![]()
વડોદરા,આજવારોડની લક્ષ્મીનગર સોસાયટી અને શ્રી હરિકૃષ્ણ રેસિકોમમાંથી પોલીસે દારૃની ૧૧૫ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.
આજવારોડ બિલીપત્ર સોસાયટીની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો નરેશ ઉર્ફે લાલો ચૌહાણ વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે અને હાલમાં વેચાણ કરી રહ્યો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નરેશ ઉર્ફે લાલો બાબુસીંગ ચૌહાણ મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૨૮,૮૦૦ ની કબજે કરી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો આજવારોડ હનુમાનપુરામાં રહેતા અને દારૃનો ધંધો કરતા કાના ભરવાડના માણસ ડાહ્યાને મળીને તેની પાસેથી લાવ્યો છું. જેથી,પોલીસે કાના અને ડાહ્યાની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવારોડ સયાજી ટાઉનશિપ રોડ શ્રી હરિકૃષ્ણ રેસિકોમમાં રહેતા અને દારૃનો ધંધો કરતા જયેશ ઉર્ફે દિનુ જામનદાસ વિરવાણી ને પોલીસે ઝડપી પાડી દારૃની ૧૯ બોટલ કિંમત રૃપિયા ૪૪,૨૫૦ ની કબજે કરી છે. જ્યારે દારૃ આપનાર મહેન્દ્ર ગેહલોતની પોલીસે શોધખોળ હાથ ધરી છે.















