• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

Load More

મુંબઈ : ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી યુ.એ.ઈ.એ એક્ઝિટ લઈને વિશ્વને અચંબામાં મૂકી અમેરિકાના પક્ષમાં નિર્ણય લઈ આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં મોટી ઉથલપાથલ મચાવતાં અને બીજી તરફ ઈરાનના ઓઈલ પુરવઠાને અમેરિકાએ બ્લોક કરવાના એક પછી એક પગલાં લેતાં રહી વિશ્વને અનિશ્ચિતતામાં રાખતાં ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થઈ બ્રેન્ટ ક્રુડ ૧૨૨ ડોલર નજીક આવી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયાના ઐતિહાસિક ધોવાણે ૯૫.૨૦ની નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં નેગેટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં આરંભિક મોટો કડાકો બોલાઈ ગયો હતો. ફંડો, મહારથીઓએ આજે આરંભમાં એફએમસીજી, સિમેન્ટ, ઓટો, મેટલ, કેપિટલ ગુડઝ-પાવર શેરો તેમ જ ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં ધબડકો બોલાવી દીધો હતો. પરંતુ બીજી તરફ ભારત દ્વારા અમેરિકાની જોહુકમી અને ક્રુડ ઓઈલની કટોકટીને પહોંચી વળવા રશીયા સાથે હાથ મિલાવીને ડોલરમાં વૈશ્વિક વેપારને બદલે લોકલ કરન્સી અને રૂબલ, યુઆન સહિતમાં વેપારને મહત્વ આપવા વ્યુહાત્મક નિર્ણયો લેતાં ઘટયામથાળે ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, રિલાયન્સ સાથે ફાર્મા શેરોમાં સન ફાર્માની આગેવાનીએ ઝડપી રિકવરીમાં આરંભિક ગાબડું અડધો અડધ પૂરાયું હતું. સેન્સેક્સ આરંભિક હેમરિંગમાં ૧૨૩૭.૫૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૬૨૫૮.૮૬ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળેથી સન ફાર્મા સહિતના ફાર્મા શેરો અને આઈટી શેરોમાં ખરીદી નીકળતાં અને રિલાયન્સ સહિતમાં આકર્ષણે અડધાથી વધુ ગાબડું પૂરાઈ અંતે ૫૮૨.૮૬ પોઈન્ટ તૂટીને ૭૬૯૧૩.૫૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ આરંભમાં નીચામાં ૨૩૭૯૬.૮૫ સુધી ખાબકીને પાછો ફરી અંતે ૧૮૦.૧૦ પોઈન્ટ ઘટીને ૨૩૯૯૭.૫૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૫૩ તૂટયો : કાર્બોરેન્ડમ રૂ.૨૫, વારી રૂ.૩૮૪, કોચીન શિપ રૂ.૪૦ તૂટયા

ફંડોનું આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડિંગ થયું હતું. વારી એનજીૅ રૂ.૩૮૪.૫૦ તૂટીને રૂ.૩૧૧૭.૪૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૧૩૬૫.૬૦, સુઝલોન રૂ.૧.૧૦ ઘટીને રૂ.૫૫.૬૫, જયોતી સીએનસી રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૭૫૦.૫૫ રહ્યા હતા.  બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૫૨.૭૪ પોઈન્ટ તૂટીને ૭૭૨૧૦.૨૩ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ગાબડાં : વેદાન્તા ડિમર્જર એડજસ્ટમેન્ટે ઘટયો : નાલ્કો, હિન્દાલ્કો તૂટયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફરી ગાબડાં પડયા હતા. અલબત વેદાન્તા આજે એક્સ-ડિમર્જર થતાં એડજસ્ટમેન્ટે  રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૨૭૧.૬૦ રહ્યો  હતો. નાલ્કો રૂ.૩૩.૭૫ તૂટીને રૂ.૩૯૯.૪૫,  હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૫૯૫.૫૦, હિન્દાલ્કો રૂ.૩૦.૧૦ ઘટીને રૂ.૧૦૩૭.૩૦, ટાટા સ્ટીલ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૨૧૧.૩૦, રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૨૦.૩૨ પોઈન્ટ તૂટીને ૪૨૧૯૫.૨૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૦૬ પોઈન્ટ ગબડયો : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, ટાઈટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના કાચામાલના ખર્ચમાં વધારા સાથે વૈશ્વિક નિકાસ પડકારોને લઈ નફાશક્તિ ઘટવાના અંદાજો અને પરિણામો પાછળ ફંડો આજે શેરોમાં વેચવાલ રહ્યા હતા. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૬.૬૦ ઘટીને રૂ.૫૩૪.૨૫, વોલ્ટાસ રૂ.૪૩.૭૫ ઘટીને રૂ.૧૪૩૦.૩૦, બ્લુ સ્ટાર રૂ.૫૨.૯૫ ઘટીને રૂ.૧૭૮૪.૩૫, ટાઈટન કંપની રૂ.૫૧.૫૦ ઘટીને રૂ.૪૩૮૫.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૦૫.૭૩ પોઈન્ટ ઘટીને ૫૯૦૯૯.૪૫ બંધ રહ્યો હતો.

ક્રુડ ઉછળતાં રિલાયન્સ સિવાય ઓઈલ શેરોમાં ધોવાણ : અદાણી ગેસ, એચપીસીએલ, આઈઓસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળી આવીને નાયમેક્ષ ઉપરમાં ૧૧૧ ડોલર નજીક થઈ સાંજે ૨.૭૭ ડોલર ઘટીને ૧૦૪.૧૧ ડોલર નજીક રહ્યા સાથે બ્રેન્ટ બેરલ દીઠ ઉપરમાં ૧૧૪.૪૭ ડોલર નજીક સાંજે ૨.૩૭ ડોલર ઘટીને ૧૦૮ ડોલર નજીક રહ્યાની વોલેટીલિટી વચ્ચે ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણ થયું હતું. એચપીસીએલ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૩૭૪.૬૦, આઈઓસી રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૪૨.૨૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૩૦ ઘટીને રૂ.૧૬૩.૪૦, બીપીસીએલ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૩૦૦.૪૫ રહ્યા હતા. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત લેવાલીએ રૂ.૪.૭૦ વધીને રૂ.૧૪૩૦.૮૫ રહ્યો હતો. 

આઈટી શેરોમાં ઘટાડે પસંદગીની ખરીદી : ઈન્નોવાના, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ન્યુજેન, બીએલએસઈ વધ્યા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈનો હાઉ ઓછો થતાં અને આઈટી કંપનીઓને ફરી મોટી ડિલ મળી રહ્યાના ડેવલપમેન્ટે આજે ફરી ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી.  બ્લેક બોક્સ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૬૪૦.૪૦, ઈન્ફોસીસ રૂ.૧૪ વધીને રૂ.૧૧૮૧.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૪૭૪.૦૫, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૩.૮૧ પોઈન્ટ વધીને ૨૮૪૦૬.૭૯ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ક્રુડની તેજીના કારણે ધોવાણ : અપોલો ટાયર, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી ભડકો થતાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો અનિવાર્ય બની જવાના સંકેતોએ આજે ફંડોએ ઓટો શેરોમાં સાવચેતીમાં ઓફલોડિંગ કર્યું હતું. અપોલો ટાયર રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૪૦૮.૪૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૩૪૧.૬૦, અશોક લેલેન્ડ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૬૨.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૪ ઘટીને રૂ.૩૦૯૬.૯૦, ટીવીએસ મોટર રૂ.૬૦.૧૦ ઘટીને રૂ.૩૪૯૨ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૮૨.૩૯ પોઈન્ટ ઘટીને ૫૭૧૭૦.૯૯ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૬૧૨ પોઈન્ટ તૂટયો : એક્સિસ બેંક રૂ.૨૮ તૂટયો : યશ બેંક, બીઓબી, સ્ટેટ બેંકમાં વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓના માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ધોરણોને લઈ ધિરાણ, બિઝનેસ વૃદ્વિ મંદ પડવાના અને એનપીએ વધવાના જોખમને લઈ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી કરી હતી. એક્સિસ બેંક રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૧૨૬૭.૭૦, યશ બેંક ૩૬ પૈસા ઘટીને રૂ.૧૯.૯૩, બેંક ઓફ બરોડા રૂ.૪.૭૫ ઘટીને રૂ.૨૬૩.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૧૦૬૮, કેનેરા બેંક રૂ.૨.૩૦ ઘટીને રૂ.૧૩૪.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૧.૫ પોઈન્ટ ઘટીને ૬૧૭૦૬.૮૮ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૩૩ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૩.૨૯ લાખ કરોડ રહ્યું

ફરી ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક મોટો કડાકો બોલાવ્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી કરતાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૩૩   લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૩.૨૯  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
GUJARAT

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

ફોટો સોર્સ: ફાઈલ તસવીર The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો...

Read more

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In