![]()
Valsad News: કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીને લઈને હીટવેવની સ્થિતિ છે. આ દરમિયાન ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં પ્રાણી અને સરિસૃપો જીવો ગરમીથી બચવાનો આશરો શોધતા હોય છે, ત્યારે વલસાડના પારડીમાં ACમાંથી ત્રણ સાપ નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. આ પછી પરિવારે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરતાં અંતે ACમાંથી ત્રણ સાપનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.
પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ!
મળતી માહિતી મુજબ, પારડી તાલુકાના પોણીયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ઘરમાં લગાવેલી ACમાં કઈક હલચલ થતાં પરિવારે તેમાં ચકાસતા એકસાથે ત્રણ સાપ અંદર હોવાનું જણાયું હતું. કાળઝાળ ગરમીમાં ACમાં ઠંડક માણી રહેલા સાપોને જોઈને પરિવારમાં દોડધામ મચી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા
આ પછી પરિવારે સ્થાનિક જીવદયા પ્રેમીનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે મહેમત બાદ સાપને સુરક્ષિત રીતે ACમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જીવદયા પ્રેમીઓએ સાપોને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા હતા.
<a href=
<p>The post VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three… first appeared on gandhinagarmetro.com.</p>















