![]()
વડોદરા,ભરણ પોષણના કેસમાં સજા થયા પછી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
ખંભાતની ફેમિલી કોર્ટમાં થયેલી બાળક અને પત્નીના ભરણ પોષણના કેસમાં દિપક ચતુરભાઇ મકવાણા (રહે. રૃક્ષ્મણી નગર, ન્યુ સમા રોડ) સજા થઇ હતી. તેની સામે વોરંટ ઇશ્યૂ થયું હતું. છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા દિપક મકવાણાની ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એમ. ગઢવીની સૂચના મુજબ શોધખોળ શરૃ કરવામાં આવતા આરોપી ઝડપાઇ ગયો હતો. સજા વોરંટના આધારે આરોપીને સજા ભોગવવા વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.















