Iran America War : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સીઝફાયર તેમજ હોર્મુઝને ખોલવાના પ્રસ્તાવ વચ્ચે અમદાવાદના ઉદ્યોગ-ધંધાની સ્થિતિ આવનાર દિવસોમાં કેવી રહેશે? ઈન્ડસ્ટ્રી ઓનર્સે કહ્યું, વેપાર-ધંધા સામાન્ય થતા હજુ બે થી ત્રણ મહિના લાગશે. સ્થિતિ જે પ્રકારે વણસી છે તે જોતા તમામ પુરવઠ્ઠો અને ફસાયેલો જથ્થો પહોંચતા સમય લાગી શકે છે. ઉપરાંત હોર્મુઝ અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી.
40 દિવસમાં અમદાવાદની ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન?
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં સીઝફાયર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાની સંમતિ સધાઈ છે. અમદાવાદમાં પણ છેલ્લા 40 દિવસથી વિવિધ ઈન્ડસ્ટ્રીને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમાં હવે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. રબર પાર્ટ્સ મેન્યુફેક્ચર, સ્ટીલ સ્ક્રેપ, પ્લાસ્ટિક અને ટેકનિકલ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, હોર્મુઝ ખોલવાના સમાચારથી ઇંધણનો સપ્લાય હવે નિયમિત બનશે.





















