![]()
ભાવનગર – ભરતનગર પોલીસે અધેવાડા ખાતે રહેતી ઉષાબેન મહેશભાઈ મકવાણા નામની મહિલાના રહેણાંકના મકાનમાં દરોડો પાડી પાછળના ભાગે બનાવેલા વડના તલાશી લેતા દેશી દારૃ , આથો, ટીપડા, દારૃ બનાવવાના સાધનો ભઠ્ઠી મળી રૃ.૨૨,૩૦૦ ના મુદામાલ મળી આવ્યો હતો.જ્યારે મહિલા ફરાર થવામાં સફળ રહી હતી.આ બનાવ સંદર્ભે પોલીસે મહિલા વિરૃધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.















