• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકોને દુર્લભ બીમારી છતાં સહાય કેન્દ્રો શરૂ કરવામાં સરકારના ઠાગાઠૈયા | Gujara…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકોને દુર્લભ બીમારી છતાં સહાય કેન્દ્રો શરૂ કરવામાં સરકારના ઠાગાઠૈયા | Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Lacks Rare Disease Center: ભારતમાં જન્મ લેતાં સરેરાશ 10 હજારમાંથી 1 બાળક દુર્લભ બીમારી સાથે જન્મ લે છે. હાલ આપણા દેશમાં અંદાજે 7 કરોડ લોકો જન્મજાત દુર્લભ બીમારી ધરાવે છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી, સાયસ્ટિક ફાયબ્રોસિસ જેવી જન્મજાત દુર્લભ બીમારી માટે ઈન્જેક્શન-દવાની કિંમત ઘણા કિસ્સામાં કરોડ રૂપિયાથી પણ વધુ હોય છે. આ દર્દીને આવી મોંઘી દવા લેવા માટે આર્થિક સહાય મળી રહે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરાયું છે.

હાલ રાજ્યમાં 2 લાખ જેટલા દર્દીઓ 7 હજાર પ્રકારની દુર્લભ બીમારીઓ ધરાવે છે. અલબત્ત, ગુજરાતમાં હાલ એક્સલન્સ શરૂ કરાયું જ નથી. સ્થિતિ એવી છે કે કોઈ બાળકને જન્મજાત દુર્લભ બીમારી હોય તો તેના માતા-પિતાને નજીકમાં નજીક મુંબઈ ખાતે આવેલા કેન્દ્ર સુધી ધક્કા ખાવા પડે છે. ભારતમાં હાલ કુલ 15 સેન્ટર ઓફ એક્સલન્સ આવેલા છે. જેમાં પશ્ચિમ ભારતમાંથી માત્ર મુંબઈની કિંગ એડવર્ડ હોસ્પિટલ અને એઈમ્સ-જોધપુરનો સમાવેશ થાય છે. 

જાગૃતિનો અભાવ અને આર્થિક સંકટ

આર્થિક અગવળતાઅથવા તો ઘણા કિસ્સામાં જાગૃતિના અભાવે માતા-પિતા દુર્લભ બીમારી ધરાવતા બાળકોને આ સેન્ટર ઓફ એક્સલન્સમાં લઈ જવાનું ટાળે છે. આ અંગે અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડૉ. જયેશ શેઠે જણાવ્યું કે, ‘અમારા કેન્દ્રમાં એક જ વર્ષમાં દુર્લભ બીમારી ધરાવતા 200થી વધુ દર્દી નોંધાયા છે. રેર ડિસીઝ ધરાવનારા માટે દેશમાં 15 સેન્ટર ઓફ એક્સલન્સ શરુ કરવા માટે આરોગ્ય વિભાગ સુધી અનેકવાર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.  

આ સેન્ટર નહિ શરુ થવાથી અસાધ્ય બીમારી ધરાવતા બાળ દર્દીઓ સાથે જ અનેક માતા-પિતાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શા માટે આ કેન્દ્રો શરુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તે સમજાતું જ નથી. 

દુર્લભ બીમારીનું કેન્દ્ર શરૂ કરવાથી શું ફાયદો થાય?

– ગુજરાતમાં જ નિદાન-સારવાર મળશે.

– મુસાફરી ખર્ચ-સમય બચશે.

– દર્દીઓ અને પરિવાર માટે સરળતા વધશે.

– નેશનલ પોલિસી ફોર રેર ડિસિઝ હેઠળ રૂ. 20 લાખથી રૂ. 50 લાખ સુધીની સહાય.

– સારવાર સીધી સેન્ટર ઓફ એક્સલન્સથી મળશે.

– મંજૂરી પ્રક્રિયા ઝડપી બને.

– આ કેન્દ્ર શરૂ કરવા માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જરૂરી છે. જેમાં નિષ્ણાત ડૉક્ટરની ટીમ, જિનેટિક ટેસ્ટિંગ લેબ, રીસર્ચ સહિતની સુવિધા જરૂરી.

આ પણ વાંચો: અમદાવાદમાં બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત, સ્પોર્ટ્સ બાઈક બેકાબૂ થઈને 25 ફૂટ ફંગોળાઈ

સેન્ટર ઓફ એક્સલન્સમાં સહાયની શું પ્રક્રિયા હોય છે?

– દર્દીને સરકારી હોસ્પિટલ અથવા ઓળખાયેલા સેન્ટર ઓફ એક્સલન્સમાં બતાવવું જરૂરી છે.

– જ્યાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા તપાસ અને નિદાન થાય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Load More

– જરૂરી હોય તો જિનેટિક ટેસ્ટ-અન્ય તપાસ કરાવાય છે.

– સહાય સીધી રીતે સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા જ મળે છે.

– ઘણીવાર સરકારી હોસ્પિટલને સીધું ફંડ આપવામાં આવે છે.

– ક્યારેક દર્દીને રીએમ્બર્સમેન્ટ પદ્ધતિથી મદદ મળે છે.

– સારવાર માત્ર અધિકૃત સેન્ટર ઓફ એક્સલન્સમાં જ માન્ય છે.

ભારતમાં જોવા મળતી કેટલીક સામાન્ય પ્રકારની દુર્લભ બીમારી

જિનેટિક: થેલેસેમિયા, સિસ્ટિક ફાઈબ્રોસિસ, હીમોફિલિયા.

મેટાબોલિક-ડિસઓર્ડર્સ: ગોશે ડિસીઝ, પોમ્પે ડિસીઝ.

ન્યુરોલોજિકલ: સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી.

ઓટોઇમ્યુન: લૂપસના કેટલાક ગંભીર પ્રકાર.

દુર્લભ બીમારીમાં શું સમસ્યા થતી હોય છે?

દુર્લભ બીમારીના વિવિધ પ્રકાર છે. જેમાંથી એક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. આ બીમારીમાં માંસપેશી ધીરે-ધીરે નબળી પડવા લાગે છે. બાળક બેસવામાં કે ચાલવામાં મોડું કરે છે. શરીરમાં નબળાઈ, ચાલવામાં મુશ્કેલી, ગંભીર કેસમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ભારતમાં દુર્લભ બીમારી માટે સરકાર દ્વારા પસંદ કરાયેલા કેન્દ્ર

ઉત્તર ભારત: એઇમ્સ-નવી દિલ્હી, પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિ. ઓફ મેડિકલ એજ્યુકેશન, સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિ. ઓફ મેડિકલ સાયન્સ.

પશ્ચિમ ભારત: કિંગ એડવર્ડ હોસ્પિટલ, એઇમ્સ-જોધપુર.

પૂર્વ ભારત: ઈન્સ્ટિ. ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ.

દક્ષિણ ભારત: ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, એઇમ્સ-ભુવનેશ્વર.

આ પણ વાંચો: અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર

ટૂંક સમયમાં દુર્લભ બીમારીનું કેન્દ્ર શરૂ થશે: આરોગ્ય વિભાગ

ગુજરાતના આરોગ્ય વિભાગના દાવા અનુસાર દુર્લભ બીમારી ધરાવતા દર્દી માટે રાજ્યમાં સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી ટૂંક સમયમાં આ કેન્દ્ર મોટાભાગે અમદાવાદમાં જ શરૂ થઈ જશે. અલબત્ત, આરોગ્ય વિભાગનો આ દાવો વાસ્તવિકતામાં ક્યારે ફેરવાશે એ મોટો સવાલ છે અને ત્યાં સુધી દુર્લભ બીમારી ધરાવનારા માટે હાલાકીનો જ સામનો કરવો પડશે.

દુર્લભ બીમારીમાં નાણાકીય સહાય કેટલી મળે છે?

દુર્લભ રોગોને 3 ગ્રુપમાં વહેંચવામાં આવે છે. જેમાં ગ્રુપ 1માં એક વખતની સારવારથી ઠીક થનારા, ગ્રુપ-2માં લાંબા સમયની સારવારવાળા અને ગ્રુપ-3માં અત્યંત મોંઘી-જીવનભર સારવારવાળાનો સમાવેશ થાય છે. જેમાં રાષ્ટ્રીય આરોગ્ય નિધિ હેઠળ રૂપિયા 50 લાખ સુધીની નાણાકીય સહાય. માત્ર સરકારી સેન્ટર ઓફ એક્સલન્સમાં સારવાર.

Next Post
ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો | NEET 20…

ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ 'ખેલ' કર્યાનો દાવો | NEET 20...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In