![]()
Ahmedabad Crime : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી અવનવી યુક્તિ અપનાવીને લોકો સાથે લૂંટ ચલાવી રહી છે. 18 દિવસ પહેલાં મહીસાગર ખાતે રહેતો યુવક વસ્ત્રાલ રિંગ રોડ ઉપરથી કાર લઈને જતો હતો, ત્યારે એક્ટિવા ઉપર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા. “તેં મારી સાથે તમારી કાર અથડાવી છે” તેમ કહીને યુવકને કારમાંથી નીચે ઉતારી રૂ.2.50 લાખની કાર લૂંટી ગયા હતા, કારમાં મોબાઈલ પણ હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગરના યુવકે રામોલ પોલીસમાં ફરિયાદ કરી
મહીસાગરના યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 01-05-2026ના રોજ તેઓ પોતાની ઈકો ગાડી લઈને અમદાવાદ આવ્યા હતા અને રાત્રે નવ વાગ્યે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર ટોલ ટેક્સ પાસે ચા પીવા ઊભા હતા, ત્યારબાદ તેઓ કાર લઈને જઈ રહ્યા હતા. આ સમયે એક્ટિવા ઉપર આવેલા બે શખ્સોએ તેમને રોકીને “તેં મારી સાથે તમારી કાર અથડાવી છે” તેમ કહી કારમાંથી નીચે ઉતાર્યા હતા અને રૂ.2.50 લાખની કાર લઈને ભાગી ગયા હતા. કારમાં રૂા. 10,000નો મોબાઈલ પણ હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
<a href=
<p>The post અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી | ECO Car Looted On Vastral Ring… first appeared on gandhinagarmetro.com.</p>















