![]()
પોલીસે સ્થળ પરથી ૧૬ હજારની રોકડ જપ્ત કરી
બહારગામથી આવેલા જુગારીયા પાસે મોબાઇલ-વાહન નહીં મળતા કામગીરી સામે સવાલ
વિરમગામ – વિરમગામ શહેરના
રહેણાંક મકાનની આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે
ઝડપાયેલા શખ્સો પાસેથી રૃ.૧૬,૨૫૦ની ફક્ત રોકડ રકમ જપ્ત કરી
ગુનો નોંધ્યો હતો.
વિરમગામ શહેરના ખંભારવાડા વિસ્તારમાં નજીરભાઈ વેપારીના ઘરની આગળ કેટલાક
શખ્સો જુગાર રમતો હોવાની બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે રેડ કરી હતી. રેડ
દરમિયાન (૧) નજીરભાઈ ઉંમરભાઈ વેપારી રહે. ખંભારવાડા (૨) રસુલભાઈ અહેમદભાઈ મીયાણા
રહે. મુસાફરી બંગલો (૩) ઈકબાલભાઈ કેશુભાઈ સિપાહી રહે. તાઈવાડા (૪) બીજલભાઇ મગનભાઈ
ઠાકોર રહે.ભોજવા (૫) અશ્વિનભાઈ મૂળજીભાઈ ઠક્કર રહે.મોટી મજેઠી તા. પાટડી (૬)
રણજીતજી મફાજી ઠાકોર રહે. માનપુરા, તા.માંડલ (૭) અક્રમ રસુલભાઈ મિયાણા
રહે. મુસાફરી બંગલો (૮) સાજીદભાઈ નૂરમહંમદભાઈ તાઈ રહે તાઈવાડાને જુગાર રમતા ઝડપી
પાડયા હતા. અંગ જડતી રૃપિયા ૧૧,૧૫૦ દાવ ઉપરથી ૧૧૦૦ મળી કુલ
રૃપિયા ૧૬,૨૫૦ની ફક્ત રોકડ રકમ ઝડપી પાડી હતી. આ રેડ દરમિયાન
બહારગામથી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા શખ્સો પાસેથી મોબાઇલ કે
વાહન સહિત અન્ય મુદ્દામાલ કબજે ન થતા વિરમગામ ટાઉન પોલીસની કામગીરી અને પારદશતા
સામે સવાલો ઊભા થયા છે.















