• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

Load More

Congress Rally In Assam: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાના લોકો સાથે રહે છે. કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં અસલી તાકાત હોય અને દેશ ચલાવવામાં દરેક વર્ગને ભાગીદારી મળે. બીજી તરફ ભાજપની વિચારધારા છે કે આસામને દિલ્હીથી ચલાવવામાં આવે. મારા મતે, અત્યારે આ જ લડાઈ ચાલી રહી છે.’

‘આસામના નિર્ણયો દિલ્હીથી લેવાય છે’

રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ‘અમે અનુચ્છેદ 244A એટલા માટે લાગુ કર્યો કારણ કે અમારું માનવું છે કે નિર્ણયો સ્થાનિક સ્તરે લેવાવા જોઈએ. આ નિર્ણયો ગુવાહાટી કે દિલ્હીથી નહીં, પરંતુ અહીં તમારા નેતાઓ અને પરિષદો લે. આ જ અમારી અને તેમની વચ્ચેનો તફાવત છે. તમને લાગે છે કે નિર્ણયોનો સિલસિલો ગુવાહાટીથી શરૂ થાય છે, પરંતુ એવું નથી.’

‘દિલ્હીના નિર્ણયો અમેરિકાથી..’

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ‘આજે જો ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી ઓઇલ ખરીદવા માંગતું હોય, તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા પાસેથી મંજૂરી લેવી પડે છે. આપણે પૂછ્યા વગર ઓઇલ ખરીદી શકતા નથી. નરેન્દ્ર મોદીએ ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે. હવે તેઓ પોતાની મરજીથી આ ડેટાનો ઉપયોગ કરી શકે છે અથવા તેને જમા રાખી શકે છે.’

‘આ સોદો કેમ થયો?’

તેમણે એમ પણ કહ્યું કે ‘મોદીએ વચન આપ્યું છે કે ભારત દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદશે. આનાથી આપણા નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતે અમેરિકાને ઘણું આપ્યું છે, પરંતુ બદલામાં આપણને કંઈ મળ્યું નથી. અહીં ટેક્સ વધી ગયો છે, આપણો ડેટા શેર થઈ ગયો છે અને ઓઇલ ખરીદવાના વિકલ્પો ઘટી ગયા છે. સવાલ એ છે કે આ સોદો કેમ થયો? રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નિયંત્રિત કરે છે.’

‘તમારી જમીન મોટા ઉદ્યોગપતિઓને આપી દેવાઈ’

વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે ‘તમારી જમીન છીનવીને અદાણી, અંબાણી અને પતંજલિને આપી દેવામાં આવી છે. હજારો વીઘા જમીન બીજી મોટી કંપનીઓને પણ મળી છે. તમારે એ સમજવું પડશે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમે વિચારતા હશો કે હું અહીં આની વાત કેમ કરી રહ્યો છું. તમારે એ સમજવું પડશે કે દબાણ ક્યાંથી આવી રહ્યું છે. તે કરારમાં ભારતની ખેતી-ખેડૂતોના રસ્તાઓ એવી રીતે ખોલવામાં આવ્યા છે, જેની ખરાબ અસર આપણા ખેડૂતો પર પડી રહી છે.’

Next Post
વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda…

વુડાના 60 ટકા મકાનો 15 વર્ષથી ખાલી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા | 60 percent of houses in Vuda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…
GUJARAT

Dholka Kheda Highway Bike Accident: ધોળકા-ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકની ટકકરે બાઈક પર...

Read more

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In