• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepu…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Chhota Udepur Taluka Panchayat Election: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે. પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો સળગતો આક્ષેપ ‘આપ’ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કોલેજના ગેટ પર ‘આપ’ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, આ તમામ આક્ષેપો અને વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવીને તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો છે.

સરખા સભ્યો હોવાથી જંગ રસપ્રદ બન્યો હતો

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હતા. બંને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. ‘આપ’ના તમામ 13 સભ્યો જ્યારે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા ત્યારે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

પોલીસની હાજરીમાં સભ્યોને ઉઠાવી ગયાનો ‘આપ’નો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાલુકા પંચાયત કેમ્પસમાં 10થી 12 બુકાનીધારી અસામાજિક તત્ત્વો પહેલેથી જ હાજર હતા. ‘આપ’ના સભ્યો જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ આ બુકાનીધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. અન્ય સભ્યોને માર મારીને તેમાંથી 3 સભ્યોને બળજબરીપૂર્વક ખાનગી વાહનોમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

‘આપ’ના નેતાઓ અને ભોગ બનનારના પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પરંતુ પોલીસે સભ્યોને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. સત્તાધારી પક્ષ ભાજપે સત્તાના જોરે, સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પોલીસની મિલીભગતથી લોકશાહીનું ખૂન કર્યું છે. ભોગ બનનાર પરિવારોએ પોલીસ સમક્ષ તેમના સભ્યોને તાત્કાલિક હાજર કરવાની ઉગ્ર માંગ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: મેટ્રોમોનિયલ સાઇટ પર ડાયવોર્સી કહી યુવતીને જાળમાં ફસાવી, સિંદૂર ભરી હોટલમાં આચર્યું દુષ્કર્મ

ભાજપે આક્ષેપો નકાર્યા 

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ રાજકીય ઘમસાણ અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે જ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભાજપનો વિજય થયો છે. પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા ચૂંટાયા છે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવા વિજેતા બન્યા છે.

કદવાલ તાલુકા પંચાયતમાં આપના સદસ્ય ગેરહાજર રહેતા ભાજપની જીત

બીજી તરફ કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના સદસ્ય રમણ શંકર બારિયા ગેર હાજર રહેતાં ભાજપના પ્રમુખને મળ્યા 8 મત મળ્યા હતા. જ્યારે આપને 7 મત મળતાં ભાજપના પ્રમુખ રમીલાબહેન બારિયાની જીત હતી.  

Next Post
ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું : 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજ…

ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું : 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In