• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

Load More

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શરતો માની યુદ્વના અંત માટે ડિલ કરવા ચીમકી આપ્યા બાદ ગલ્ફના અન્ય દેશોની અપીલને ધ્યાનમાં લઈ ટ્રમ્પે ઈરાન પર હુમલા ટાળતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં વૈશ્વિક બજારોમાં ખાસ યુરોપના દેશોના બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેર બજારોમાં પણ આજે ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન સહિતના દેશોની મુલાકાત અને આ દેશોની ભારતમાં અબજો ડોલરનું  રોકાણ કરવાની તૈયારીના કરારોની પોઝિટીવ અસરે વિદેશી ફંડો ભારતીય શેરોમાં ફરી નેટ ખરીદદાર બનતાં  તેજીને પીઠબળ મળ્યું હતું. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત બીજા દિવસે મોટી ખરીદી કરતાં અને હેલ્થકેર, ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ બજાર પોઝિટીવ રહ્યું હતું. સેન્સેક્સ આરંભમાં ૪૩૧.૨૩ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૫૭૪૬.૨૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો વધુ નબળો પડીને ૧૬ પૈસા ઘટીને ૯૬.૫૨ની નવી નીચી સપાટીએ ખાબકી જતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારાએ અઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડવાના અંદાજોએ ફંડોએ ઉછાળે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. જેના પરિણામે ઉછાળો ધોવાઈ નીચામાં ૭૫૧૧૫.૯૯ સુધી આવી અંતે ૧૧૪.૧૯ પોઈન્ટ ઘટીને ૭૫૨૦૦.૮૫ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૩૭૮૨.૩૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૫૮૭.૨૦ સુધી આવી અંતે ૩૧.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૬૧૮ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૮૮૪ ઉછળ્યો : માસ્ટેક રૂ.૧૦૩, ડાયનાકોન્સ રૂ.૧૭૩, ટાટા ટેકનો રૂ.૩૯ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ આક્રમક ખરીદી કરી તેજીનું તોફાન મચાવ્યું હતું. ડાયનાકોન્સ સિસ્ટમ્સ રૂ.૧૭૩.૨૫ વધીને રૂ.૧૫૫૨.૨૫, માસ્ટેક રૂ.૧૦૩.૧૦ વધીને રૂ.૧૬૫૬.૨૦, ટાટા ટેકનોલોજી રૂ.૩૯.૨૦ વધીને રૂ.૬૬૮.૪૦, એક્સેલ સોફ્ટ રૂ.૪.૯૧ વધીને રૂ.૯૦.૧૪, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૭.૪૫ વધીને રૂ.૫૨૩.૩૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૩૨૫.૨૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૫.૨૫ વધીને રૂ.૭૪૩.૩૦, હેક્ઝાવેર રૂ.૨૪.૧૦ વધીને રૂ.૫૧૦, ઈન્ફોસીસ રૂ.૫૪.૫૦ વધીને રૂ.૧૧૯૬.૯૦, એમ્ફેસીસ રૂ.૭૩.૧૦ વધીને રૂ.૨૨૨૦.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૨.૩૦ વધીને રૂ.૧૧૭૯.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૩૬.૪૫ વધીને રૂ.૧૪૬૬.૯૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૯ વધીને રૂ.૫૦૬૨.૯૦,  ટીસીએસ રૂ.૪૩.૩૫ વધીને રૂ.૨૩૨૭.૫૫, વિપ્રો રૂ.૨.૯૫ વધીને રૂ.૧૯૫.૧૫, નેલ્કો રૂ.૮ વધીને રૂ.૬૬૪.૦૫, બ્લેક બોક્સ રૂ.૧૧.૧૦ વધીને રૂ.૯૪૪.૬૫, ઈમુદ્રા રૂ.૪.૦૫ વધીને રૂ.૪૬૫.૦૫,બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૮૪.૫૦ પોઈન્ટ ઉછળીને ૨૮૩૭૪.૯૦ બંધ રહ્યો હતો. 

ફાર્મા શેરોમાં સિલેક્ટિવ તેજી : સન ફાર્મા એડવાન્સ, ક્વોલિટી ફાર્મા, એડવાન્સ એન્ઝાઈમ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું આજે સતત સિલેક્ટિવ શેરોમાં ખરીદીનું આકર્ષણ વધતું જોવાયું હતું. સન ફાર્મા એડવાન્સ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૧૭૯.૭૦, ક્વોલિટી ફાર્મા રૂ.૧૬૪.૭૫ વધીને રૂ.૧૯૯૮.૫૫, સુવેન રૂ.૧૫.૮૫ વધીને રૂ.૨૬૯, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૨.૧૫ વધીને રૂ.૩૮૫.૭૦, બજાજ હેલ્થકેર રૂ.૧૪.૦૫ વધીને રૂ.૨૮૯, કોપરાન રૂ.૭.૩૦ વધીને રૂ.૧૭૨.૨૫, થાયરોકેર રૂ.૧૯.૨૫ વધીને રૂ.૪૭૦.૯૦, ગ્લેન્ડ રૂ.૮૯.૫૫ વધીને રૂ.૨૨૪૮.૭૫, એપીએલ લિ. રૂ.૨૭.૯૦ વધીને રૂ.૭૫૧.૮૫, આરતી ડ્રગ્ઝ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૩૭૮.૪૫, વોખાર્ટ રૂ.૪૯.૯૫ વધીને રૂ.૧૬૨૨.૨૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૨.૭૦ વધીને રૂ.૭૩૫.૮૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૬૧.૮૮ પોઈન્ટ વધીને ૪૭૫૬૦.૧૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ : ટીઆઈ ઈન્ડિયા, ટાટા મોટર્સ પેસેન્જર, મધરસન, હીરો મોટોકોર્પ વધ્યા

પેટ્રોલ, ડિઝલના ભાવમાં અઠવાડિયામાં બીજો લીટરે ૯૬ પૈસા જેટલો વધારો થવાની આરંભમાં ઓટોમોબાઈલ શેરોમાં નેગેટીવ અસર બાદ ઘટાડે શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૨.૮૦ વધીને રૂ.૨૮૯૭.૬૫, ટાટા મોટર્સ પેસેન્જર રૂ.૮.૨૫ વધીને રૂ.૩૬૧.૨૫, મધરસન રૂ.૨.૮૦ વધીને રૂ.૧૩૧.૪૫, સોના કોમ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૫૭૯.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૪૯.૨૫ વધીને રૂ.૫૦૦૫.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૭૫ વધીને રૂ.૩૦૯૧ રહ્યા હતા. સિલેક્ટિવ ખરીદીએ આજે બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૬.૪૧ પોઈન્ટ વધીને ૫૬૫૬૨.૫૭ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં સતત નરમાઈ : લોઈડ્સ મેટલ, જિન્દાલ સ્ટેનલેસ, એનએમડીસી, એપીએલ અપોલો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે સતત વેચવાલી કરી હતી. લોઈડ્સ મેટલ રૂ.૩૧.૬૫ ઘટીને રૂ.૧૬૬૩.૬૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૭૩૭.૯૫, એનએમડીસી રૂ.૧.૧૯ ઘટીને રૂ.૮૮.૬, એપીએલ અપોલો રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૧૮૬૪.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૩૦ ઘટીને રૂ.૬૩૨.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૨૨૬.૪૫  રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૯.૮૩ પોઈન્ટ ઘટીને ૪૨૭૮૬.૨૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક ઘટયા : પીએનબી, કેનેરા બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૯.૮૫ ઘટીને રૂ.૩૮૧.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦ ઘટીને રૂ.૧૨૪૦.૯૫, એચડીએફસી બેંક રૂ.૫.૮૦ ઘટીને રૂ.૭૬૨.૭૫, એયુ બેંક રૂ.૭.૩૦ ઘટીને રૂ.૯૭૧.૮૦ રહ્યા હતા. જ્યારે પીએનબી રૂ.૧.૭૫ વધીને રૂ.૧૦૧.૩૦, કેનેરા બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૧૨૬.૧૦, ફેડરલ બેંક રૂ.૨.૬૦ વધીને રૂ.૨૮૬.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૬.૧૩ પોઈન્ટ ઘટીને ૬૦૧૭૧.૮૪ બંધ રહ્યો હતો.

ગૌતમ અદાણી સામે અમેરિકામાં તમામ કેસો બંધ થતાં ગુ્રપ શેરોમાં અદાણી એન્ટર., ગ્રીન એનજીૅમાં આકર્ષણ

ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સામેના તમામ કેસો અમેરિકાના જસ્ટીસ વિભાગે પડતા મૂકતાં આજે અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૨૭૨૧.૮૫, અદાણી ગ્રીન એનજીૅ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૧૩૭૯.૫૦ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી : ઈન્દ્રપ્રસ્થ ગેસ, એચપીસીએલ, આઈઓસી, અદાણી ગેસ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં નવા વધારાથી  ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નુકશાની ઘટવાના અંદાજોએ ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે વેચવાલી અટકી સિલેક્ટિવ ખરીદી થઈ હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૫૦ વધીને રૂ.૧૫૭.૨૫, એચપીસીએલ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૩૭૦.૯૫, આઈઓસી રૂ.૩.૧૫ વધીને રૂ.૧૩૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૬૨૨.૬૦, બીપીસીએલ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૨૮૬.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૯૭.૫૦ પોઈન્ટ વધીને ૨૬૬૫૯.૪૪ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, એચએનઆઈનું વેલ્યુબાઈંગ વધ્યું : ૨૫૪૪ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ઘટાડે ઘણા શેરોમાં ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ નેગટીવમાંથી પોઝિટીવ બની હતી. આજે ટ્રેડિંગ થયેલી ૪૩૬૫ સ્ક્રિપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૫ અને વધનારની સંખ્યા ૨૫૪૪ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૪૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૮૦૨ કરોડના ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૪૫૭.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૮૦૧.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૨૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૬૫ લાખ કરોડ પહોંચ્યું

 રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૮  લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૬૫  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…
GUJARAT

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

એકતરફ વૃક્ષારોપણ તો બીજી તરફ વન કર્મીનું પરાક્રમ ચર્ચાએ સસ્પેન્ડેડફોરેસ્ટર અને બીટ ગાર્ડની વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત બાદ જેલ હવાલે...

Read more

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In