• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ, હાઈકોર્ટે ભર્યું મોટું પગલું | AI Misuse Spar…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ, હાઈકોર્ટે ભર્યું મોટું પગલું | AI Misuse Spar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

Load More

AI Deepfake Fraud Surges: હાઈકોર્ટે અદાલતોની દૈનિક કામગીરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો સીમિત ઉપયોગ કરવાની નીતિ જાહેર કરી છે. કારણ કે, સોશિયલ મીડિયામાં એઆઈના ટ્રેન્ડની બીજી બાજુ ભયજનક છે. સામાન્ય નાગરિકો સોશિયલ મીડિયા પર એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વીડિયોની ભરપૂર મજા લે છે. પરંતુ સોશિયલ મીડિયા પર મજા માટે મુકાતા વીડિયો, ફોટોગ્રાફથી નકલી ચહેરા અને નકલી અવાજ સાથે જે એઆઈનો દુરુપયોગ કરીને આકર્ષિત કરતા વીડિયો સાથે સાયબર ગઠિયાઓ સાયબર ચીટિંગની લિંક પણ સામેલ કરી દઈને અબજો રૂપિયાની સાયબર ઠગાઈ કરવા લાગ્યા છે.

ગુજરાતમાં સાયબર ક્રાઈમની દર કલાકે 21 ફરિયાદ નોંધાય છે

કોરોના તો ગયો પણ લોકોને મોબાઈલ ફોનનું વળગણ આપી ગયો છે. અત્યારે એઆઈનો ટ્રેન્ડ જામ્યો છે. કોઈપણ કામ-ધંધાનો ડેટા અપલોડ કરવામાં આવે પછી જે મદદ કે વિગત માંગો તે એઆઈ તરફથી પૂરી પાડવામાં આવે છે. વિતેલા બે વર્ષમાં એઆઈનો ટ્રેન્ડ વધતાં જ સાયબર ક્રાઈમના ગુનામાં પણ ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમની દર કલાકે 21 ફરિયાદ એટલે કે દરરોજની 500 જેટલી ફરિયાદ નોંધાય છે, તેમાં હવે એઆઈથી ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે.

100માંથી 83 લોકો એઆઈ વોઈસ સ્કેમનો શિકાર બને છે

ભારતમાં એઆઈ વોઈસ સ્કેમ ચાલે છે તેનો શિકાર 100માંથી 83 લોકો બને છે. મહિલા કે પુરુષના નકલી ચહેરા અને નકલી અવાજથી આચરવામાં આવતી સાયબર ઠગાઈમાંથી માંડ 17 ટકા લોકો જ બચી શકે છે. 47 ટકા ભારતીય યુવા કે બાળકો વોઈસ ક્લોન કે ડીપ ફેક સ્કીમનો શિકાર બની રહ્યાં છે. તો, સિનિયર સિટીઝનોમાં ઠગાઈનો ભોગ બનવાની ટકાવારી 45 ટકા પહોંચી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર ઓપન પ્રોફાઈલ એટલે મુસિબતને આમંત્રણ

અમદાવાદ સહિત ગુજરાતમાં એ.આઈ. ક્રાઈમ હોટસ્પોટ અંગે મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ અટકાવવા પ્રયત્નશીલ અધિકારી સૂત્રોનું કહેવું છે કે, હાલમાં એઆઈથી રીઅલ ટાઈમ ડીપ-ફેકનો ટ્રેન્ડ ભયજનક બની રહ્યો છે. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રોફાઈલ ઓપન હોય તેમ છતાં પણ પોતાની, પરિવારની તસવીરો કે પછી વિગતો વાઈરલ કરવાનું ઘેલું અનેક લોકોને લાગ્યું છે. આવા કિસ્સામાં સોશિયલ મીડિયા ઉપરથી તસવીરો કે વિગતો મેળવી લઈને ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને સાયબર ચાંચિયાઓ ઠગાઈ કરવા લાગ્યા છે. એઆઈથી રીઅલ ટાઈમ ડીપફેક એટલે કે મળતો ચહેરો દેખાય તેવી બનાવટી પ્રોફાઈલ બનાવીને તમારા નજીકના લોકો સાથે જે છેતરપિંડી કરી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા

એઆઈથી આધાર સાથે લિન્ક્ડ ફોન નંબર બદલી બેન્ક ખાતાં હેક

ગુનાખોરીના વાર્ષિક સર્વેક્ષણમાં એવો ઘટસ્ફોટ કરાયો છે કે, એઆઈથી નિર્મિત નકલી વીડિયો અથવા તો આઈ-બ્લિન્ક એનિમેશન સાયબર સિક્યોરિટી પ્રોટોકોલને પણ છેતરી જાય છે. એઆઈ આધારિત ક્રાઈમના નવા ટ્રેન્ડ અનુસાર એ.આઈ. આધારિત સાયબર ક્રાઈમથી આધાર કાર્ડ સાથે લિન્ક કરાયેલા મોબાઈલ નંબર બદલી નાંખીને બેન્ક ખાતાં હેક કરવામાં આવે છે. એથી બેન્ક ખાતાંના સિક્યોરિટી બાયોમેટ્રિક બાયપાસ કરી સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે.

સાયબર ઠગાઈના કોલમાં મહિલા તરીકે વાત કરે કે પુરુષ તરીકે, વ્યક્તિ એક જ હોય છે

સાયબર ગઠિયાઓ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પૂર્ણરૂપે કરે છે. કોઈ એક રૂમની જગ્યા મળી જાય એટલે સાયબર ઠગાઈ કરનાર ચાલાક ગઠિયા મહિલા કે પુરુષ, કોઈપણ અવાજમાં વાત કરે છે. સૂત્રોનું કહેવું છે કે, કોમ્પ્યુટર કે લેપટોપ સાથે અત્યાધુનિક એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરી સાયબર ગઠિયાઓ પોતાના અવાજને બદલી નાંખે છે. 

સામાન્ય બેન્ક કર્મચારી, પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી કે કોઈ એજન્સીના અધિકારી તરીકેનો રોફ બતાવવા માટે વોઈસ ટોન ઉપરાંત કડકાઈ અને અવાજ પણ એ.આઈ. આધારિત સેટ કરવામાં આવે છે. કોલ ટ્રાન્સફર કરવાનું બહાનું કરીને ખાસ પ્રોગ્રામના આધારે મહિલા કે પછી પુરુષ તરીકે વાત કરનાર એક જ વ્યક્તિ હોય તેવા કિસ્સાઓ પણ સાયબર પોલીસના ધ્યાન ઉપર આવ્યા છે.

સાયબર ગઠિયા વિદેશમાં સલામત, સ્થાનિકો ફસાય

સાયબર ક્રાઈમના જાણકાર સૂત્રો કહે છે કે, સમય સાથે એઆઈ સહિતની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતાં સાયબર ગઠિયા વિદેશથી સંચાલન કરીને સલામત રહે છે. ભારતમાં સાયબર ઠગાઈ આચરતી ટોળકી કમ્બોડિયા, મ્યાનમાર, લાઓસ સહિતના કેન્દ્રોથી સંચાલિત થતી હતી. અબજો રૂપિયાની હેરાફેરી થતી હોય તેવા અનેક કિસ્સા ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા છે તેમાં મહદઅંશે પૈસાની હેરાફેરીના આરોપસર સ્થાનિકો જ પકડાય છે. આ સંજોગોમાં જ્યાં સુધી જનજાગૃતિ ન થાય ત્યાં સુધી સાયબર ક્રાઈમ ઉપર નોંધપાત્ર અંકુશ મળે તેમ જણાતું નથી.

Next Post
અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…

અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
GUJARAT

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

Stock Market News : ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અત્યંત ખરાબ સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ...

Read more

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In