• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની …

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

Load More

Looteri Dulhan Arrest, Ahmedabad : બીજા લગ્નની આશા રાખતા મોટી ઉંમરના અને બીજવર પુરુષોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી એક ‘લૂંટેરી દુલ્હન’ અને તેની ગેંગને અસલાલી પોલીસની ટીમે ઝડપી છે‌. ધોળકા અને બરોડાના સાગરીતો સાથે મળીને કામ કરતી આ મહિલા બીમાર પિતાના નામે સહાનુભૂતિ મેળવી, માત્ર ફૂલહારથી લગ્ન કરી અને શારીરિક સંબંધોથી બચવા વ્રતના બહાના કાઢીને પૈસા લઈને ફરાર થઈ જતી હતી. છેલ્લા બે વર્ષમાં 5થી 6 લોકોને શિકાર બનાવનાર આ ચાલાક મહિલાને પકડવા માટે સતત એક મહિનાની મહેનત બાદ પોલીસે છેવટે ડમી ગ્રાહક બનીને છટકું ગોઠવવું પડ્યું હતું. મહત્વનું છે કે, આ લૂંટેરી દુલ્હન શારદા બાબુભાઈ ગામીત સામે ગત 30 જાન્યુઆરીના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

લગ્નના નામે લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ઝડપાઈ

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ લૂંટેરી દુલ્હન સાથે 3થી 4 લોકોની આખી એક ટીમ સંડોવાયેલી છે. આ ટીમમાં ધોળકાના એક નૈનાબહેન અને બાકીના વડોદરાના લોકો સામેલ છે. તેઓ ખાસ કરીને મોટી ઉંમરના એવા પુરુષોને નિશાન બનાવતા હતા કે જેઓ બીજવર હોય(પહેલી પત્નીનું અવસાન થયા બાદ બીજા લગ્ન કરવા માંગતા વ્યક્તિ). લોકોને ફસાવવા માટે તેઓ દર વખતે પોતાનું લોકેશન પણ બદલતા રહતા હતા.

બીજવર પુરુષોને ફસાવતી ગેંગનો ડમી ગ્રાહક બનીને પોલીસે કર્યો પર્દાફાશ

આ ગેંગ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને ધોળકાથી બરોડા લઈ ગઈ હતી, જ્યાં આખી યોજના પાર પાડવામાં આવી. ત્યાં એક બીજી મહિલાએ તેમને આ છોકરી બતાવી અને કોઈ બીજાનું જ ઘર બતાવીને એવું ખોટું કહ્યું કે, ‘આ છોકરીના પિતા બીમાર છે અને ખાટલામાં છે.’ જેમાં આરોપીઓએ લગ્ન કરાવી દેવાના બહાને છોકરીના પિતા માટે પૈસાની માંગણી કરી હતી. આ લોકો લગ્ન માટે દોઢેક લાખ રૂપિયા લેતા હોવાનું જણાયું છે, પણ ફરિયાદીના જણાવ્યા મુજબ તેમની પાસેથી બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

કોર્ટ મેરેજ માટે ડોક્યુમેન્ટ ન હોવાનું બહાનું કાઢી લૂંટેરી દુલ્હન પૈસા લઈને ફરાર

પૈસા લીધા પછી આ લોકોએ ફક્ત ફૂલહાર કરીને લગ્ન કરાવી દીધા હતા. લગ્ન પછી આ લૂટેરી દુલ્હન નવ દિવસ સુધી ફરિયાદીના ઘરે રહી હતી, પરંતુ તેણે પોતે વ્રત રાખ્યું છે તેવું બહાનું કાઢીને શારીરિક સંબંધ બાંધવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે પીડિત વ્યક્તિએ કાયદેસર કોર્ટ મેરેજ કરવાનો આગ્રહ રાખ્યો, ત્યારે કોર્ટમાં જઈને આ દુલ્હને એવું બહાનું કાઢ્યું કે કેટલાક ડોક્યુમેન્ટ્સ ઘટે છે અને તે માટે બરોડા જવું પડશે અને પછી પૈસા લઈને તે પરત ફરી જ નહોતી. 

બે વર્ષમાં 5-6 વ્યક્તિને છેતર્યા

પોલીસ પૂછપરછમાં લૂંટેરી દુલ્હને કબૂલાત કરી હતી કે, તેણે છેલ્લાં બે વર્ષમાં આ રીતે 5થી 6 લોકો સાથે લગ્ન કર્યા છે. તેના પરિવારમાં બીજું કોઈ નથી અને તે પોતે પહેલાથી જ સિંગલ છે. આરોપી મહિલા બરોડામાં એનઆરઆઈ અથવા અન્ય કોઈ નામથી મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું જણાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોર માર માર્યો

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘મહિલાને પકડવા માટે અમે એક મહિના સુધી સતત તેની પાછળ ખૂબ મહેનત કરી હતી. અમે તપાસ અર્થે બરોડા ગયા તો મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી અને અમે કુરિયર બોય બનીને એટીએમ કાર્ડ આપવાના બહાને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલાને તેમાં શંકા જતાં કુરિયર લેવાની સામેથી ના પાડી દીધી હતી. મહિલાનું લોકેશન સતત બદલાતું હોવાથી તેને સીધી રીતે પકડી પાડવું મુશ્કેલ હતું. છેવટે અમારે ડમી ગ્રાહક બનવું પડ્યું અને એક છટકું ગોઠવીને મહિલાને પકડી પાડી હતી.’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની …

અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની …

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની …
GUJARAT

Looteri Dulhan Arrest, Ahmedabad : બીજા લગ્નની આશા રાખતા મોટી ઉંમરના અને બીજવર પુરુષોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી એક...

Read more

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In