• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત…

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

Load More

India’s Heatwave Crisis: 25 એપ્રિલ, 2026નો દિવસ એક ચોંકાવનારી હકીકત લઈને આવ્યો. એ દિવસે વિશ્વના જે 100 શહેરો સૌથી ગરમ રહ્યા હતા, જેમાં 99 ભારતના હતા! હા. ભારત હાલમાં સૌથી ખતરનાક ગરમીની ચપેટમાં છે. ગરમીની વાત આવે એટલે રાજસ્થાનના રણનો જ વિચાર આવે, પણ એ રણ કરતાં વધુ ગરમી ઉત્તર પ્રદેશમાં પડી રહી છે, એ વળી ઔર ચોંકાવનારી બાબત છે. 

ચાલો જાણીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે અને આગામી દિવસોમાં શું આનાથી પણ ભયંકર ગરમી આવશે. 

વિશ્વના ‘ટોપ 100’ સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતનો અગ્રેસર  

25 એપ્રિલના હવામાન ડેટા મુજબ વૈશ્વિક સ્તરે સૌથી વધુ તાપમાન ધરાવતા 100 શહેરોમાંથી 99 શહેરો ભારતના છે. ટોપના 25 સૌથી ગરમ શહેરોમાંથી 24 તો એકલા ઉત્તર પ્રદેશમાં છે, જ્યારે બાકીનું એક ઉત્તરાખંડમાં છે. એટલે કે, ઉત્તર ભારતના મેદાનો ગ્લોબલ વોર્મિંગનું કેન્દ્રસ્થાન બની ગયા છે. ટોપ 50 ગરમ શહેરોની વાત કરીએ તો આ યાદીમાં એકલા ઉત્તર પ્રદેશના જ 32 શહેર છે, જ્યારે બિહારના 9, ઉત્તરાખંડના 3, મહારાષ્ટ્રના 2 તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને નેપાળના 1-1 શહેર છે.

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ તપે છે 2 - image

હીટ વેવ શું છે? 

હવામાન વિભાગ મુજબ, કોઈ વિસ્તારનું તાપમાન સામાન્ય સ્થિતિથી અસામાન્ય સ્તરે પહોંચી જવાનું હોય, ત્યારે હીટ વેવ એટલે કે ગરમીનું મોજું હોવાની આગાહી કરાય છે. 

– મેદાની વિસ્તારો: તાપમાન 40°C ને પાર કરે અને સામાન્ય કરતાં 4.5°C થી 6.4°C વધારે હોય.

– દરિયાકાંઠા: તાપમાન 37°C થી ઉપર જાય.

– પહાડી વિસ્તારો: 30°C થી વધુ તાપમાન.

કોઈ સ્થળે તો તાપમાન 6.4°C થી પણ વધુ જાય, તો તેને ‘ગંભીર ગરમીનું મોજું’ (Severe Heatwave) કહેવાય છે.

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ તપે છે 3 - image

આ વખતે એપ્રિલમાં આટલી પ્રચંડ ગરમી કેમ?

સામાન્ય રીતે સૌથી આકરો તાપ મે-જૂનમાં પડે છે, પણ આ વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં જ ગરમી બેફામ બની ગઈ છે. તેના મુખ્ય કારણો આ પ્રમાણે છે. 

– એન્ટિસાયક્લોન (Anticyclone) અને હીટ ડોમ્સ: ઉચ્ચ દબાણની સિસ્ટમ ગરમ હવાને વાતાવરણના નીચલા સ્તરમાં દબાવી દે છે, જેને કારણે વાદળો બનતા નથી, આકાશ સ્વચ્છ રહે છે અને સૂર્યના સીધા કિરણો જમીનને ગરમ કરી દે છે. 

– પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances): આ વર્ષે શિયાળા અને વસંત ઋતુમાં જરૂરી વરસાદ થયો નથી, જેનાથી કુદરતી ઠંડક મળી શકી નથી.

– અલ નીનોની અસર: આ હવામાનીય ઘટના ચોમાસાને નબળું પાડે છે અને તાપમાનમાં વધારો કરે છે.

– સ્થાનિક જમીન અને વાતાવરણ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા: માત્ર દૂરના પવનો જ નહીં પરંતુ સ્થાનિક સપાટીની ગરમી અને હવાનું દબાણ પણ ગરમી વધારવા અને ગરમીના મોજા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

– ભેજમાં વધારો: દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી પેદા થાય છે. જ્યારે ભેજ ઊંચા તાપમાન સાથે જોડાય છે, ત્યારે માનવ પરસેવો બાષ્પીભવન થઈ શકતો નથી, જે ગરમીને વધુ ખતરનાક બનાવે છે.

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ તપે છે 4 - image

રાજસ્થાન ઠંડું અને ઉત્તર પ્રદેશ-બિહાર ગરમ કેમ?

સૌથી રસપ્રદ બાબત આ છે. રણપ્રદેશ ધરાવતા રાજસ્થાનની સરખામણીમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મેદાની પ્રદેશમાં વધુ ગરમી કેમ પડી રહી છે? આ પ્રશ્નનો જવાબ છે- ‘પવનની દિશા’.

– ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાન તરફથી સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાય છે. આ પવનોમાં કોઈપણ પ્રકારનો ભેજ ન હોવાથી તે તાપમાનને વધારી દે છે, જે ‘લૂ’ તરીકે ઓળખાય છે.

– રાજસ્થાનના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી આવતા પવનો હળવો ભેજ લાવે છે, જેને કારણે તાપમાન એટલું ઊંચું જતું નથી. ઉત્તર રાજસ્થાન હજુ પણ ગરમ છે, પણ ઉત્તર પ્રદેશ જેટલું નહીં.

શહેરો બની રહ્યા છે ‘હીટ આઇલેન્ડ્સ’

દિલ્હી, લખનઉ અથવા પ્રયાગરાજ જેવા શહેરોમાં કોંક્રિટ, ડામર અને ગગનચુંબી ઈમારતો દિવસની ગરમીને શોષી લે છે અને રાત્રે તેને બહાર નીકળવા દેતા નથી. આ કારણસર રાત્રિનું તાપમાન પણ ઊંચું રહે છે. જ્યારે રાત ઠંડી ન હોય, ત્યારે શરીરને દિવસની ગરમીમાંથી રાહત મળતી નથી, જે આરોગ્ય માટે જોખમી છે.

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ તપે છે 5 - image

દેશના અન્ય પ્રદેશોમાં શું સ્થિતિ છે?

ભારતમાં હીટ વેવ એકસરખો નથી. દરેક પ્રદેશમાં સ્થિતિ અલગ છે:

– ઉત્તર અને મધ્ય ભારત (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી): અહીં તીવ્ર શુષ્ક ગરમી છે. તાપમાન 44-45°C સુધી પહોંચ્યું છે. બાંદા 47.4°C સાથે સૌથી ગરમ છે. પ્રયાગરાજ-વારાણસી 45°Cથી વધુ ગરમ છે. 

– દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારત: ગુજરાત સહિતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભેજને કારણે જીવલેણ ભીની ગરમી (Humid Heatwave) છે. અહીં 38°C ગરમી પણ 48°C જેવો અનુભવ કરાવે છે કારણ કે પરસેવાનું બાષ્પીભવન નહીંવત હોય છે. 

– પૂર્વ ભારત: બિહાર અને ઓડિશામાં પણ ગરમી જામી છે. ઓડિશાના કાલાહાંડી અને બલાંગીર જેવા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

– ઈશાન ભારત (નોર્થ ઈસ્ટ): આ સ્થળોએ વરસાદને કારણે તાપમાન નિયંત્રણમાં છે.

રાહત ક્યારે મળશે?

હવામાન વિભાગે આગામી 3-4 દિવસ સુધી કોઈ મોટી રાહતની શક્યતા વ્યક્ત કરી નથી. સારા સમાચાર એ છે કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. તેના કારણે મંગળવાર (28 એપ્રિલ)ની આસપાસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા વરસાદની શક્યતા છે, જે ગરમીમાં 3-5 ડિગ્રી જેટલો ઘટાડો કરી શકે છે. જો કે, ભેજ વધવાથી ગરમી અસહ્ય બની શકે છે.

કેવી સાવચેતી રાખવી?

આ તીવ્ર ગરમી માત્ર કુદરતી ઘટના નથી, પણ તેમાં ક્લાઈમેટ ચેન્જ અને શહેરીકરણનો પણ મોટો હાથ છે. સંશોધનો દર્શાવે છે કે ભારતમાં ગરમીના મોજાં હવે વારંવાર, વહેલા અને વધુ તીવ્ર બની રહ્યા છે. હાલમાં છે એવી સ્થિતિ સર્જાય ત્યારે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા રંગના કપડાં પહેરવા.

( Photo: Envato ) 

Next Post
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…
GUJARAT

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ ટેકરી આશ્રમમાં બ્રહ્મલીન પૂજ્ય વિજયગીરી બાપુના પરમ આશીર્વાદ અને પૂ...

Read more

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather U…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In