![]()
– આદર્શ આચારસંહિતા લાગુ, અધિકારી-કર્મચારીઓની બદલી-રજા પર પ્રતિબંધ
– બીએમસીની 52, ન.પા.ની 96 અને તા.પં.ની 40 બેઠક માટે ચૂંટણી જંગ જામશે : 26મી એપ્રિલે મતદાન, 28 મીએ પરિણામ
ભાવનગર : રાજ્યના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી ૨૬મી એપ્રિલે ભાવનગર મહાનગરપાલિકાની સાથે જિલ્લાની ત્રણ નગરપાલિકા અને દસ તાલુકા પંચાયતની કુલ ૧૮૮ બેઠક માટેની ચૂંટણીનો જંગ ખેલાશે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ એપ્રિલ માસના અંતિમ તબક્કામાં જાહેર કરી દેવાઈ છે. જેમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની બાવન બેઠકની સામાન્ય ચૂંટણી ઉપરાંત મહુવા (૩૬ બેઠક), પાલિતાણા (૩૬ બેઠક) અને વલ્લભીપુર નગરપાલિકા (૨૪ બેઠક) તેમજ જિલ્લા પંચાયત હેઠળની વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલિતાણા, ભાવનગર (ગ્રામ્ય), ઘોઘા, તળાજા, ગારિયાધાર, સિહોર અને જેસર તાલુકા પંચાયતની ૪૦ બેઠક માટે પણ સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણીનું મતદાન ૨૬મી એપ્રિલે થશે અને ૨૮મીએ મતગણના સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.
રાજ્યના ચૂંટણી આયોગે આજે બુધવારે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમની સાથે ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે અધિકારી-કર્મચારીઓની બદલી-રજાઓ ઉપર પ્રતિબંધ લાગી ગયો છે. સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત-વચનો અને સરકારી સેવાઓ-જાહેર સાહસોમાં નિમણૂક આપી નહીં આપી શકે. ચૂંટણી જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો એક્ટીવ મોડમાં આવી ગયા છે.
બોટાદ : બે ન.પા., ચાર તા.પં.ની ચૂંટણી યોજાશે
બોટાદ જિલ્લામાં પણ આગામી ૨૬મીના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જેમાં બોટાદ અને બરવાળા નગરપાલિકા તેમજ જિ.પં. હેઠળની બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
બન્ને જિલ્લાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ
|
વિગત |
તારીખ |
|
જાહેરનામું/ચૂંટણીની |
૦૬-૦૪-૨૦૨૬ |
|
ઉમેદવારીપત્રો |
૧૧-૦૪-૨૦૨૬ |
|
ઉમેદવારીપત્રોની |
૧૩-૦૪-૨૦૨૬ |
|
ઉમેદારી |
૧૫-૦૪-૨૦૨૬ |
|
મતદાન |
૨૬-૪-૨૦૨૬ |
|
પુનઃ |
૨૭-૦૪-૨૦૨૬ |
|
મતગણતરી |
૨૮-૦૪-૨૦૨૬ |
|
ચૂંટણી |
૩૦-૦૪-૨૦૨૬ |















