• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

Load More

Amravati Sexual Scandal : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 19 વર્ષના ‘અયાન અહેમદ’ નામના યુવકે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી, તેમનું શારીરિક શોષણ કર્યું, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા અને પછી તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આખરે, બે મિત્રો વચ્ચેના નાણાકીય ઝઘડાએ એમનો પર્દાફાશ કરી નાખ્યો. મામલો પોલીસ સુધી પહોંચતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુનેગાર કેવી રીતે પકડાયા? 

આ સમગ્ર કાંડનો પર્દાફાશ થવામાં દોસ્તો વચ્ચેની દુશ્મની કારણરૂપ બની. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અયાન અહેમદ અને તેનો સાથી ઉઝેર ખાન હતા. શરૂઆતમાં બંનેએ વધુમાં વધુ છોકરીઓને પટાવવાની શરત લગાવી હતી. આ કામ કરતાં કરતાં તેમણે 180 સગીરાઓને વાસનાનો શિકાર બનાવીને એમની મરજી વિરુદ્ધ વીડિયો બનાવ્યા. બાદમાં પૈસાને કારણે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો. ઉઝેરે અયાન પાસે પૈસાની માંગ કરી, પરંતુ જ્યારે અયાન તે પૂરી ન કરી શક્યો, ત્યારે ગુસ્સામાં ઉઝેરે 100 જેટલા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. આમ, બંને ગુનેગારો વચ્ચેના અણબનાવે એમની કાળી કરતૂતો ઉઘાડી પાડી દીધી.

સોશિયલ મીડિયાથી હોટલ રૂમ સુધી ચાલતો શિકારનો ખેલ 

અયાન મોટાભાગે કૉલેજમાં ભણતી અથવા કોચિંગ સેન્ટરમાં જતી છોકરીઓને નિશાન બનાવતો. તે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ દ્વારા તેમની સાથે દોસ્તી કરતો. મિત્રતા થયા બાદ તે તેમને મોંધા કાફેટેરિયા અને મોટા શહેરો જેમ કે મુંબઈ અને પૂણે ફરવા લઈ જતો. ત્યાં તે હોટલ રૂમમાં તેમની સાથે દુર્વ્યવહાર કરતો અને તેના વીડિયો રૅકોર્ડ કરતો. વીડિયો બનાવ્યા બાદ તે આ ક્લિપ્સનો ઉપયોગ છોકરીઓને બ્લેકમેલ કરવા માટે કરતો. વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપીને તે છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે પણ દબાણ કરતો.

આ પણ વાંચો : મહિલા અનામત બિલ | વિરોધ કરનારાને મહિલાઓ માફ નહીં કરે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય: PM મોદી

180 સગીર છોકરીઓના 350 જેટલા અશ્લીલ વીડિયો બનાવ્યા હતા

  • પોલીસે આરોપીનો મોબાઇલ તપાસ્યો ત્યારે જે આંકડા સામે આવ્યા તેણે સમગ્ર મહારાષ્ટ્ર પોલીસ વિભાગને હચમચાવી નાખ્યો.
  • પીડિત સગીર છોકરીઓની સંખ્યા (અંદાજે) – 180. આરોપીએ ફક્ત એક જ વર્ષના ગાળામાં આટલી છોકરીઓને નિશાન બનાવી હોવાનું કહેવાયું છે.
  • જપ્ત કરાયેલા વીડિયોની સંખ્યા – 350. તમામ વીડિયો આરોપી અયાનના મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા છે. 
  • વાયરલ કરાયેલા વીડિયોની સંખ્યા – 100. ઉઝેરે આટલા વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવી દીધા હતા. 
  • હાલમાં ઓળખાયેલ પીડિતોની સંખ્યા – 8. પોલીસે અત્યાર સુધી માત્ર 8 પીડિતાઓની જ ઓળખ કરી શકી છે, કારણ કે બાકીની સામાજિક તિરસ્કારથી ડરે છે.

કોણ છે અયાન અહેમદ? 

આરોપી ‘અયાન અહેમદ તનવીર’ અમરાવતીના પાર્થવાડા વિસ્તારનો વતની છે. તે અચલપુરની એક કૉલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો. તે ચકાચક બાઇક પર ફરતો અને ખૂબ પૈસા ખર્ચતો. તેના પિતા સેકન્ડ-હેન્ડ વાહનોનો વેપાર કરે છે, પરંતુ સ્થાનિકોના મતે આટલી મોટી રોકડ અયાનને સટ્ટાબાજી(બેટિંગ)માંથી મળતી હતી.

આ પણ વાંચો : શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ

અયાનનું રાજકીય કનેક્શન પણ છે

  • આરોપી અયાન અહેમદનો સંબંધ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે હોવાનું પણ સામે આવ્યું છે. તે પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કરતો હતો. જોકે, આ કૌભાંડ સામે આવતા જ AIMIM એ તેનાથી અંતર કરી લીધું છે.
  • પોલીસ અને સરકારે પગલાં લીધાઃ SITની રચનાથી બુલડોઝર સુધી
  • આ ઘટના ઉજાગર થતાં જ મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર સતર્ક થઈ ગઈ.
  • SITની રચના: પોલીસે તાત્કાલિક 47 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવી છે. આ ટીમ સાયબર સેલની મદદથી વાયરલ થયેલા વીડિયોને દૂર કરવાની કામગીરી કરી રહી છે.
  • ધરપકડ અને રિમાન્ડ: અયાન અને ઉઝેર સહિત અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને 21 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
  • બુલડોઝર કાર્યવાહી: અચલપુર નગરપાલિકાએ આરોપી અયાનના ઘરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે JCBએ મકાનના ધાતુના દાદરા અને લેન્ડિંગને તોડી પાડ્યા હતા.

આરોપીઓ પર POCSO ઍક્ટ લાગ્યો 

આ કેસમાં ભોગ બનેલી મોટાભાગની પીડિતાઓ 16-17 વર્ષની હોવાથી પોલીસે આરોપીઓ સામે POCSO ઍક્ટ (બાળ જાતીય શોષણ કાયદો) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત BNSની કલમ 294 (અશ્લીલ સામગ્રીનું વેચાણ/વિતરણ) અને IT ઍક્ટ ભંગનો ગુનો પણ લગાવાયો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ મામલો કોઈ મોટા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો ભાગ છે અને આરોપીને અન્ય સાથીઓની મદદ મળી હતી કે કેમ.

પીડિતો માટે પોલીસની અપીલ

આ કેસમાં સૌથી મોટો પડકાર એ છે કે પીડિત છોકરીઓ સામે આવીને નિવેદન નથી આપી રહી, કારણ કે તેમને સમાજમાં બદનામ થવાનો અને તિરસ્કારનો ડર છે. અમરાવતીના એસપી વિશાલ આનંદે જાહેર અપીલ કરી છે કે, ‘અમે પીડિતા અને તેમના પરિવારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું. અમે મહિલા અધિકારીઓ દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરી છે. તમારે ડરવાની જરૂર નથી, આગળ આવો અને ન્યાય અપાવવામાં મદદ કરો.’

Next Post
ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની તબિયત લથડી, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 People Hospitalize…

ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની તબિયત લથડી, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 People Hospitalize...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…
GUJARAT

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

El Nino’s Shadow : કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે....

Read more

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In