![]()
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાતાં ડોલર સામે રૂપિયો નબળો પડયો હતો. શેરબજાર ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલ ફરી ઉંચકાતાં મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યાના વાવડ હતકા. ડોલરના ભાવ રૂ.૯૪.૨૬ વાળા આજે સવારે રૂ.૯૪.૫૮ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૪.૬૮ તથા નીચામાં ભાવ રૂ.૯૪.૩૪ થઈ રૂ.૯૪.૪૦ રહ્યા હતા. ડોલરના ભાવ ૧૪ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો ૦.૧૫ ટકા ઘટયો હતકો. વૈશ્વિક સ્તરે ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે ઘર્ષણના માહોલમાં શાંતિની વાતો કરી આગળ વધે છે તેના પર કરન્સી બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ડોલરમાં આયાતકારોની ખરીદી દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૧૦ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૨૮ તથા નીચામાં ૯૭.૯૫ થઈ ૯૭.૯૬ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૦ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૨૮.૭૬ થઈ રૂ.૧૨૮.૬૫ રહ્યા હતા.
યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૮ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૧૧૧.૨૨ થઈ રૂ.૧૧૧.૨૦ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ધીમી વૃદ્ધી દેખાઈ હતી. રૂપિયા સામે ચીનની કરન્સી ૦.૨૫ ટકા વધી હતી.
ભારતમાં ફોરેક્સ રિઝધર્વ ૭.૭૯ અબજ ડોલર ઘટી ૬૯૦.૬૯ અબજ ડોલર થયાનું રિધર્વ બેન્કે જણાવતાં કરન્સી બજારમાં અજંપો વધ્યો હતો. આ પૂર્વે ફોરેક્સ રિઝર્વમાં ૪.૮૨ અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને હવે ફોરેક્સ રિઝર્વમાં વધુ ૭.૮૦ અબજ ડોલર ઘટતાં બે સપ્તાહમાં ફોરેક્સ ર્ઝર્વમાં ૧૨થી ૧૩ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
દેશમાં ડોલરનો ઈન્ફલો ઘટયો છે સામે આઉટફલો વધ્યો છે. ફેબુ્રઆરીમાં ફોરેક્સ રિઝર્વ ઉંચામાં ૭૨૮થી ૭૨૯ અબજ ડોલર સુધી પહોંચતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. દરમિયાન, ગોલ્ડ રિઝર્વમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો થયાનું રિઝર્વ બેન્કના સૂત્રો જણાવી રહ્યા હતા.
ફોરેક્સ ભાવ
|
ડોલર |
રૃા. ૯૪.૪૭ |
|
પાઉન્ડ |
રૃા. ૧૨૮.૬૫ |
|
યુરો |
રૃા. ૧૧૧.૨૦ |
|
યેન |
રૃા. ૦.૬૦ |















