• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

Load More

Sabarimala Verdict : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, ‘સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય.’

‘ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી’

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી. બંધારણની કલમ-25 અને 26 પણ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી જ વિકસિત થઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર વર્તમાનને સમજવા માટે ભૂતકાળની અવગણના કરી શકાય નહીં.

ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મામલો

નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું કે, મંદિર પ્રવેશના અધિકાર સાથે જોડાયેલા મામલાઓમાં એ જોવું જરૂરી છે કે, દાવો કરનાર વ્યક્તિ ભક્ત છે કે નહીં. કોર્ટે સંકેત આપ્યો કે, ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મામલાઓમાં આસ્થાનું પાસું પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોર્ટે આ ટિપ્પણી તે અરજીઓની સુનાવણી દરમિયાન કરી છે, જેમાં સબરીમાલા સહિત વિવિધ ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અદાલત આ મામલામાં ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર વચ્ચેના સંતુલન પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચો : ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

‘મહિલાઓને મંદિરોમાં પ્રવેશવા દેવામાં રાજ્ય સરકારના અસહયોગ’

વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંગે દલીલ કરી કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટનો અગાઉનો નિર્ણય હજુ પણ અસ્તિત્વમાં છે અને તેના પર કોઈ સ્ટે નથી. તેમ છતાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળી રહ્યો નથી જેનું કારણ રાજ્ય સરકારનો અસહયોગ છે. તેમણે એમ પણ કહ્યું કે, અદાલત ધર્મની વ્યાખ્યા નક્કી કરતી નથી પરંતુ તે નક્કી કરવું ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓનો વિષય છે. સુનાવણી દરમિયાન એ પણ ચર્ચા થઈ કે શું બંધારણને સંપૂર્ણ રીતે નવા દૃષ્ટિકોણથી જોવું જોઈએ કે પછી ઐતિહાસિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને તેની વ્યાખ્યા કરવી જોઈએ. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઊંડી ચર્ચા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કર્યો હતો : વકીલ

તેમણે કહ્યું કે, મહિલાઓને 10થી 50 વર્ષની વય વચ્ચે મંદિરમાં પ્રવેશતાં અટકાવવી એ અધિકારોથી વંચિત રાખવા સમાન છે. જયસિંગે સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે નિર્ણયમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં આજે પણ મહિલાઓને મંદિરમાં પ્રવેશમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

‘ધાર્મિક પ્રથાને આવશ્યક કે બિન-આવશ્યક જાહેર કરવી એ કોર્ટ માટે અત્યંત જટિલ કાર્ય’

કોર્ટે આ બાબતે સ્પષ્ટ કહ્યું કે, મહિલાને તેના સામાજિક વર્ગના કારણે નહીં પરંતુ વય જૂથના આધારે રોકવામાં આવી હતી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, વિવિધતા એ જ ભારતની શક્તિ છે અને બંધારણની કલમ 26 હેઠળ ધાર્મિક સંપ્રદાયોને પોતાના મામલાઓનું સંચાલન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, કોઈ ધાર્મિક પ્રથાને આવશ્યક કે બિન-આવશ્યક જાહેર કરવી એ ન્યાયાલય માટે અત્યંત જટિલ કાર્ય છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ઓટો કંપનીઓને ગડકરીની ચેતવણી; હવે આ પાંચ બાબત ધ્યાનમાં રાખો

Next Post
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

ખેતીની જમીનના કેસમાં હાઇકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- ‘તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતાં પોતાના આદ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…
GUJARAT

Container Fire In Vapi: વાપી જીઆઈડીસી ચાર રસ્તા ઓવરબ્રિજ પર ટેમ્પો અને કન્ટેઇનર વચ્ચે અકસ્માતની ઘટના બાદ કન્ટેઇનરમાં આગ લાગી હતી....

Read more

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

ખેતીની જમીનના કેસમાં હાઇકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- ‘તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતાં પોતાના આદ…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In