• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉમેદવારી ફોર્મ નહીં ભરી શકતાં કલેક્ટર કચેરીમાં ફિનાઈલ પી લીધું!

સુરત: સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

અમદાવાદના નરોડામાં કાર્યકરોનો સામૂહિક રાજીનામા

ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ ભાજપના કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી રોષ ઠાલવ્યો હતો. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. નરોડા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કોમેન્ટો થકી રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું. કાર્યકરોનું કહેવું છે કે, પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા કાર્યકરોની ધરાર અવગણના કરાઈ છે જ્યારે ‘નવા’ ચહેરાને તક છે જે યોગ્ય નથી.

ટિકિટ નહીં મળતાં વડોદરામાં મહિલા નેતા રડી પડ્યા અને કહ્યું ‘ભાજપને રામ-રામ’

વડોદરા ખાતે મહિલા નેતાને ટિકિટ નહીં મળતાં તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. વાયરલ વીડિયોમાં તેમણે રડતાં-રડતાં કહ્યું કે, ‘જેમણે ક્યારેય મહિલા મોરચાની મીટિંગમાં ભાગ લીધો નથી તેવાને ટિકિટ આપી દેવામાં આવી છે. પક્ષને આપેલા મારા 15 વર્ષ પાણીમાં ગયા છે એટલે હું રાજીનામું આપી રહી છું.’

મોરબીમાં મંત્રી અમૃતિયા અને મ્યુનિ.કાઉન્સિલર વચ્ચે તુતુમેમે થઈ

ટિકિટ ફાળવણી પછી મોરબીમાં પણ ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળ્યો હતો. પૂર્વ કાઉન્સિલરની મંત્રી કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાહેરમાં બંને નેતાઓ તુતુમેમે પર ઉતરી આવ્યા હતા. જોકે, ટિકિટ કપાઈ જતા ભાજપના દાવેદારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.

21 વર્ષની વિદ્યાર્થીની, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ટિકિટ અપાઈ!

અમરેલીના બગસરા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 21 વર્ષની વિદ્યાર્થીનીને ટિકિટ આપી છે. તે હાલમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં 20 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખે અપક્ષમાં ફોર્મ ભર્યું.

પેટલાદમાં ભાજપ કાર્યકરોમાં નારાજગીના સૂર ઉઠ્યા હતા. નગરપાલિકા માટે ઉમેદવારો જાહેર થતાં જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો. કેટલાક કોર્પોરેટરોને રિપિટ કરતાં મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.

ભાજપ કાર્યાલયમાં 28 વર્ષથી પ્યુનનું કામ કરનારાને ટિકિટ મળી

મહેસાણા ખાતેના કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પ્યુન તરીકે સેવા આપનારાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ તેમને મળ્યું હોવાનું ચર્ચાય છે. આ સિવાય અમુક શહેરોની બેઠકના ઉમેદવારો ચર્ચામાં છે. જેમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્રીએ ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

ટિકિટ ન મળતા ભાજપના નેતાએ પક્ષપલટો કર્યો

ડભોઈના ચાણોદ જિલ્લા પંચાયતમાં પણ ટિકિટને લઈને ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે. ભાજપે ટિકિટ ન આપતા ભાજપના મહિલા નેતા મમતા પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. એટલું જ નહીં, ચાણોદ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.

ટિકિટ ફાળવણીમાં ‘પતિ-પત્ની ફોર્મ્યુલા’ ચર્ચાનો વિષય બની

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ‘પતિ-પત્ની’ ફોર્મ્યુલા બની છે. અનેક તાલુકા પંચાયતો અને નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપે ઉમેદવાર તો બદલ્યા છે, પરંતુ ટિકિટ ઘરની બહાર જવા દીધી નથી. જેમાં કેટલીક બેઠકમાં પતિના સ્થાને પત્નીને તો કેટલીકમાં પત્નીના સ્થાને પતિને ટિકિટ આપી દેવામાં આવી છે.

કલોલમાં ટિકિટ મુદ્દે ભાજપમાં બળવો: ૪૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં

પક્ષ માટે વફાદાર કાર્યકરોને ટિકિટ ન મળતાં ભાજપમાં રોષ ભભૂક્યો છે. કલોલના પલિયડ જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતાં ભાજપના કાર્યકરો રોષે ભરાયાં છે. 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. એટલું જ નહીં, ભાજપને રાજકીય પાઠ ભણાવવા નક્કી કર્યું છે. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતાં ભાજપના કાર્યકરો નારાજ થયાં છે.

પુત્રની ટિકિટ માટે ભાજપ પ્રમુખ પર પથ્થરમારો કરાયો

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે જ ટિકિટ મુદ્દે ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જાહેરમાં જામી હતી. ટિકિટના વિતરણને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો એટલી હદ વકર્યો કે, ભાજપ પ્રમુખ પર પથ્થર વડે હુમલો કરાયો હતો. પુત્રને ટિકિટ ન મળતા પિતાએ શહેર પ્રમુખ કિરીટભાઈ પર રાજકીય દબાણ કર્યું હતું. પુત્ર ખાતર પિતાએ આવેશમાં આવીને પથ્થરમારો શરૂ કર્યો હતો. જોકે, ભાજપ પ્રમુખનો બચાવ થયો હતો. પથ્થર વાગતાં એક કાર્યકરને પગના ભાગે ઈજા પહોંચી હતી.

બોડેલી તા. પંચાયતના ભાજપના પ્રમુખના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં આંતરિક કકળાટ જામ્યો હતો. બોડેલી તા.પં. પ્રમુખના પતિની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સક્રિય કાર્યકરોને બદલે રાજકીય વગ ધરાવનારાને ટિકિટ અપાતાં નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપે યોગ્ય ઉમેદવારની પસંદગી ન કરતાં બળવા જેવી સ્થિતિ પરિણમી છે.

પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિન પટેલના નજીકના ટેકેદારના પત્ની કોંગ્રેસના ઉમેદવાર બન્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ જામી છે. મહેસાણા નગરપાલિકામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ચુસ્ત ટેકેદારે જ ભાજપને તિલાંજલિ આપી હતી. આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં હલચલ મચી છે. ભાજપની વિચારધારા ધરાવતા ટેકેદારના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

ડીસા નગરપાલિકામાં રબારી સમાજની અવગણના કરતાં ભાજપનો વિરોધ

ડીસા નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારી પસંદગીમાં રબારી સમાજની ધરાર અવગણના કરાઈ હતી. એટલું જ નહીં, સામાજિક સમીકરણને આધારે પણ ટિકિટ ફાળવી ન હતી. જેના લીધે રબારી સમાજ હવે ભાજપ સામે મોરચો માંડવા સજ્જ છે. યુવા નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, મતના માધ્યમથી ભાજપને પાઠ ભણાવવામાં આવશે. ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

વિજલપોર નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઝુકાવ્યું

વિજલપોર નગરપાલિકામાં પૂર્વ ભાજપી કોર્પોરેટર પ્રીતિ અમીનનું આ વખતે પત્તું કપાયું છે. ભાજપે ટિકિટ ન આપતાં તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. સ્થાનિક કક્ષાએ આ રાજકીય ફેરબદલ થતાં ભાજપને ફટકો પડે તેમ છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

Load More

Next Post
ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu…

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…
GUJARAT

જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું...

Read more

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In