![]()
વડોદરા,પાણીગેટની મહિલા બૂટલેગરનો દારૃ વેચતો વીડિયો વાયરલ કરનાર એક ન્યૂઝ પેપરના સંચાલક દ્વારા ૨૦ હજારની માગણી કરી બીભત્સ અડપલા કરવામાં આવ્યા હતા. જે અંગે મહિલા બૂટલેરની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાણીગેટ વિસ્તારમાં રહેતી મહિલા બૂટલેગરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોલીસથી ચોરી છૂપીથી દારૃનું વેચાણ કરૃં છું. ગત ૧૪ મી તારીખે મારા પતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂઝ પોર્ટલના પેજ પર વીડિયો જોયો હતો. જેમાં અમારી દુકાન પર દારૃનું વેચાણ થાય તેવું બતાવ્યું હતું. મારા પતિએ ન્યૂઝના તંત્રી વિજય મકવાણાનો નંબર તેના પેજ પરથી લઇને સંપર્ક કરી વીડિયો વાયરલ કરવાની ના પાડી રૃબરૃમાં મળી વાતચીત કરવા કહ્યું હતું. ગઇકાલે રાત્રે વિજય મકવાણા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં મળ્યો હતો. તે મને એકલામાં વાતચીત કરવા લઇ ગયો હતો. વિજયે વીડિયો ડિલિટ કરવા માટે ૨૦ હજારની માગણી કરી હતી અને એવી બીભત્સ માગણી કરી હતી કે, રૃપિયા આપવા ના હોય તો એક રાત માટે ઊંઘવા ચાલ. તેણે અચાનક મારી છાતીના ભાગે હાથ નાખી ડ્રેસ ફાડી નાખ્યો હતો. મેં બૂમાબૂમ કરતા મારા પતિ આવી જતા અમારા વચ્ચે મારામારી થઇ હતી.
પોલીસ સ્ટેશનની બહાર જ બૂટલેગરે હુમલો કર્યો
વડોદરા,
જ્યારે સામા પક્ષે સાપ્તાહિક પેપરના તંત્રી વિજય દેવેન્દ્રકુમાર મકવાણા (રહે. ગીતાંજલી ડુપ્લેક્સ, મકરપુરા)એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે અમે લાકડા ભરેલો એક ટેમ્પો પકડી કપુરાઇ પોલીસને સોંપ્યો હતો. તે દરમિયાન નિશાંત ભટ્ટે આવીને વીડિયો વાયરલ કરવા બાબતે અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પોલીસ સ્ટાફે દોડી આવી મને છોડાવ્યો હતો. નિશાંત સાથે આવેલી એક મહિલાએ છેડતીનો ખોટો આક્ષેપ કર્યો હતો.















