• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

મુંબઈ : ઈરાન ટૂંક સમયમાં પડી ભાંગશે એવા ટ્રમ્પના દાવા સાથે ઈરાન અને  અમેરિકા વચ્ચે હોર્મુઝ મામલે હજુ મડાગાંઠ નહીં ઉકેલાતાં અને બીજી તરફ ઓઈલ ઉત્પાદક દેશોના  સંગઠન ઓપેકમાં તડાં પડી યુ.એ.ઈ. આ સંગઠનમાંથી બહાર થતાં આંતરરાષ્ટ્રીય મોરચે ઓઈલ પુરવઠા પર પોઝિટીવ અસરની અપેક્ષા છતાં ક્રુડ ઓઈલના ભાવ વધ્યા છતાં આજે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોની સતત ખરીદી સાથે આઈટીસી સહિત એફએમસીજી શેરોમાં તેજી થઈ હતી. મારૂતી સુઝુકીના ત્રિમાસિક પરિણામમાં નફો ઘટયા છતાં વેચાણમાં વૃદ્વિ અને સારા ડિવિડન્ડ વળતરે ઓટો શેરોમાં ફંડોની તેજી અને  આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈનો હાઉ ઘટતાં એઆઈ શેરોમાં વૈશ્વિક નરમાઈની પોઝિટીવ અસરે આજે આઈટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેદાન્તાના પ્રોત્સાહક પરિણામે ફંડો લેવાલ રહ્યા હતા. જો કે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો અને  પાવર શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ આરંભિક તોફાની તેજીમાં ૧૦૯૫.૬૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૭૯૮૨.૫૧ સુધી જઈ પાછો ફરી અંતે ૬૦૯.૪૫ પોઈન્ટ વધીને ૭૭૪૯૬.૩૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ  ઉપરમાં ૨૪૩૩૪.૭૦ સુધી જઈ અંતે ૧૮૧.૯૫ પોઈન્ટ વધીને ૨૪૧૭૭.૬૫ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૭ વધીને રૂ.૧૪૨૬ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ એલએનજી, અદાણી ગેસ વધ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં આજે ફંડોની તેજી રહી હતી. ચોથા ત્રિમાસિકના પરિણામમાં નફામાં ઘટાડા છતાં કંપની દ્વારા આંધ્ર પ્રદેશમાં ૧૭ અબજ ડોલરથી વધુ રોકાણ ૨૦૩૦ સુધીમાં કરીને સૌથી વિશાળ ૧.૫ ગીગાવોટ ડાટા સેન્ટર કલ્સ્ટરનું નિર્માણ કરવાનું જાહેર કરાતાં અને બ્રોકિંગ જાયન્ટો દ્વારા શેરના ભાવ ટાર્ગેટને વધારીને મૂકાતાં સતત લેવાલીએ રૂ.૩૭.૨૫ વધીને રૂ.૧૪૨૬.૧૫ રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૬૮, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૨૫ વધીને રૂ.૨૭૯.૯૦, અદાણી ટોટલ ગેસ રૂ.૩ વધીને રૂ.૬૫૭ રહ્યા હતા.

મારૂતી સુઝુકી નફામાં ઘટાડા છતાં વેચાણ વૃદ્વિએ શેર રૂ.૩૬૩ ઉછળ્યો : એક્સાઈડ, મહિન્દ્રા, આઈશર વધ્યા

ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતી સુઝુકી ઈન્ડિયાના ચોથા ત્રિમાસિકના પરિણામમાં ચોખ્ખા નફામાં ૭.૯ ટકાનો ઘટાડો થવા છતાં વેચાણમાં વૃદ્વિ અને ડિવિડન્ડ આકર્ષણે શેર રૂ.૩૬૩.૩૦ વધીને રૂ.૧૩,૨૫૫ રહ્યો હતો. એક્સાઈડ રૂ.૭.૩૫ વધીને રૂ.૩૬૩.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૨.૯૦ વધીને રૂ.૩૧૫૦.૯૦, આઈશર મોટર્સ રૂ.૧૧૯.૨૫ વધીને રૂ.૭૧૯૦, ટીવીએસ મોટર રૂ.૫૫.૩૫ વધીને રૂ.૩૫૫૨.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૪૦.૨૫ વધીને રૂ.૫૧૧૧.૫૫, ભારત ફોર્જ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૧૯૦૭.૧૫, બજાજ ઓટો રૂ.૪૯.૫૦ વધીને રૂ.૪૯.૫૦ વધીને રૂ.૯૫૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૮૦.૫૬ પોઈન્ટ વધીને ૫૭૫૫૩.૩૮ બંધ રહ્યો હતો.

આઈટીસીની આગેવાનીએ એફએમસીજી શેરોમાં તેજી : ગોડફ્રે ફિલિપ, ઈન્ડિયા ગ્લાયકોલ, સુગર શેરો વધ્યા

ફંડોનું આજે એફએમસીજી શેરોમાં આઈટીસીની આગેવાનીએ આકર્ષણ રહ્યું હતું. ગોડફ્રે ફિલિપ રૂ.૧૫૭.૫૫ વધીને રૂ.૨૨૭૩.૫૦, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૭૦.૪૫ વધીને રૂ.૧૦૩૧.૩૦, આઈટીસી લિમિટેડ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૩૧૬.૨૦, કયુપિડ રૂ.૪.૩૧ વધીને રૂ.૧૧૫.૮૫, દ્વારકેશ સુગર રૂ.૧.૪૬ વધીને રૂ.૪૩.૫૨, ઉગાર સુગર રૂ.૧.૩૩ વધીને રૂ.૪૨.૫૦, ધામપુર સુગર રૂ.૪.૩૦ વધીને રૂ.૧૪૪.૧૦, બિકાજી રૂ.૧૮.૪૫ વધીને રૂ.૬૯૦.૫૦, બલરામપુર ચીની રૂ.૧.૫૦ વધીને રૂ.૫૧૦.૧૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૯૫.૫૯ પોઈન્ટ વધીને ૧૯૧૦૫.૭૬ બંધ રહ્યો હતો.

એઆઈ શેરો તૂટતાં ઈમુદ્રા રૂ.૪૨, ડાટામેટિક્સ રૂ.૪૫, ઝેગલ રૂ.૧૮, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૮ વધ્યા

ઈન્ફોસીસને ૫૦ કરોડ ડોલરનો મેગા કોન્ટ્રેક્ટ-ડિલ જીતતાં અને વૈશ્વિક મોરચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે અપેક્ષિત પર્ફોર્મન્સ નહીં આવતાં એઆઈ શેરો ઘટતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની તેજી રહી હતી. ઈમુદ્રા રૂ.૪૧.૯૦ વધીને રૂ.૫૬૫.૯૦, ઈન્ફોબિન રૂ.૬૬.૨૦ વધીને રૂ.૯૧૨.૧૫, ડાટામેટિક્સ રૂ.૪૫.૪૦ વધીને રૂ.૭૩૭.૮૦, ઝેગલ રૂ.૧૮.૩૦ વધીને રૂ.૩૨૩.૩૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૭.૨૫ વધીને રૂ.૩૨૭.૩૦, પ્રોટીઅન રૂ.૯.૪૦ વધીને રૂ.૬૧૫.૩૦, ન્યુજેન રૂ.૮.૮૦ વધીને રૂ.૫૬૭, તાન્લા પ્લેટફોર્મ રૂ.૬.૬૫ વધીને રૂ.૪૯૭.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૯૮.૧૫ વધીને રૂ.૭૮૨૬.૮૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭.૬૦ વધીને રૂ.૧૬૯૩.૭૦, ટાટા એલેક્સી રૂ.૬૬.૮૦ વધીને રૂ.૫૫૦૭.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૨૬.૬૭ પોઈન્ટ વધીને ૨૮૨૬૨.૯૮ બંધ રહ્યો હતો.

વેદાન્તાના સારા પરિણામે રૂ.૩૪ વધ્યો : મેટલ શેરોમાં જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા

વેદાન્તા લિમિટેડના ત્રિમાસિક સારા પરિણામે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની તેજી રહી હતી. વેદાન્તાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૯૨ ટકા વધીને રૂ.૬૬૯૮ કરોડ થતાં શેર રૂ.૩૪.૦૫ વધીને રૂ.૭૭૩.૨૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૫૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૨.૮૬ પોઈન્ટ વધીને ૪૩૧૧૧૫.૫૮ બંધ રહ્યો હતો.

બંધન બેંક પરિણામે રૂ.૨૦ ઉછળ્યો : એમ્ક્યોર, ગાર્ડન રિચ શિપ, એમસીએક્સ, એમટાર ટેક, શેફાયર ઉછળ્યા

બંધન બેંકના ત્રિમાસિક પરિણામ પ્રોત્સાહક રહી ચોખ્ખો નફો ૬૮ ટકા વધીને રૂ.૫૩૪ કરોડ થતાં શેર રૂ.૨૦ વધીને રૂ.૧૯૮.૩૦, શેફાયર રૂ.૩૪.૨૫ વધીને રૂ.૨૦૯.૦૫, દેવયાની રૂ.૧૫.૪૪ વધીને રૂ.૧૨૭.૫૩, એમ્ક્યોર રૂ.૧૨૩.૭૦ વધીને રૂ.૧૭૩૨.૮૫, ગાર્ડન રિચ શિપ રૂ.૧૯૭.૯૦ વધીને રૂ.૩૦૭૩.૨૦, એમટાર ટેક રૂ.૩૬૨.૦૫ વધીને રૂ.૫૬૫૪, આરબીએલ બેંક રૂ.૨૦.૬૦ વધીને રૂ.૩૪૧.૨૫, ચેન્નઈ પેટ્રો રૂ.૬૬.૬૦ વધીને રૂ.૧૧૩૮.૬૫, કેર રેટિંગ રૂ.૯૧.૩૦ વધીને રૂ.૧૬૮૭.૬૦, સનોફી રૂ.૧૨૪.૨૫ વધીને રૂ.૪૭૯૯.૧૫, વોલ્ટેમ્પ રૂ.૨૯૪.૮૦ વધીને રૂ.૧૧,૭૯૩.૫૦, એમસીએક્સ રૂ.૭૦.૫૦ વધીને રૂ.૨૯૬૮.૪૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોનું ઉછાળે વ્યાપક પ્રોફિટ બુકિંગ : ૨૧૮૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત તેજી સામે આજે ફંડો, ઓપરેટરોએ સાવચેતીમાં ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૦૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૨૩થી ઘટીને ૨૦૫૧  અને ઘટનારની સંખ્યા ૧૩૪૫થી વધીને ૨૧૮૦  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૪૬૮ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૬૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૪૬૮.૪૨  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૪,૨૭૧.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૭૩૯.૬૪ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૨૨૬૨.૧૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૨૩૨.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૭૦.૧૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૬૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી છતાં એ ગુ્રપના શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૬૨ લાખ કરોડ પહોંચ્યું હતું.

Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા | Horrific Car Fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In