![]()
વડોદરા,ગોત્રી વિસ્તારમાંથી ૮ દિવસ પહેલા ગેસ સિલિન્ડરની ચોરી થવાના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.
ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે અજબડી મિલ ઠેકરનાથ સ્મશાન પાસેથી બાઇક પર ગેસના બે બોટલ લઇને જતા રાહુલ રાજુભાઇ (રહે. પીળા વુડાના મકાનમાં, ખોડિયારનગર) તથા સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ વિનયસિંગ (રહે. ખોડિયારનગર નજીક) ને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. તેઓની બાઇકની નંબર પ્લેટ પણ તૂટેલી હતી. ગેસના બોટલ અંગે તેઓ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે, આઠ દિવસ પહેલા ગોત્રી નિલાંબર સર્કલ પાસે દુકાનમાંથી બપોરના સમયે બોટલની ચોરી કરી હતી. જે અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે સિલિન્ડર તથા એક બાઇક કબજે કર્યા છે.















