• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | ven…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો | ven…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Venezuela Overtakes Saudi Arabia As India’s Third Largest Crude Oil Supplier : વૈશ્વિક બજારમાં ક્યારે કયો દેશ કોનો મિત્ર બની જાય અને કોની પાસેથી તેલની આયાત વધી જાય તે કહેવું મુશ્કેલ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને દરિયાઈ રસ્તાઓ પર તણાવ વચ્ચે, ભારતે પોતાના ઉર્જા હિતોની રક્ષા માટે એક મોટો અને ચોંકાવનારો આખો રૂટ બદલી નાખ્યો છે. પરંપરાગત ઓઇલ સપ્લાયર્સ સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછળ છોડીને હવે વેનેઝુએલા ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બની ગયો છે!

અચાનક જ રેસમાં આગળ નીકળ્યું વેનેઝુએલા 

એનર્જી કાર્ગો ટ્રેકર Kplerના તાજેતરના ડેટા અનુસાર, મે મહિનામાં વેનેઝુએલાએ ભારતને દરરોજ અંદાજે 4,17,000 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે. આ આંકડો એપ્રિલ મહિનામાં માત્ર 2,83,000 બેરલ હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલાના સતત 9 મહિના સુધી ભારતે વેનેઝુએલા પાસેથી એક પણ ટીપું તેલ ખરીદ્યું નહોતું. પરંતુ કિંમતો અને સંજોગો બદલાતા જ આખું ચિત્ર બદલાઈ ગયું છે. તેનું મુખ્ય કારણ છે ‘આકર્ષક કિંમત’. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ અત્યારે વૈશ્વિક બજારના અન્ય ઓઇલ ગ્રેડ કરતાં ઘણું સસ્તું મળી રહ્યું છે.

રિલાયન્સની જામનગર રિફાઈનરીનો મોટો રોલ

વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ભારે અને વધુ સલ્ફરવાળું હોય છે, જેને પ્રોસેસ કરવું સામાન્ય રિફાઇનરી માટે મુશ્કેલ છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ગુજરાતના જામનગરમાં આવેલી એડવાન્સ રિફાઇનરી આવી જટિલ સિસ્ટમ માટે જ જાણીતી છે. 

જોકે હજુ પણ રશિયા અને UAE ભારતના કાયમી અને ભરોસા પાત્ર પાર્ટનર છે અને તે બાદ ત્રીજા સ્થાને વેનેઝુએલા છે. સાઉદી અરેબિયા હવે ચોથા સ્થાન પર જતું રહ્યું છે. 

સાઉદી અરેબિયાથી ઓઈલ સપ્લાય ઘટાડવામાં આવી 

ફેબ્રુઆરીમાં ઈરાન સંઘર્ષ શરૂ થયો તે પહેલાં સાઉદી અરેબિયા ભારતનું ત્રીજું સૌથી મોટું સપ્લાયર હતું. પરંતુ સાઉદીએ પોતાના તેલની કિંમતો આક્રમક રીતે ઊંચી રાખતા ભારતે તેનાથી અંતર જાળવ્યું છે. સાઉદીની સપ્લાય મે મહિનામાં અડધી થઈને 3,40,000 બેરલ પ્રતિ દિવસ પર આવી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે, તેથી જ્યાં સસ્તું મળે ત્યાંથી ખરીદવું એ ભારતની મજબૂરી અને સમજદારી બંને છે.

હાલમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે, રૂપિયો નબળો પડ્યો છે અને મોંઘવારીની ચિંતા વધી રહી છે. આવા કપરા સમયમાં વેનેઝુએલાનું આ સસ્તું તેલ ભારતીય રિફાઇનરીઓ અને દેશના અર્થતંત્ર માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. 

Next Post
મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ! PM મોદીનો મંત્રીઓને આદેશ- ફાઈલો અટકવી ના જોઈએ | pm modi council…

મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ! PM મોદીનો મંત્રીઓને આદેશ- ફાઈલો અટકવી ના જોઈએ | pm modi council...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In