![]()
કોલક્ત્તા,૨૧ એપ્રિલ,૨૦૨૬,મંગળવાર
પશ્ચિમ બંગાળની વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. આ સાથે જ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પંચે દ્રી ચક્રી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકયો છે.આથી કોઇ પણ પક્ષના કાર્યકરો કે સમર્થકો બાઇક રેલીઓ કાઢી શકશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રી દરમિયાન ઇમરજન્સીને બાદ કરતા બાઇક સ્કૂટર લઇને બહાર નિકળી શકાશે નહી. આ પ્રતિબંધ પ્રથમ તબક્કાના મતદાનની ૧૫૨ વિધાનસભા વિસ્તારોમાં લાગુ પડશે.
પશ્ચિમ બંગાળનું પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે યોજાવાનું છે. મતદાનના દિવસે બાઇક અને સ્કૂટર પર માત્ર પરીવારના લોકો બેસીને મતદાન માટે જઇ શકશે પરંતુ દ્વી ચક્રી વાહનો પર મિત્રો કે સહયોગીઓને ફરવાની અનુમતિ મળશે નહી ચૂંટણી પંચે આ અંગેનો નિર્દેશ દરેકે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઘણી વાર રાજકિય પાર્ટીઓ પૈસા કે શરાબની વહેંચણી માટે મોટર સાયકલોનો ઉપયોગ થતો હોય છે. આદેશમાં એમ પણ જણાવાયું છે કે બાઇકનો ઉપયોગ મોટર સાઇકલોનો ે ઉપયોગ ડરાવવા અને ધમકાવવા માટે કરે છે.















