![]()
તાલુકા પંચાયતની ૨૨ બેઠકમાંથી ૧૫ બીજેપી, ૪ કોંગ્રેસ અને ૩ આમ આદમી પાર્ટીના ફાળે આવી
ગઢડા – ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થતા તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. જેમાં ભાજપે જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી મેળવેલ છે.
રસપ્રદ બનેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભલભલા રાજકીય પંડિતો માથું ખંજવાળે તેવા જાહેર થયેલા પરિણામોથી ભારીત જનતા પાર્ટી કેટલીક બેઠકો ગુમાવશે તેવા અંદાજ ખોટા પડયા હતા. આ ચુંટણી માટે ગઢડા તાલુકામાં સમાવિષ્ઠ જિલ્લા પંચાયતની સાતેય તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થવા પામેલ છે. તેમજ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી ૧૫ ભારતીય જનતા પાર્ટી, ૪ કોંગ્રેસ અને ૩ આમ આદમી પાર્ટીના ફાળે આવતા ગત ટર્મની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતમાં એક બેઠક ઓછી, કોંગ્રેસ બે બેઠક ઓછી મેળવી છે. જેની સામે આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. જ્યારે ગઢડામાં સમાવિષ્ઠ જિલ્લા પંચાયતની ગુંદાળા બેઠક ઉપર સૌથી નાની વયે શિક્ષિત ઉમેદવાર ક્રિષ્નાબા શક્તિસિંહ ગોહિલની જીત થઇ હતી.















