![]()
અમદાવાદ, શુક્રવાર
પૂર્વમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે જાહેરમાં નિર્દોષ લોકો ઘાતક ઉપર હુમલા કરી રહ્યા છે. વટવામાં મારા દુશ્મને કેમ બોલાવો કહીને યુવક અને તેના સાઢુને તલવારના ઘા માર્યા હતા આ સમયે છોડાવવા વચ્ચે પડેલી મહિલાને પણ લાફા માર્યા બાદ તેના વાહનને ટક્કર મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગ વટવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વટવામાં યુવક અને સાઢુ ઉપર હુમલા સમયે છોડાવવા વચ્ચે પડેલી મહિલાને લાફા મારી તેના વાહનને ટક્કર મારી આરોપીઓ નાસી ગયા
વટવામાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવા ચાર માળિયા પાસે રહેતા આદિલ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની તબિયત સારી ન હોવાથી ગઇકાલે રાતે બે વાગે તેમના સાઢુના ઘરે ગયો હતો ત્યારબાદ બંન્ને નજીકમાં આવેલા પાર્લર ઉપર બેસીને વાતો કરતા હતા. અ તે સમયે આરોપી સાકીર નામનો યુવક તેના બે મિત્રો સાથે તલવાર લઇને આવ્યો હતો અને પાડોશી આરોપીના ઘર પાસે આંટાફેરા મારીને જતા રહ્યા હતા.
જે વાતની જાણ આરોપીને થતા તે કાર લઇને આવ્યો હતો અને ફરિયાદી યુવકને તમે મારા દુશ્મનને અહિયા બોલાવ્યો હતો કહીને તકરરા કરી હતી યુવક તથા તેમના સાઢુ સાથે મારા મારી કરી હતી. આ સમયે ત્યાં રહેતી મહિલાએ આવીને ઝઘડો કરવાની ના પાડતા તેને લાફા માર્યા હતા. જેથી યુવક અને તેના સાઢુ છોડાવવા વચ્ચે પડતા આરોપીએ કારમાંથી તલવાર લઇ આવીને બન્ને ઉપર હુમલો કરી લોહી લુહાણ કર્યા હતા બુમાબુમ થતા આસપાસના લોકો આવીને છોડાવીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમજ આરોપી ત્યાંથી નાસી ગયો હતો.















