અમદાવાદ,શનિવાર,4
એપ્રિલ, 2026
પાંચ વર્ષે એક વખત મતદાન કરવાનો અવસર મળતો હોવાથી મતદારો પણ
જે ઉમેદવારો તેમને અયોગ્ય લાગે તેને પરચો બતાવી ઘરનો રસ્તો બતાવતા હોય
છે.વર્ષ-૨૦૨૧ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ચાર
વોર્ડમાં ડિપોઝીટ ગુમાવવી પડી હતી. કોંગ્રેસના કુલ ૬૫ , આપના ૧૪૭ સહિત
કુલ ૪૫૦થી પણ વધુ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવાની નોબત આવી હતી.
ગત ચૂંટણીના પરિણામ જાહેર થયા તે ખાસ કરીને અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનમા સતત ત્રણ ટર્મથી સત્તા સ્થાને રહેલા ભાજપ માટે પણ આફટર શોક સમાન રહયા હતા. આ પાછળનુ મુખ્ય
કારણ ગોમતીપુર ઉપરાંત મકતમપુરા ,દાણીલીમડા
અને જમાલપુર વોર્ડમાં તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરાઈ હતી.ગોમતીપુર અને દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
હતી. જમાલપુર વોર્ડમાં એઆઈએમઆઈએમની પેનલ જીતી હતી.જયારે મકતમપુરા વોર્ડમાં ત્રણ
એઆઈએમઆઈએમના અને એક કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.૪૮ વોર્ડની ૧૯૧ બેઠક માટે કુલ
૭૭૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ૯૦૭ ફોર્મ રદ કરવામા આવ્યા હતા.૨૪ ઉમેદવારોએ
ફોર્મ પરત ખેંચ્યા હતા.
નારણપુરાની એક બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા
વર્ષ-૨૦૨૧માં નારણપુરા વોર્ડ માટે કોંગ્રેસે જાહેર કરેલા
મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળે ફોર્મ
પરત કરતા ભાજપના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ વિજેતા જાહેર કરવામા આવ્યા
હતા. ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠકકરબાપાનગર વોર્ડ એમ બે વોર્ડના
કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.
વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં પક્ષવાર કેટલા ઉમેદવાર મેદાનમા હતા
પક્ષ ઉમેદવાર
ભાજપ ૧૯૧
કોંગ્રેસ ૧૮૮
આપ ૧૫૫
બસપા ૫૫
મિમ ૦૭
માર્કસવાદી ૦૪
બીએસપી ૦૨
જેડીયુ ૦૧
જેડીએસ ૦૩
કોંગ્રેસ માંડ માંડ સાત બેઠક બચાવી શકી
વર્ષ-૨૦૨૧માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણીમા અલગ અલગ વોર્ડની સાત બેઠક
કોંગ્રેસ માંડ માંડ એટલે કે પાતળી સરસાઈથી જીતીને બેઠક બચાવી શકી હતી.
વોર્ડ જીતની
સરસાઈ
મકતમપુરા ૧૦૦૧
ચાંદખેડા ૩૦૮
દરિયાપુર ૪૯૧
ઈન્ડિયા કોલોની ૩૯૮
અમરાઈવાડી ૬૬૯
બહેરામપુરા ૧૬૦
બહેરામપુરા ૮૫૬















