![]()
શરીર સંબંધ બાંધવાની ધમકી આપતો હતો
મહિલાએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
ભાવનગર – અજાણ્યા ઇસમે વોટ્સએપ દ્વારા મહિલાને મેસેજ દ્વારા અભદ્ર ફોટાની માંગણી કરી તેમજ શરીર સંબંધ બાંધવાની ધમકીઓ અને ગાળો આપનાર ઇસમને ગણતરીના કલાકોમાં ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર પંથકની મહિલાને અજાણ્યા ઇસમે વોટ્સએપ દ્વારા મેસેજ દ્વારા અભદ્ર ફોટાની માંગણી કરી તેમજ મહિલાના વિડીયો એપ પર અપલોડ કરવાની અને શરીર સંબંધ બાંધવાની ધમકીઓ અને ગાળો આપનાર વિરૃધ્ધ મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ ૭૫(૨), ૭૫(૩), ૭૮(૨), ૩૫૧(૨), ૩૫૧(૪) તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ધુ્રવકુમાર જમનાદાસ તલસાણીયા (રહે.ગામ કુંભણ, ગ્રામ પંચાયત પાછળ તા.પાલીતાણા જી.ભાવનગર) ને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.















