોર્ડ’ બનશે. આ વખતે સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી છે. 1 એપ્રિલ, 2026થી શરૂ થનારા આ મહા અભિયાનમાં નાગરિકો પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઇન પણ ભરી શકશે. આ પહેલીવાર છે જ્યારે વસ્તી ગણતરીમાં ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ અપાયો છે. હાલમાં જ સરકારે વસ્તી ગણતરીમાં કયા પ્રશ્નો પૂછાશે એની યાદી બહાર પાડી છે. ચાલો જાણીએ કે એ 33 પ્રશ્નો કયા છે.

શા માટે આ વસ્તી ગણતરી ખાસ છે?

આ વસ્તી ગણતરી બંધારણની કલમ Census Act, 1948 હેઠળ હાથ ધરાશે. આ સ્વતંત્રતા પછીની 8મી અને દેશની 16મી વસ્તી ગણતરી બનશે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે ડેટા ઈલેક્ટ્રોનિક રીતે પણ એકત્રિત કરાશે. જે અગાઉની ગણતરીથી અલગ છે. આ માટે સરકારે લગભગ 30 લાખ લોકોને નિયુક્ત કર્યા છે, જેઓ એન્ડ્રોઇડ અને અને આઇ-ઓએસ પ્લેટફોર્મ પર ચાલતી મોબાઇલ એપ દ્વારા માહિતી એકત્રિત કરશે.

1 એપ્રિલથી શરૂ થશે ઘરની યાદી

વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 2026થી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. આ દરમિયાન ‘ઘર યાદી’ અને ‘રહેઠાણ ગણતરી’ કરાશે. આ તબક્કામાં નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછાશે. બીજો તબક્કો 2027માં શરૂ થશે. એ જાતિ ગણતરીનો હશે, જેના માટેની સૂચના પછી જાહેર કરાશે. 

લિવ-ઇન રિલેશનશિપને સત્તાવાર દરજ્જો

આ વસ્તી ગણતરીમાં સૌથી ચર્ચિત અને નોંધપાત્ર ફેરફાર લિવ-ઇન રિલેશનશિપને લઈને છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દંપતી લિવ-ઇન સંબંધમાં રહેતું હોય અને તેમના સંબંધને ‘સ્થિર’ માનતું હોય, તો તેમને વસ્તી ગણતરીમાં ‘પરિણીત યુગલ’ તરીકે ગણાશે. દેશમાં સરકારે પહેલીવાર સરકારી વસ્તી ગણતરીમાં આવી સામાજિક વ્યવસ્થાને સત્તાવાર માન્યતા આપી છે.

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી... 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશે 33 સવાલ 2 - image

ઘરની રચનાથી લઈને વાહનો સુધી, પૂછાશે 33 સવાલ

આ વસ્તી ગણતરીમાં ઘરની રચના, સુવિધાઓ અને સંપત્તિ સુધીના અનેક પ્રશ્નો પૂછાશે. અહીં તે 33 પ્રશ્નોની માહિતી અપાઈ છે.

1.  મકાન નંબર: નગરપાલિકા અથવા સ્થાનિક સત્તા મંડળ દ્વારા અપાયેલો નંબર.

2.  વસ્તી ગણતરી ઘર નંબર: ગણતરીકાર દ્વારા અપાતો ખાસ નંબર.

3.  ઘરનો ફ્લોર: ઘરના ફ્લોર માટે કઈ મુખ્ય સામગ્રી (સિમેન્ટ, લાકડું, માટી વગેરે) વપરાઈ છે?

4.  દીવાલોની સામગ્રી: ઘરની દીવાલો કઈ સામગ્રીથી બનેલી છે?

5.  છતની સામગ્રી: ઘરની છત કઈ સામગ્રીની બનેલી છે?

6.  ઘરનો ઉપયોગ: શું આ ઘર રહેવા માટે છે, દુકાન છે કે બીજા કામમાં વપરાય છે?

7.  ઘરની સ્થિતિ: ઘર સારી, સામાન્ય કે નબળી સ્થિતિમાં છે?

આ પણ વાંચો: Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે

પરિવારની માહિતી

8.  ઘરગથ્થુ નંબર: પરિવારનો ક્રમ નંબર.

9.  પરિવારના સભ્યોની સંખ્યા: આ ઘરમાં કેટલા લોકો રહે છે?

10. ઘરના વડાનું નામ: પરિવારના મુખિયાનું પૂરું નામ.

11. ઘરના વડાનું લિંગ: પુરુષ, સ્ત્રી કે અન્ય.

12. ઘરના વડાની સમુદાય શ્રેણી: શું તેઓ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) કે અન્ય શ્રેણીમાં આવે છે?

13. માલિકીનો દરજ્જો: ઘર માલિકીનું છે, ભાડાનું છે કે બીજી કોઈ રીતે કબજામાં છે?

14. રહેવાના રૂમની સંખ્યા: પરિવાર દ્વારા કબજામાં લેવાયેલા રહેવાના રૂમ કેટલા છે?

15. પરિણીત યુગલોની સંખ્યા: આ ઘરમાં કેટલા પરિણીત યુગલો રહે છે? (લિવ-ઇન યુગલો પણ આમાં સામેલ)

ઘરની સુવિધાઓ

16. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત: પાણી નળ, ટ્યુબવેલ, કૂવા કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી પાણી મળે છે?

17. પીવાના પાણીની ઉપલબ્ધતા: શું આખું વર્ષ પાણી ઉપલબ્ધ રહે છે?

18. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત: ઘરમાં વીજળી, સોલાર કે બીજું કયું સાધન વપરાય છે?

19. શૌચાલયની પહોંચ: ઘરમાં શૌચાલયની સુવિધા છે?

20. શૌચાલયનો પ્રકાર: શું તે ફ્લશ લેટ્રીન છે કે પિટ લેટ્રીન?

21. ગંદા પાણીનું આઉટલેટ: ઘરનું ગંદુ પાણી ક્યાં જાય છે? (ગટર, સેપ્ટિક ટાંકી કે ખુલ્લી જગ્યા)

22. સ્નાન સુવિધાની ઉપલબ્ધતા: ઘરમાં બાથરૂમ છે કે નહીં?

23. રસોડાની ઉપલબ્ધતા: ઘરમાં રસોડું છે? LPG/PNG કનેક્શન છે?

24. રસોઈ માટેનું મુખ્ય બળતણ: લાકડા, ગેસ, કેરોસીન કે અન્ય કયું બળતણ વપરાય છે?

આ પણ વાંચો: અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા… જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ

ઘરની સંપત્તિ અને સગવડો

25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર: ઘરમાં રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર છે?

26. ટેલિવિઝન: ઘરમાં ટીવી છે?

27. ઇન્ટરનેટ ઍક્સેસ: ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે?

28. લેપટોપ/કમ્પ્યુટર: ઘરમાં લેપટોપ કે કમ્પ્યુટર છે?

29. ટેલિફોન/મોબાઇલ ફોન: ઘરમાં મોબાઇલ કે લેન્ડલાઇન ફોન છે?

30. સાયકલ/સ્કૂટર/મોપેડ: ઘરમાં આ પ્રકારના વાહનો છે?

31. કાર/જીપ/વાન: ઘરમાં ચાર પૈડાં વાહન છે?

અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી

32. મુખ્ય અનાજ: ઘરમાં મુખ્યત્વે કયા અનાજ(ઘઉં, ચોખા, જુવાર વગેરે)નો ઉપયોગ થાય છે?

33. મોબાઇલ નંબર: ફક્ત વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાશે. 

તમે પણ તમારી માહિતી ઘરે બેઠા ભરી શકો છો

આ વખતની સૌથી મોટી સુવિધા એ છે કે નાગરિકો ‘સ્વ-ગણતરી’ પોર્ટલ દ્વારા પોતાની માહિતી જાતે ઓનલાઇન દાખલ કરી શકશે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો તો ગણતરીકાર તમારા ઘરે આવશે નહીં. આ પોર્ટલ પર ઉપરોક્ત 33 પ્રશ્નોની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ છે, જે તમારે ભરવાની રહેશે.

વસ્તી ગણતરીની ગુપ્તતા અને ખર્ચ

આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ગુપ્ત રખાશે. એટલે કે તમે જે માહિતી આપો છો તે RTI (Right to Information) હેઠળ પણ જાહેર કરાશે નહીં. આ પ્રક્રિયા માટે સરકારે ₹11,718 કરોડથી વધુના ખર્ચને મંજૂરી આપી છે. આટલો મોટો ખર્ચ મુખ્યત્વે ડિજિટલ સાધનો, ગણતરીકારોની તાલીમ અને અન્ય વ્યવસ્થામાં થવાની શક્યતા છે. 

Next Post
સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In