• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Indian Navy Nuclear Submarine Satellite Image : સમુદ્રમાં ભારતની પરમાણુ ક્ષમતાનો લઈને એક દુર્લભ તસવીર સામે આવી છે. IISS(international institute for strategic studies)એ ભારતની અણુ સબમરીનની તસવીરો જાહેર કરી છે. આમાં ભારતીય નૌસેનાની તમામ ચાર અરિહંત ક્લાસ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઇલ સબમરીનો એક સાથે વિશાખાપટ્ટનમના બંદર પર દેખાઈ રહી છે. આ તસવીરો સમુદ્રમાં ભારતની વધતી સુરક્ષાને સ્પષ્ટ દેખાડી રહી છે.

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 2 - image

એક સાથે 4 સમરીન ડૉક કરાયેલી દેખાઈ

આ તસવીરોમાં INS અરિહંત (S2), INS અરિઘાત (S3), INS અરિદમન (S4) અને ચોથી સબમરીન S4 (જેનું નામ INS અરિસૂદન કરાશે) એક સાથે લાંગરેલી કરાયેલી દેખાઈ રહી છે. 6000થી 7000 ટનની આ તમામ સબમરીનો K15 સાગરિકા અને K4 બેલેસ્ટિક મિસાઇલો લઈ જવા માટે સક્ષમ છે.

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 3 - image

પ્રથમવાર જોવા મળ્યો દુર્લભ નજારો

તમામ સબમરીનો પોર્ટ પર એક સાથે ઉભેલી હોવાનો દુર્લભ નજારો પ્રથમવાર જોવા મળ્યો છે. જોકે આનાથી એવો પણ સંકેત મળે છે કે ભારત હજુ સુધી ચોવીસે કલાક દરિયાઈ દેખરેખ (એટલે કે દરિયામાં હંમેશા ઓછામાં ઓછી એક પરમાણુ સબમરીન તૈનાત રાખવાના) સંપૂર્ણ ચક્રનો અમલ કરી શક્યું નથી, પરંતુ સબમરીનના કાફલાનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 4 - image

દુશ્મનો માટે સબમરીનો શોધવી મુશ્કેલ

તમામ સબમરીનો ભારતની ‘ન્યૂક્લિયર ટ્રાયડ’ સૌથી મહત્ત્વની અને સુરક્ષિત ભાગ માનવામાં આવે છે. દુશ્મનો માટે આ સબમરીનો શોધવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. આમાં હંમેશા બેલેસ્ટિક મિસાઇલો તહેનાત હોય છે, જે હજારો કિલોમીટર દૂર દુશ્મનને સરળતાથી ટાર્ગેટ કરી શકે છે.

INS અરિહંતે 2018માં પ્રથમ પેટ્રોલિંગ પૂરું કર્યું. હવે ભારતીય નૌકાદળમાં જેમ-જેમ નવી સબમરીનો આવી રહી છે, તેમ ભારતની બીજીવાર હુમલો કરવાની વિશ્વનીયતા વધી રહી છે. જ્યારે ચારેય સબમરીનો સંપૂર્ણ ઓપરેશનલ થઈ જશે, તો ઓછમાં ઓછી એક સબમરીન દરિયામાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવી શકે છે.

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 5 - image

અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ સબમરીન બેઝ

વિશાખાપટ્ટનમનું પોર્ટ હવે ખૂબ વ્યસ્ત થઈ ગયું છે. સુરક્ષા અને ગોપનીયતા વધારવા માટે 50 કિલોમીટર દક્ષિણમાં INS વર્ષા નામનું અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ સબમરીન બેઝ બનાવી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં ત્યાં બે મોટી સુરંગ દેખાઈ રહી છે. આ સુરંગો પાણીની અંદર સુધી જાય છે. આ રણનીતિથી સબમરીનોને દુશ્મનની નજર અને હુમલાથી બચાવવામાં ખૂબ કામ આવશે.

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 6 - image

ચારેય સબમરીનની ખાસિયત

INS અરિહંત : ભારતે 1980માં ઍડ્વાન્સ ટૅક્નોલૉજી પ્રોજેક્ટ(એટીવી)ની શરૂઆત કરી હતી અને તેનો પ્રથમ પ્રોજેક્ટ અરિહંત સબમરીન હતી. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા 2009માં આ સબમરીન પાણીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી. જે પછી, ઑગસ્ટ 2016માં આ સબમરીન કાર્યરત કરવામાં આવી હતી. તેનું વજન 6000 ટન છે. 15 ઑક્ટોબર-2022માં આઇએનએસ અરિહંતમાંથી બેલાસ્ટિક મિસાઇલ છોડવાનું સફળ પરીક્ષણ થયું હતું. બંગાળની ખાડીમાં રખાયેલું નિશાન અરિહંતમાંથી છોડેલી બેલાસ્ટિક મિસાઇલે આબાદ સાધ્યું હતું. પરીક્ષણ દરમિયાન નિર્ધારેલા બધા જ માપદંડોને પૂરા કરાયા હતા.પરમાણુ સજ્જ અરિહંત સબમરીનમાંથી હવાઈ, સમુદ્રી અને ધરતી પર નિશાન સાધી શકાય છે.

INS અરિઘાત : આ સબમરીન ‘INS અરિહંત’નું અપગ્રેડેડ વર્ઝન છે, જેને વિશાખાપટ્ટનમ ખાતે ‘એડવાન્સ ટેક્નોલોજી વેસલ’ (ATV) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. તેનું વજન પણ 6000 ટન છે. તે 50 દિવસથી વધુ પાણીની અંદર રહી શકે છે. પાણીની અંદર તેની ઝડપ 24 નોટિકલ માઇલ પ્રતિ કલાક છે. અરિઘાત પરમાણુ મિસાઇલ સબમરીન અરિહંત કરતાં પણ વધુ ઘાતક છે. તેની બેલેસ્ટિક મિસાઇલની રેન્જ 3500 કિલોમીટર સુધીની છે. આ ઘાતક સબમરીન મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે. તે દરિયાની સપાટી પર 22-28 કિલોમીટર પ્રતિ કલાક અને સમુદ્રની ઊંડાઈમાં 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે.

આ પણ વાંચો : સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ!

INS અરિદમન : આ સબમરીન પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે. INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતાં અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતાં આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

INS અરિસૂદન : ભારતીય નૌકાદળની ચોથી અને અંતિમ અરિહંત-ક્લાસની ન્યુક્લિયર-સંચાલિત (પરમાણુ શક્તિથી ચાલતી) બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. તે વિશાખાપટ્ટનમ ખાતેના શિપ બિલ્ડિંગ સેન્ટર(Ship Building Centre)માં બનાવવામાં આવી છે. આ સબમરીન ઉન્નત USHUS સોનાર (USHUS sonar), પંચેન્દ્રિય ઇન્ટિગ્રેટર સબમરીન સોનાર અને અદ્યતન અંડરવોટર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. તે પાણીની અંદર લાંબા સમય સુધી સક્ષમ રહેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન 7 - image

બે પ્રકારની પરમાણુ સબમરીન હોય છે

પરમાણુ સબમરીન બે પ્રકારની હોય છે. ન્યુક્લિયર એટેક સબમરીન (SSN) અને ન્યુક્લિયર મિસાઇલ સબમરીન (SSBN). ન્યુક્લિયર મિસાઇલ સબમરીન માત્ર ન્યુક્લિયર હથિયારોનું વહન કરે છે. આ સબમરીન દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી નથી. ન્યુક્લિયર એટેક સબમરીનમાં પરમાણુ હથિયારો હોતા નથી. આ સામાન્ય સબમરીનની જેમ હોય છે પરંતુ તેને ઊર્જા ન્યુક્લિયર પાવરમાંથી મળે છે. ન્યુક્લિયર સબમરીન સામાન્ય સબમરીનની તુલનામાં ઘણી શક્તિશાળી હોય છે. આ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.

આ પણ વાંચો : ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કારણ

Next Post
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In