• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Load More

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત મામલે બીજા તબક્કાની મંત્રણા નહીં થઈ બન્ને પક્ષો હોર્મુઝ મામલે જીદ પર ઉતરી આવતાં અને ઈરાને હવે રશિયાના સહકાર તરફ આગળ વધતાં ફરી યુદ્વના જોખમે આજે એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી પાછળ વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. અલબત ઈરાન દ્વારા  હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની અને ન્યુક્લિયર મામલે વાટાઘાટ હાલ તુરત નહીં કરવાની ઓફર કર્યાના અહેવાલોએ મંદીના વેપારમાં ખેલાડીઓ, ફંડો સાવચેત રહ્યા હતા. ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અમેરિકામાં ફાર્મા જાયન્ટ ઓર્ગેનોનનું ૧૧.૭૫ અબજ ડોલરમાં એક્વિઝિશન જાહેર કરતાં ફંડોએ હેલ્થકેર શેરોની આગેવાનીમાં આક્રમક તેજી કરી હતી. ફાર્મા શેરો સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. સેન્સેક્સ ૬૩૯.૪૨ પોઈન્ટ ઉછળીને ૭૭૩૦૩.૬૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૪.૭૫ પોઈન્ટ વધીને ૨૪૦૯૨.૭૦ બંધ રહ્યા હતા.

સન ફાર્માના યુ.એસ.ની ઓર્ગેનોનના એક્વિઝિશને રૂ.૧૧૪ ઉછળ્યો : હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૬૦ વધ્યો

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોની આક્રમક ખરીદી થઈ હતી. સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અમેરિકાની ઓર્ગેનોનનું ૧૧.૭૫ અબજ ડોલરમાં એક્વિઝિશન કરવાનું જાહેર કરાતાં શેર રૂ.૧૧૩.૮૫ ઉછળીને રૂ.૧૭૩૩.૮૦ રહ્યો હતો. કોહાન્સ રૂ.૭૨.૧૦ વધીને રૂ.૪૩૨.૭૦, હેસ્ટર બાયો રૂ.૧૬૮.૯૫ વધીને રૂ.૧૬૬૬.૯૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૩૧.૬૦ વધીને રૂ.૩૩૦.૭૫, બ્લુજેટ રૂ.૪૦.૩૦ વધીને રૂ.૪૪૩.૭૫, શેલબી રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૭૩૩.૮૦, કોવઈ રૂ.૩૩૬.૩૫ વધીને રૂ.૫૯૭૬.૭૫, ટારસન્સ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૨૧૮.૭૦, પોલીમેડ રૂ.૮૦.૯૦ વધીને રૂ.૧૪૯૫.૪૫, અલકેમ રૂ.૧૧૯.૭૫ વધીને રૂ.૫૩૪૮.૫૦, જેબી કેમિકલ્સ રૂ.૪૩.૯૦ વધીને રૂ.૨૦૪૭.૮૫, મેટ્રોપોલિસ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૪૭૭.૨૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૮.૭૦ વધીને રૂ.૪૧૪.૪૦, એસ્ટર ડીએમ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૭૧૯.૮૦, પિરામલ ફાર્મા રૂ.૩.૩૦ વધીને રૂ.૧૬૮.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૬૦.૪૫ પોઈન્ટ વધીને ૪૪૬૭૭.૩૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ફરી તેજી : બ્લુ સ્ટાર રૂ.૯૭, અંબર રૂ.૩૫૯, ડિક્સન રૂ.૪૨૬, વોલ્ટાસ રૂ.૫૨ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફરી જોરદાર તેજી થઈ હતી. બ્લુ સ્ટાર રૂ.૯૭.૩૦ વધીને રૂ.૧૯૧૫.૦૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૫૯.૩૦ વધીને રૂ.૮૧૦૭.૮૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૨૬.૪૫ વધીને રૂ.૧૧,૨૪૧.૧૦, વોલ્ટાસ રૂ.૫૧.૬૫ વધીને રૂ.૧૫૧૪.૭૫, ક્રોમ્પ્ટન રૂ.૮.૨૫ વધીને રૂ.૨૫૮.૪૦, ટાઈટન રૂ.૩૪.૫૦ વધીને રૂ.૪૪૪૨.૮૫ રહ્યા હતા. ફંડોની ઓલ રાઉન્ડ ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૩.૦૭ પોઈન્ટ વધીને ૬૦૦૯૬.૦૭ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ઘટાડે આકર્ષણ : તાન્લા, ટીસીએસ, ટીવીએસ ઈલેક્ટ્રો., નેલ્કો, ૬૩ મૂન્સ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે ઓવરસોલ્ડ પોઝિશન કવર કરવારૂપી ફંડો લેવાલ રહ્યા હતા. તાન્લાપ્લેટફોર્મ રૂ.૯૭.૨૫ વધીને રૂ.૫૮૩.૬૫, ઈન્ફોબિન રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૮૩.૮૫, બીએલએસઈ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૯૨.૪૫, ટીવીએસ ઈલેક્ટ્રોનિક રૂ.૩૪.૭૦ વધીને રૂ.૪૭૧.૧૫, નેલ્કો રૂ.૪૦.૩૦ વધીને રૂ.૭૦૬.૬૦, ૬૩ મૂન્સ રૂ.૩૮.૩૫ વધીને રૂ.૭૨૨.૩૫, ઓરિઓનપ્રો રૂ.૪૫.૧૫ વધીને રૂ.૮૭૮.૩૦, ઝેનસાર રૂ.૧૧.૯૫ વધીને રૂ.૫૪૮.૪૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૫.૪૫ વધીને રૂ.૧૨૨૮.૭૦, ટીસીએસ રૂ.૫૦.૧૫ વધીને રૂ.૨૪૪૭.૪૫  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૦૮.૫૭ પોઈન્ટ વધીને ૨૮૨૫૭.૩૧ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ઘટાડે ફંડોનો  સપોર્ટ : સોના, હ્યુન્ડાઈ, એક્સાઈડ, ભારત ફોર્જ, મહિન્દ્રા, ઉનો મિન્ડા વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાના નેગેટીવ પરિબળ છતાં ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ડિલ થવાની અપેક્ષા અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર હોવાના અહેવાલ અને ઘર આંગણે પેટ્રોલ, ડિઝલનો પર્યાપ્ત પુરવઠો હોવાના અહેવાલે આજે ફંડોનો ઘટાડે ઓટોમોબાઈલ શેરોમાં ખરીદીનો સપોર્ટ રહ્યો હતો. સોનો કોમ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૫૮૮.૧૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૫૩ વધીને રૂ.૧૮૩૭.૫૫, એક્સાઈડ રૂ.૯.૫૦ વધીને રૂ.૩૫૨.૩૫, ભારત ફોર્જ રૂ.૪૪.૭૫ વધીને રૂ.૧૯૦૦.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૪.૬૦ વધીને રૂ.૩૧૦૨.૬૦, ઉનો મિન્ડા રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૧૩૦.૭૫, ટીવીએસ મોટર રૂ.૬૧.૦૫ વધીને રૂ.૩૫૫૩.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૮૨.૮૦ વધીને રૂ.૫૦૪૬.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૫૭.૧૩ પોઈન્ટ વધીને ૫૭૫૩૮.૮૧ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો તેજીના મૂડમાં : હિન્દુસ્તાન ઝિંક, સેઈલ, વેદાન્તા, જેએસડબલ્યુમાં તેજી

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ઘર આંગણે મેટલની ફરી મોટી માંગની અપેક્ષા અને મિડલ ઈસ્ટમાં પણ ઈરાન યુદ્વના અંત બાદ ફરી ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ માટે મોટી નિકાસ માંગની અપેક્ષાએ આજે ફંડો મેટલ-માઈનીંગ સેરોમાં ફરી મોટી તેજીના મૂડમાં આવ્યા હોય એમ તેજી થઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૯.૦૫ વધીને રૂ.૬૨૭.૯૦, સેઈલ રૂ.૫.૬૦ વધીને રૂ.૧૮૪.૧૫, વેદાન્તા રૂ.૨૧.૫૦ વધીને રૂ.૭૪૨.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૨૮૩.૦૫, લોઈડ્સ મેટલ રૂ.૩૬.૧૫ વધીને રૂ.૧૭૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૮૬.૬૭ પોઈન્ટ વધીને ૪૨૭૧૪.૧૬ બંધ રહ્યો હતો.

નબળા પરિણામ છતાં રિલાયન્સ રૂ.૩૮ વધ્યો : ઓઈલ-ગેસ શેરોમાં પેટ્રોનેટસ એચપીસીએલ, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધ્યા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા ત્રિમાસિકના પરિણામમાં ચોખ્ખો નફો ૯ ટકા જેટલો ઘટયા છતાં આજે ફંડો ઓઈલ-ગેસ શેરોમાં ખરીદદાર રહ્યા હતા. રિલાયન્સ રૂ.૩૮.૩૦ વધીને રૂ.૧૩૬૫.૯૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૦૫ વધીને રૂ.૨૭૯.૬૦, એચપીસીએલ રૂ.૭.૬૫ વધીને રૂ.૩૮૧.૦૫, આઈઓસી રૂ.૨.૭૫ વધીને રૂ.૧૪૬.૧૫, બીપીસીએલ રૂ.૫.૨૦ વધીને રૂ.૩૧૩.૨૫, ઓએનજીસી રૂ.૧.૧૦ વધીને રૂ.૨૮૫.૮૫ રહ્યા હતા. 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં તેજીનો કરંટ : સુઝલોન, કિર્લોસ્કર એન્જિન, અપાર, આઈનોક્સ, થર્મેક્સ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે તેજીનો કરંટ જોવાયો હતો. દેશમાં અસહ્ય ગરમીના કારણે વીજ વપરાશમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાના અને વીજ કંપનીઓની નફાશક્તિમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ આજે પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. સુઝલોન રૂ.૩.૦૪ વધીને રૂ.૫૬.૯૩, કિર્લોસ્કર એન્જિન રૂ.૮૪.૯૫ વધીને રૂ.૧૬૭૯.૬૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯૦.૫૫ વધીને રૂ.૧૨,૧૩૧.૮૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૯૩ વધીને રૂ.૧૦૪.૦૭, થર્મેક્સ રૂ.૧૫૨.૨૦ વધીને રૂ.૪૧૫૯.૪૫, ભેલ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૪૮.૬૫, જયોતી સીએનસી રૂ.૨૪.૦૫ વધીને રૂ.૭૬૦.૮૦, ઝેનટેક રૂ.૪૨.૮૦ વધીને રૂ.૧૭૧૯.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૧૯.૦૨ પોઈન્ટ વધીને ૭૭૬૦૮.૦૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડોની મજબૂતી : ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંકના ત્રિમાસિક પરિણામે શેર રૂ.૫૧.૬૫ વધીને રૂ.૮૯૯.૯૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૩.૦૭ વધીને રૂ.૭૦.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫.૭૦ વધીને રૂ.૩૭૬.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૩૦ વધીને રૂ.૧૧૧૧.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૫.૦૫ પોઈન્ટ વધીને ૬૩૩૮૩.૩૬ બંધ રહ્યો હતો.

ફંડો, ખેલંદાઓ સક્રિય થતાં સ્મોલ કેપ, મિડ કેપમાં તેજીનો સળવળાટ : ૩૦૨૩ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં ફરી તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓની સક્રિય લેવાલી થતાં બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૭૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૨૩  અને ઘટનારની સંખ્યા ૧૩૪૫  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫૧ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૨૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૫૧.૪૮  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૩૦,૨૬૩.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૧,૪૧૪.૮૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૧૨૩.૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૯૭૮.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૮૫૪.૪૨ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૪૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૭.૯૧ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે ઘણા એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વ્યાપક ખરીદીએ આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૯૧ લાખ કરોડ રહી ગયું હતું.

Next Post
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Composer Dhirendra Mulkalwar recently had a memorable meeting with Hon’ble Chief Minister of Maharashtra Devendra Fadnavis at the minister’s residence...

Read more

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In