• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Heat Wave Solutions : હાલ ભારતમાં ગરમીએ માઝા મૂકી છે. વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. હીટ વેવ હવે માત્ર વિકાસશીલ દેશોની જ નહીં પરંતુ વિકસિત દેશોની પણ મોટી સમસ્યા બની ગઈ છે. પ્રમાણમાં ‘ઠંડા’ ગણાતા અમેરિકા, યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશો પણ એ હદે ગરમીથી ત્રાસી ગયા છે કે તેમણે હવે લાંબા ગાળાના ઉપાયો અમલમાં મૂક્યા છે. ચાલો જાણીએ સમૃદ્ધ દેશો હીટ વેવની અસરોને ઘટાડવા માટે શું કરે છે. 

ગરમી સામે વિકસિત દેશોની વ્યૂહરચના

  • આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ: પશ્ચિમી દેશોના હવામાન વિભાગો જનતાને હીટ વેવની આગોતરી ચેતવણી આપવા એપ્સ અને અદ્યતન AI-ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. 
  • વિશેષ ગરમી અધિકારીઓની નિમણૂક:  માયામી (અમેરિકા), ફિનિક્સ (અમેરિકા) અને એથેન્સ (ગ્રીસ) જેવા શહેરોએ વિશેષ ગરમી અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓ હીટ વેવ સામે લડવા માટેના આયોજન કરાવે છે અને કટોકટી વખતે શું કરવું તે તમામ બાબતો ધ્યાનમાં રાખી ચોક્કસ ગાઇડલાઇન અમલી કરાવે છે. 
  • હીટ વેવનું નામકરણ:  વાવાઝોડાની ગંભીરતા ઓળખવા માટે એને નામ આપવાની પ્રથા છે. સ્પેનના સેવિલે શહેરે હવે હીટ વેવને નામ આપવાનો પ્રયોગ શરૂ કર્યો છે, જેથી લોકોમાં એ બાબતે ગંભીરતા આવે અને એની તૈયારી અંગે જાગૃતિ વધે. તાજેતરના હીટવેવને તેમણે ‘ઝો’ નામ આપ્યું છે.

સ્કેન્ડિનેવિયાથી લઈને અમેરિકા સુધી ઠંડકના અવનવા પ્રયોગો

વિકસિત દેશોમાં હીટવેવના ઉકેલ માટે બે મુખ્ય વિચારધારા જોવા મળે છે. (1) સક્રિય ઠંડક (Active Cooling), જે મુખ્યત્વે અમેરિકા અને દક્ષિણ યુરોપમાં જોવા મળે છે. (2) નિષ્ક્રિય ઠંડક (Passive Cooling), જે સ્કેન્ડિનેવિયન દેશોમાં જોવા મળે છે. બંને વચ્ચેનો તફાવત આ દેશોની આબોહવા, બાંધકામ પરંપરા અને ઊર્જાને લગતી આદતોને કારણે છે.

સક્રિય ઠંડકનો અભિગમ શું છે? 

અમેરિકા અને દક્ષિણ યુરોપમાં તીવ્ર ગરમી પડે છે અને લાંબા સમય સુધી ચાલે છે. અહીં તાપમાન ઘણીવાર 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. આ માટે તેઓ નીચે મુજબના ઉપાય અજમાવે છે.

1. કૂલ રૂફ (ઠંડી છત):  આમાં મકાનની છતોને સફેદ રંગથી રંગવામાં આવે છે, જેથી સૂર્યના 80-90% કિરણો પરાવર્તિત થઈ જાય. છત કાળા રંગની હોય તો માત્ર 20% કિરણો જ પરાવર્તિત થાય છે. 

ન્યૂ યોર્કની સરકારે ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં હજારો ઇમારતોની છત મફતમાં સફેદ રંગી આપી છે, જેને લીધે એસીના ઉપયોગમાં 10-30% સુધીનો ઘટાડો નોંધાયો છે.

2. કૂલ પેવમેન્ટ (ઠંડા રસ્તા):  પરંપરાગત ડામર (આસ્ફાલ્ટ) 80°C સુધી ગરમ થઈ જાય છે. કોંક્રિટ ઓછી ગરમી શોષે છે. એમાંય રસ્તાને સફેદ રંગનું કોટિંગ કરી દેવાય તો ગરમીનું શોષણ ઘટી જાય છે. 

લોસ એન્જલસ શહેરમાં 160 કિલોમીટર જેટલી લંબાઈના રસ્તાને સફેદ કોટિંગ કરાયું છે, જેનાથી એ રસ્તાની આસપાસના વાતાવરણમાં બપોરના સમયે તાપમાનમાં 10°C સુધીનો ઘટાડો નોંધાયો છે.

3. મિસ્ટિંગ (ઠંડા પાણીનો છંટકાવ):  અત્યંત બારીક ટીપાનો હવામાં છંટકાવ કરાય છે, બાષ્પીભવન દ્વારા ત્વરિત ઠંડક આપે છે. તેનાથી તાપમાન 10-15°C સુધી ઘટી શકે છે. સક્રિય ઠંડકની આ પદ્ધતિ વીજળી અને પાણીનો મોટો વપરાશ કરે છે, એ તેની ખામી ગણી શકાય. અલબત્ત, એમાં સૌર ઊર્જાનો વપરાશ થતો હોય તો અલગ વાત છે.

નિષ્ક્રિય ઠંડકનો કસબ શું છે?

સ્વીડન, ડેનમાર્ક, ફિનલૅન્ડ અને નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશોમાં શિયાળામાં તાપમાન -20°C સુધી નીચું જતું રહે છે, પણ વધતા વૈશ્વિક તાપમાનને કારણે હવે એ દેશો પણ હીટ વેવનો ભોગ બનવા લાગ્યા છે, જેની સામે રક્ષણ મેળવવા માટે તેઓ નીચે મુજબની પેસિવ (નિષ્ક્રિય) ઠંડકની યુક્તિ અજમાવે છે. જેમ કે… 

1. જાડું ઇન્સ્યુલેશન: ઇન્સ્યુલેશન એટલે દીવાલ, છત કે ફ્લોરમાં મૂકાતી એવી સામગ્રી (જેમ કે ફોમ, મિનરલ વૂલ, ફાઇબર) જે ગરમીના પ્રવાહને ધીમો કરે છે. શિયાળામાં બહાર ખૂબ ઠંડી હોય ત્યારે ઇન્સ્યુલેશન ઘરની અંદરની ગરમીને બહાર જવા દેતી નથી અને ઉનાળામાં બહાર તાપમાન વધારે હોય ત્યારે ઇન્સ્યુલેશન બહારની ગરમીને અંદર પ્રવેશતા અટકાવે છે. ટૂંકમાં, ઇન્સ્યુલેશન ‘થર્મલ બેરિયર’ તરીકે કામ કરે છે અને ગરમીનું આવાગમન ઘટાડે છે.

– સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઘણી આવાસ યોજનાઓ 30-40 સેમી જાડા ઇન્સ્યુલેશન સાથે બનાવાઈ રહી છે.

2. થર્મલ માસ સામગ્રી: થર્મલ માસ એવી સામગ્રી છે જે ગરમી શોષી શકે અને ધીમે ધીમે છોડે. કોંક્રિટ, ઈંટ અને પથ્થર આવી સામગ્રી છે. તે દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને ઘરને ગરમ થવાથી બચાવે છે. રાત્રે તે શોષેલી ગરમી ધીમે ધીમે બહાર છોડે. એટલે દિવસે ઘરની અંદર ઠંડક જળવાઈ રહે છે.

3. ક્રોસ વેન્ટિલેશન: ઈમારતની બે વિરુદ્ધ બાજુ પર બારીઓ/દરવાજા ખોલવાથી હવાનો કુદરતી પ્રવાહ બનાવી શકાય છે, જે ગરમીને બહાર ધકેલે છે. ડેન્માર્કમાં મકાનોની બારીઓ એટલી ઊંચી અને પહોળી ડિઝાઇન કરાય છે કે પવનનો માર્ગ સીધો રૂમની અંદરથી પસાર થાય.

– ડેનમાર્કની રાજધાની કોપનહેગનની એક પ્રખ્યાત ઑફિસ બિલ્ડિંગ ‘UN City’માં ત્રિસ્તરીય વેન્ટિલેશન બારીઓ છે, જે બહાર 30°C તાપમાન હોય તો પણ અંદર 22°C જાળવી રાખે છે.

4. સ્ટેક ઇફેક્ટ દ્વારા કુદરતી ડ્રાફ્ટ:  ગરમ હવા હંમેશાં ઉપરની દિશામાં જાય છે. ઈમારતોમાં ઊભી શાફ્ટ (vertical shafts) બનાવાય છે. ગરમ હવા શાફ્ટમાં થઈને ઉપર જાય છે અને બહાર નીકળી જાય  છે, જેથી નીચેના ભાગમાં ઠંડી હવા દાખલ થઈ શકે.

– હેલસિંકી ઍરપૉર્ટના ટર્મિનલ-2માં ઉપર ખુલ્લી જગ્યા જેવી ડિઝાઇન (atrium) છે, જ્યાંથી ગરમ હવા ઉપર જઈને બહાર નીકળી જાય છે. આ કારણે અંદરનું તાપમાન કુદરતી રીતે ઠંડું રહે છે અને AC પર ઓછો આધાર રહે છે.

5. ઈમારતોમાં વનસ્પતિ અને આર્કિટેક્ચરલ શેડિંગનો ઉપયોગ 

– જીવંત દીવાલો (Living Walls): ઈમારતોની દક્ષિણ બાજુએ છોડ-વૃક્ષો ઉગાડવામાં આવે છે, જે સીધા સૂર્યપ્રકાશને અટકાવીને સુરક્ષાત્મક આવરણ તરીકે કામ કરે છે.

– આર્કિટેક્ચરલ શેડિંગ: લૂવર્સ, બ્લાઇંડ્સ અને લાકડાની જાળીઓ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને ઈમારતની અંદર ઠંડક જાળવી રાખે છે.

6. ફેઝ ચેન્જ મટિરિયલ્સ (PCM):  દીવાલો અને છતમાં ખાસ મીણ કે જેલ જેવી સામગ્રી ભરાય છે, જે ગરમી વધે ત્યારે ઓગળી જાય છે અને વધારાની ગરમી પોતાની અંદર શોષી લે છે. તેથી ઘરની અંદર ઠંડક જળવાઈ રહે છે.

7. કોપનહેગનનો ‘બ્લુ-ગ્રીન ક્લાયમેટ ડિસ્ટ્રિક્ટ’:  કોપનહેગનમાં એક વિસ્તારમાં વરસાદી પાણી એકઠું કરીને બગીચા અને નાની-નાની નહેરો બનાવાઈ છે. આ પાણી અને લીલોતરી કુદરતી રીતે તાપમાન ઘટાડવાનું કામ કરે છે.

8. બાર્સેલોનાની મેટ્રોમાં ‘સ્માર્ટ વેન્ટિલેશન’:  સ્પેનના બાર્સેલોના શહેરની મેટ્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘સ્માર્ટ વેન્ટિલેશન’ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે હજારો સેન્સર્સના રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને 300થી વધુ પંખાની ગતિ અને હવાના પ્રવાહને આપમેળે નિયંત્રિત કરે છે. આ ટૅક્નોલૉજીના પરિણામે ઉનાળામાં સ્ટેશનોનું તાપમાન 1.3°C જેટલું ઘટ્યું છે, હાનિકારક પ્રદૂષિત કણો(PM)માં 50% સુધીનો ઘટાડો થયો છે, અને વીજળીના વપરાશમાં થયેલી બચતના કારણે દર વર્ષે લગભગ 1.7 મિલિયન યુરોની આર્થિક બચત પણ થાય છે.

9. વિયેનાના ‘લીલા બગીચા’: ઓસ્ટ્રિયાના વિયેના શહેરે ગરમીનો સામનો કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય અજમાવ્યો. ત્યાં બસ અને ટ્રામ સ્ટોપની છત પર ફૂલ-છોડ ઉગાડીને નાના-નાના ‘લીલા બગીચા’ બનાવાયા છે. ‘Greener Linien’ નામના આ પ્રોજેક્ટને કારણે વાહન માટે રાહ જોતાં મુસાફરોને ગરમીમાં રાહત મળે છે.

10. ઑસ્ટ્રિયામાં ઈમારતની છત પર ફરજિયાત હરિયાળી:  યુરોપના ઑસ્ટ્રિયામાં એક કાયદો પસાર કરાયો છે કે, જે પણ નવી ઈમારત બને એની છત પર વનસ્પતિ ફરજિયાત ઉગાડવી, જેથી એ ઈમારત અને આસપાસ ઠંડક જળવાઈ રહે. 

11. પેરિસમાં લાખો વૃક્ષો ઉગાડાયા:  પેરિસ શહેરે 2020ના દાયકાની શરૂઆતમાં એક મહત્ત્વાકાંક્ષી પર્યાવરણીય યોજના હેઠળ 2026ના અંત સુધીમાં કુલ 1,70,000 નવા વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. અત્યાર સુધીમાં 1,13,000 વૃક્ષો સફળતાપૂર્વક વાવવામાં આવી ચૂક્યા છે.

Next Post
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In